Viyahapannatti 542
Viyāhapannatti: ṭīkānusārī vivecana 542
- Language
- Gujarati
542
વિવેચન :–૩૭૭
એગયઓ૦ અન્ય સ્થાનેથી એક સ્થાને આવીને મળ્યા, બેઠા. બેસવું તે ઉત્કુટુકત્વાદિને પણ કહે છે, તેથી કહ્યું – સુખેથી બેઠા યાવત્ અત્થિકાય - પ્રદેશરાશી, અજીવકાય - અચેતન કાયા, અજીવોની રાશિ. અરૂવિકાય - અમૂર્ત્ત. જીવકાય - જીવે તે જીવ - જ્ઞાનાદિ ઉપયોગ પ્રધાન કાય તે જીવકાય. કેટલાંક જીવાસ્તિકાયને જડરૂપે સ્વીકારે છે, તેના મતના નિષેધ માટે કહે છે – આ અસ્તિકાય વસ્તુને કેમ માનવી? આ ચેતનાદિ વિભાગથી થાય છે. આ અસ્તિકાય વક્તવ્યતા પણ અનુકૂળપણાથી પ્રક્રાંત છે. અથવા વિશેષણથી પ્રગટ નથી. અથવા અવિજ્ઞપ્રકૃત છે. અથવા પ્રાબલ્યથી પ્રગટ નથી. એ રીતે અમે સર્વે અસ્તિભાવોને ‘અસ્તિ’ કહીએ છીએ. તથાવિધ સંવાદ તમારા દર્શનમાં પણ પ્રસિદ્ધ છે. મનથી પ્રમાણ અબાધિતત્વ લક્ષણથી આ અસ્તિકાય સ્વરૂપને આપમેળે વિચારો. - X - X - અયંસિ ણં ભંતે! જીવ સંબંધી પાપકર્મો અશુભ સ્વરૂપ ફળલક્ષણ વિપાકને દેનારા પુદ્ગલાસ્તિકાયમાં ન હોય, કેમકે તે અચેતન હોવાથી અનુભવ રહિત છે. માત્ર જીવાસ્તિકાય જ તેમ છે અને તેવું અનુભવે છે. પહેલાં કાલોદાયીના પ્રશ્ન દ્વારથી કર્મ વક્તવ્યતા કહી, હવે તે પ્રશ્નદ્વારથી જ તે પાપફળ વિપાકાદિ થાય તે દર્શાવે છે - X - સંવિધાનક શેષ ભણવાપૂર્વક આ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit