Viyahapannatti 566
Viyāhapannatti: ṭīkānusārī vivecana 566
- Language
- Gujarati
566
વિવેચન :–૩૮૯
આશીવિષ એટલે દાઢમાં વિષવાળા. જન્મથી આશીવિષ હોય તે જાત્યાશીવિષ. કર્મથી-ક્રિયા વડે સાપ આદિ ઉપઘાતકરણથી આશીવિષ તે કર્માશીવિષ. તેમાં પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જે પર્યાપ્તા હોય, તેઓ તપશ્ચરણ કે અન્ય અનુષ્ઠાન અથવા ગુણથી આશીવિષ થાય છે. અર્થાત્ શાપ દેવા વડે બીજાનો નાશ કરી શકે છે, આ આશીવિષ લબ્ધિ સ્વભાવથી સહસ્રાર સુધીના દેવલોકમાં જ દેવપણે ઉત્પન્ન થાય છે. દેવપણે ઉત્પન્ન થયેલા તેઓને અપર્યાપ્તાવસ્થામાં કર્માશીવિષપણું હોય. શબ્દાર્થ ભેદ સંભવાદિથી ભાષ્યકારે કહ્યું છે કે – જેને દાઢમાં ઝેર છે તે આશીવિષા છે. તે કર્મ-જાતિ ભેદથી બે પ્રકારે છે. કર્માશીવિષો અનેક પ્રકારે છે, જાતિ આશીવિષના ચાર ભેદો છે. વિષનો વિષય-ગોચર કેટલો છે?
અર્ધભરતનું જે પ્રમાણ, તે સાતિરેક ૨૬૩ યોજનથી અધિક, તે જ પ્રમાણ જેનું છે તે, તે તેના શરીરને સ્વકીય આશી પ્રભાવથી વિષયુક્ત કરીને વિષપરિગત-વિષવ્યાપ્ત કરવા સમર્થ છે, તેના વડે વિનાશ કરી શકે છે - X - X - પણ કરતાં નથી. અર્થાત્ આ પ્રકારે શરીર સંપ્રાપ્તિ દ્વારથી કર્યુ નથી - કરતા નથી - કરશે નહીં. અહીં વૃશ્ચિક આશીવિષનું બહુત્વ જણાવવા બહુવચન નિર્દેશ છે.
સમયક્ષેત્ર - મનુષ્ય ક્ષેત્ર.. એ રીતે જેમ ‘વૈક્રિય’ને કહે ત્યારે જીવ-ભેદો કહેવાશે, તેમ અહીં પણ કહેવા. તે આ રીતે - ગૌતમ! સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મઆશીવિષમાં નહીં પણ ગર્ભ વ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મ આશીવિષ છે. જો ગર્ભ વ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિર્યંચયોનિક કર્મ આશીવિષ છે તો શું સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભ વ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિયતિર્યંચ યોનિક કર્મ આશીવિષ છે કે અસંખ્યાત વર્ષાયુષ્ક યાવત્ કર્માશીવિષ? ગૌતમ! સંખ્યાતવર્ષાયુષ્ક યાવત્ કર્મ આશીવિષ છે, અસંખ્યાત વર્ષાયુષ્ક યાવત્ કર્માશીવિષ નથી. જો સંખ્યાત - X - છે, તો પર્યાપ્ત૦ કે અપર્યાપ્ત૦ ઈત્યાદિ. - - અહીં કહેલ વસ્તુ અજ્ઞાની ન જાણે, જ્ઞાની પણ આ દશ વસ્તુને કથંચિત્ ન જાણે, તે કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit