Viyahapannatti 55
Viyāhapannatti: ṭīkānusārī vivecana 55
- Language
- Gujarati
55
‘ભગવતી’ સૂત્ર-૩૩ :– [૧/૨/૩૩]
ભગવન્! અસંજ્ઞીનું આયુ કેટલા ભેદે છે? ગૌતમ! અસંજ્ઞીનું આયુ ચાર ભેદે છે – નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ-અસંજ્ઞીઆયુ.
ભગવન્! અસંજ્ઞી જીવ નૈરયિકનું આયુ કરે કે તિર્યંચ, મનુષ્ય, દેવનું આયુ કરે? હા, ગૌતમ! નૈરયિકાદિ ચારેનું આયુ પણ કરે. નૈરયિક આયુ કરતો અસંજ્ઞી જીવ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષનું, ઉત્કૃષ્ટે પલ્યોપમના અસંખ્યેય ભાગ આયુ કરે. તિર્યંચોનું આયુ કરતો જઘન્યે અંતર્મુહૂર્ત્તનું અને ઉત્કૃષ્ટે પલ્યોપમના અસંખ્યાત ભાગ આયુ કરે. મનુષ્યાયુ પણ એ જ પ્રમાણે છે. દેવાયુ નૈરયિકવત્ જાણવું.
ભગવન્! નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવ-અસંજ્ઞી આયુમાં કયુ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ! દેવ અસંજ્ઞી આયુ સૌથી થોડું છે, તેનાથી મનુષ્ય અસંજ્ઞી આયુ અસંખ્યેય ગુણ છે, તેનાથી તિર્યંચ૦નું અસંખ્યાતગુણ, તેનાથી નૈરયિક૦ અસંખ્યેયગુણ છે. હે ભગવન્! એમ જ છે, એમ જ છે. યાવત્ વિહરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit