Viyahapannatti 565
Viyāhapannatti: ṭīkānusārī vivecana 565
- Language
- Gujarati
565
‘ભગવતી’ સૂત્ર-૩૮૯ :– [૮/૨/૩૮૯]
ભગવન્! આશીવિષ કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે છે – જાતિ આશીવિષ, કર્મ આશીવિષ. - - ભગવન્! જાતિ આશીવિષ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે – વૃશ્ચિક, મંડુક, ઉરગ, મનુષ્ય-જાતિ આશીવિષ.
ભગવન્! વૃશ્ચિક જાતિ આશીવિષનો કેટલો વિષય કહ્યો છે? ગૌતમ! વૃશ્ચિક જાતિ આશીવિષ અર્ધભરત પ્રમાણ ક્ષેત્ર શરીરને વિષ વડે વિષવ્યાપ્ત કે વિનાશ કરવા સમર્થ છે. આ વિષ તેનો વિષય માત્ર છે, સંપ્રાપ્તિ વડે તેણે આમ કર્યુ નથી-કરતા નથી-કરશે નહીં.
મંડુક્ક જાતિ આશીવિષની પૃચ્છા-ગૌતમ! તે ભરત પ્રમાણ ક્ષેત્ર શરીરને વિષ વડે વિષવ્યાપ્ત કરી શકે, બાકી પૂર્વવત્ યાવત્ કરશે નહીં. એ પ્રમાણે - ઉરગ જાતિ આશીવિષને જાણવા. વિશેષ એ કે – જંબૂદ્વીપ ક્ષેત્ર પ્રમાણ શરીરને વિષ વડે વિષ વ્યાપ્ત કરી શકે, બાકી પૂર્વવત્ યાવત્ તે કરશે નહીં. - - મનુષ્ય જાતિ આશીવિષ એમ જ છે. વિશેષ એ - સમય ક્ષેત્ર પ્રમાણ શરીરને વિષ વડે વિષ વ્યાપ્ત કરી શકે બાકી પૂર્વવત્ જાણવું.
જો કર્મ આશીવિષ છે, તો શું તે નૈરયિક કર્મ આશીવિષ છે? તિર્યંચ, મનુષ્ય કે દેવકર્માશીવિષ છે? ગૌતમ! તે નૈરયિક કર્માશીવિષ નથી, પણ તિર્યંચ-મનુષ્ય-દેવકર્માશીવિષ છે. - - જો તિર્યંચયોનિક કર્મ આશીવિષ છે તો શું તે એકેન્દ્રિય તિર્યંચ યોનિક કર્માશીવિષ છે કે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચ૦? ગૌતમ! તે એકેન્દ્રિય યાવત્ ચઉરિન્દ્રિય૦ કર્માશીવિષ નથી પણ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્માશીવિષ છે.
જો તે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક કર્માશીવિષ છે તો શું સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક કર્માશીવિષ છે કે ગર્ભવ્યુત્ક્રાંતિક૦ એ પ્રમાણે જેમ વૈક્રિય શરીરના ભેદો યાવત્ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભ વ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિર્યંચ યોનિક કર્માશીવિષ હોય, પણ અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક યાવત્ કર્માશીવિષ ન હોય.
જો મનુષ્ય કર્માશીવિષ છે, તો શું સંમૂર્ચ્છિમ મનુષ્ય કર્માશીવિષ છે કે ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય કર્માશીવિષ? એ પ્રમાણે જેમ વૈક્રિય શરીરમાં કહ્યું તેમ યાવત્ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યકર્માશીવિષ છે, પણ અપર્યાપ્તા૦કર્માશિવિષ નથી.
જો દેવ કર્માશીવિષ છે તો ભવનપતિ કર્માશીવિષ છે કે યાવત્ વૈમાનિક દેવ કર્માશીવિષ? ગૌતમ! ભવનપતિ આદિ ચારે ભેદે૦ છે.
જો ભવનપતિ દેવ કર્માશીવિષ છે, તો શું અસુરકુમાર દેવ કર્માશીવિષ છે કે યાવત્ સ્તનિતકુમાર દેવ કર્માશીવિષ? ગૌતમ! તે અસુરકુમાર યાવત્ સ્તનિતકુમાર સર્વે ભવનપતિ દેવ કર્માશીવિષ છે.
જો અસુરકુમાર૦ કર્માશીવિષ છે, તો પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્માશીવિષ છે કે અપર્યાપ્ત૦ ગૌતમ! તે પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી દેવ કર્માશીવિષ નથી પણ અપર્યાપ્ત૦ છે. એ રીતે સ્તનિતકુમાર સુધી જાણવું. - - જો વ્યંતર દેવ કર્માશીવિષ છે તો શું પિશાચ વ્યંતર૦? એ પ્રમાણે બધે અપર્યાપ્તાને જાણવા. જ્યોતિષ્કમાં પણ અપર્યાપ્તાને.. (કર્માશીવિષ) કહેવા.
જો વૈમાનિક દેવકર્માશીવિષ છે, તો શું કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્માશીવિષ છે કે કલ્પાતીત૦? ગૌતમ! કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્માશીવિષ હોય છે. કલ્પાતીત૦ યાવત્ કર્માશીવિષ નથી.
જો કલ્પોપપન્નક દેવ કર્માશીવિષ છે, તો શું સૌધર્મકલ્પ૦ યાવત્ કર્માશીવિષ છે કે યાવત્ અચ્યુતકલ્પ૦? ગૌતમ! સૌધર્મ કલ્પો-પપન્નક વૈમાનિક દેવ પણ કર્માશીવિષ છે. યાવત્ સહસ્રાર કલ્પવાળા વૈમાનિક દેવ પણ કર્માશીવિષ છે. આનતથી અચ્યુતના૦ નથી. જો સૌધર્મ કલ્પોપપન્નક યાવત્ કર્માશીવિષ છે, તો શું પર્યાપ્તા સૌધર્મ કલ્પોપપન્નક વૈમાનિક૦ કે અપર્યાપ્તા સૌધર્મ૦? ગૌતમ! પર્યાપ્ત સૌધર્મ કલ્પોપપન્નક વૈમાનિક નહીં, પણ અપર્યાપ્તા સૌધર્મ કલ્પોપપન્નક વૈમાનિક દેવ કર્માશીવિષ છે. - - એ પ્રમાણે યાવત્ પર્યાપ્તા સહસ્રાર કલ્પોપપન્નક વૈમાનિક યાવત્ કર્માશીવિષ નથી, પણ અપર્યાપ્તા સહસ્રાર કલ્પોપપન્નક યાવત્ કર્માશીવિષ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit