Pramāṇa · Search · About · API

Viyahapannatti 58

Viyāhapannatti: ṭīkānusārī vivecana 58

Language
Gujarati

58

‘ભગવતી’ સૂત્ર-૩૪ :– [૧/૩/૩૪]
ભગવન્‌! શું જીવો સંબંધી કાંક્ષા મોહનીય કર્મકૃત્‌ છે? હા, છે.
ભગવન્‌! શું તે દેશથી દેશકૃત્‌ છે? દેશથી સર્વકૃત્‌ છે? સર્વથી દેશકૃત્‌ છે? કે સર્વથી સર્વકૃત્‌ છે? ગૌતમ! તે દેશથી દેશકૃત, દેશથી સર્વકૃત્‌ કે સર્વથી દેશકૃત નથી, પણ સર્વથી સર્વકૃત્‌ છે.
ભગવન્‌! નૈરયિકો સંબંધી કાંક્ષા મોહનીય કર્મકૃત છે? હા, છે. યાવત્‌ સર્વથી સર્વકૃત છે. એ રીતે વૈમાનિક સુધી કહેવું.

Linked texts (1)