Pramāṇa · Search · About · API

Viyahapannatti 56

Viyāhapannatti: ṭīkānusārī vivecana 56

Language
Gujarati

56

વિવેચન :–૩૩
સૂત્ર સ્પષ્ટ છે, વિશેષ આ - અસંજ્ઞી એવો તે જે પરભવનું આયુ બાંધે તે અસંજ્ઞી આયુ. નૈરયિકને યોગ્ય તે નૈરયિકાસંજ્ઞ્યાયુ. આ અસંજ્ઞી આયુ સંબંધ માત્રથી પણ થાય. જેમકે ભિક્ષાનું પાત્ર. ‘તેણે કરેલું’ એ રૂપ સંબંધ વિશેષ નિરૂપવા કહે છે. પકરેઈ - બાંધે છે. રત્નપ્રભાના પહેલા પ્રતરને આશ્રીને ૧૦,૦૦૦ વર્ષ, રત્નપ્રભાના ચોથા પ્રતરે મધ્યમ સ્થિતિને આશ્રીને પલ્યોપમનું અસંખ્યાત ભાગ. કેમ કે પહેલા પ્રતરે જઘન્યે ૧૦,૦૦૦ વર્ષ. ઉત્કૃષ્ટે ૯૦,૦૦૦ વર્ષ. બીજામાં જઘન્યથી ૧૦-લાખ, ઉત્કૃષ્ટથી ૯૦-લાખ. ત્રીજામાં જઘન્યથી ૯૦ લાખ, ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ - X - યાવત્‌ આ રીતે ચોથા પ્રતરે પલ્યોપમનો અસંખ્યાત ભાગ મધ્યમ સ્થિતિ થાય.. તિર્યંચ સૂત્રમાં જે કહ્યું તે યુગલિક તિર્યંચને આશ્રીને છે. મનુષ્યાયુ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાત ભાગ છે, તેમાં પલ્યોપમનો અસંખ્યભાગ યુગલીકને આશ્રીને છે. અસંજ્ઞી દેવનું આયુ અસંજ્ઞી નૈરયિકવત્‌ જાણવું. વિશેષ એ કે - ભવનપતિ અને વ્યંતરને આશ્રીને જાણવું... સૂત્રમાં અસંજ્ઞી આયુની જે અલ્પબહુતા કહી, તે તેની હ્રસ્વતા અને દીર્ઘતાની અપેક્ષાએ છે.

Linked texts (1)