Viyahapannatti 541
Viyāhapannatti: ṭīkānusārī vivecana 541
- Language
- Gujarati
541
‘ભગવતી’ સૂત્ર-૩૭૭ :– [૭/૧૦/૩૭૭]
તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. [વર્ણન] ગુણશીલ ચૈત્ય હતું [વર્ણન] યાવત્ પૃથ્વીશિલા પટ્ટક હતો [વર્ણન]. તે ગુણશીલ ચૈત્યની થોડે દૂર ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. તે આ – કાલોદાયી, શૈલોદાયી, શૈવાલોદાયી, ઉદય, નામોદય, નર્મોદય, અન્નપાલક, શૈલપાલક, શંખપાલક, સુહસ્તી ગાથાપતિ. ત્યારે તે અન્યતીર્થિકો હે ભગવંત! અન્ય કોઈ દિવસે એક સ્થાને આવ્યા, એકઠા થયા અને સુખપૂર્વક બેઠા.
તેઓમાં પરસ્પર આવો વાર્તાલાપ આરંભ થયો. એ પ્રમાણે શ્રમણ જ્ઞાતપુત્ર પાંચ અસ્તિકાય પ્રરૂપે છે. તે આ - ધર્માસ્તિકાય યાવત્ આકાશાસ્તિકાય, તેમાં શ્રમણ જ્ઞાતપુત્રે ચાર અસ્તિકાયોને અજીવકાય કહ્યા છે. તે આ – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશા-સ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. શ્રમણ જ્ઞાતપુત્રે એક જીવાસ્તિકાયને અરૂપીકાય, જીવકાય કહે છે. તેમાં શ્રમણ જ્ઞાતપુત્ર ચાર અસ્તિકાયને અરૂપીકાય કહે છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય. કેવળ એક પુદ્ગલાસ્તિકાયને શ્રમણ જ્ઞાતપુત્ર રૂપીકાય અજીવકાય કહે છે. તે વાત કઈ રીતે માનવી?
તે કાળે, તે સમયે શ્રમણ ભગવન્ મહાવીર યાવત્ ગુણશીલ ચૈત્યે પધાર્યા. યાવત્ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર જે ગૌતમ ગોત્રના હતા, એ રીતે જેમ બીજા શતકમાં નિર્ગ્રન્થ ઉદ્દેશકમાં કહ્યા મુજબ ભિક્ષાચરીમાં ફરતા યથાપર્યાપ્ત ભોજનપાન ગ્રહણ કરીને રાજગૃહથી યાવત્ અત્વરિત,અચપળ,અસંભ્રાંત યાવત્ ઈર્યાપથ શોધતા, તે અન્યતીર્થિક પાસેથી નીકળ્યા.
ત્યારે તે અન્યતીર્થિકોએ ભગવન્ ગૌતમને નજીકથી જતાં જોયા, જોઈને તેઓએ પરસ્પર એકબીજાને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું – એ પ્રમાણે હે દેવાનુપ્રિયો! આપણે ઉક્ત વાત અપ્રગટ છે. આ ગૌતમ આપણી થોડે દૂરથી જઈ રહ્યા છે. તેથી હે દેવાનુપ્રિયો! આપણે માટે ગૌતમ પાસે આ અર્થ પૂછવો શ્રેયસ્કર છે. એમ વિચારી, તેઓએ પરસ્પર આ સંબંધે પરામર્શ કર્યો પછી જ્યાં ગૌતમસ્વામી હતા, ત્યાં આવ્યા. આવીને તેઓએ ગૌતમ સ્વામીને આમ કહ્યું – હે ગૌતમ! તમારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ જ્ઞાતપુત્રે પાંચ અસ્તિકાય કહ્યા છે, ધર્માસ્તિકાય યાવત્ આકાશાસ્તિકાય. તે પ્રમાણે યાવત્ રૂપી અજીવકાય કહ્યું છે. ગૌતમ! તે કેવી રીતે છે?
ત્યારે ગૌતમસ્વામીએ તે અન્યતીર્થિકોને આમ કહ્યું – દેવાનુપ્રિયો! અમે અસ્તિભાવને નાસ્તિ કે નાસ્તિભાવને અસ્તિ એમ કહેતા નથી. હે દેવાનુપ્રિયો! અમે સર્વે અસ્તિભાવને અસ્તિ અને નાસ્તિભાવને નાસ્તિ એમ કહીએ છીએ. તેથી હે દેવાનુપ્રિયો! આપ સ્વયં આ અર્થનું ચિંતન કરો. એમ કહીને તે અન્યતીર્થિકને આમ કહ્યું – તે તેમ પૂર્વોક્ત જ છે. એમ કહીને ગૌતમ, જ્યાં ગુણશીલ ચૈત્ય, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ઈત્યાદિ જેમ ‘નિર્ગ્રન્થ’ ઉદ્દેશકમાં છે તેમ યાવત્ ભોજનપાન દેખાડે છે, દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી,નમીને દૂર નહીં,તેમ નીકટ નહીં એવા સ્થાને બેસીને યાવત્ પર્યુપાસે છે.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ધર્મોપદેશે પ્રવૃત્ત હતા. કાલોદાયી તે સ્થાને જલ્દીથી આવ્યો. હે કાલોદાયી! એમ સંબોધન કરીને ભગવંત મહાવીરે કાલોદાયીને આમ કહ્યું – હે કાલોદાયી! કોઈ દિવસે એક સ્થાને, બધાં સાથે આવ્યા, સુખપૂર્વક બેઠા, તમે બધાં યાવત્ આ કઈ રીતે માનવું? હે કાલોદાયી! શું આ વાત યોગ્ય છે? હા, છે.
હે કાલોદાયી! એ વાત સત્ય છે કે હું પંચાસ્તિકાયને કહું છું તે આ – ધર્માસ્તિકાય યાવત્ પુદ્ગલાસ્તિકાય. તેમાં હું ચાર અસ્તિકાયનાં અજીવાસ્તિકાયોને અજીવરૂપે કહું છું. તે પ્રમાણે યાવત્ એક પુદ્ગલાસ્તિકાયને રૂપીકાય કહું છું. ત્યારે તે કાલોદાયીએ ભગવંતને આમ કહ્યું – ભગવન્! આ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ અરૂપી અજીવકાયો ઉપર કોઈ બેસવા, સુવા, ઉભવા, નિષદ્યા કરવા કે ત્વગ્વર્તના કરવા સમર્થ છે? ના, તેમ નથી. હે કાલોદાયી! એક પુદ્ગલાસ્તિકાય જ રૂપી અજીવકાય છે, તેના પર કોઈ બેસવા, સુવા આદિ ક્રિયા કરવા સમર્થ છે.
ભગવન્! આ પુદ્ગલાસ્તિકાય રૂપી અજીવકાયને, જીવોને પાપ કર્મ પાપકર્મ ફલવિપાક સંયુક્ત પાપકર્મ લાગે? ના, ન લાગે. - - આ અરૂપી જીવાસ્તિકાયમાં જીવોને પાપફળવિપાકયુક્ત પાપકર્મ લાગે? હા, લાગે. એ રીતે તે કાલોદાયી બોધ પામ્યો. ભગવંતને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું – હે ભગવન્! હું તમારી પાસે ધર્મ શ્રવણ કરવા ઈચ્છું છું. એ રીતે સ્કંદકની જેમ દીક્ષા લીધી, તેમજ ૧૧-અંગ ભણી યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit