Pramāṇa · Search · About · API

Viyahapannatti 59

Viyāhapannatti: ṭīkānusārī vivecana 59

Language
Gujarati

59

વિવેચન :–૩૪
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - જીવો સંબંધી જે કાંક્ષા મોહનીય – મોહ પમાડે તે મોહનીય કર્મ, તે ચારિત્ર મોહનીય પણ હોય, તેથી કાંક્ષા - બીજા બીજા દર્શનનું ગ્રહણ, એ વિશેષણ મૂક્યું. ઉપલક્ષણથી શંકાદિનું ગ્રહણ કરવું. કાંક્ષારૂપ મોહનીય તે કાંક્ષામોહનીય અર્થાત્‌ મિથ્યાત્વમોહનીય. કૃત-‘ક્રિયા નિષ્પાદ્ય’ પ્રશ્ન છે. ઉત્તર છે‘હા’
અહીં વસ્તુના કરણમાં ચતુર્ભંગી છે. જેમકે – (૧) દેશથી-હસ્ત આદિથી વસ્તુના દેશનું આચ્છાદન કરવું. (૨) હસ્તાદિ દેશથી સર્વ વસ્તુને ઢાંકવી. (૩) સર્વાત્મથી વસ્તુના દેશને ઢાંકે. (૪) સર્વાત્મથી સર્વ વસ્તુને ઢાંકે. આ પદ્ધતિથી ચાર પ્રશ્નો આ રીતે છે –
ભગવન્‌! શું જીવ પોતાના કોઈ ભાગથી કાંક્ષા મોહનીય કર્મનો ભાગ કરે? શું જીવ પોતાના કોઈ ભાગથી સર્વ કાંક્ષા મોહનીય કરે? શું જીવ પોતે આખો કાંક્ષા મોહનીયના કોઈ એક ભાગને કરે? શું જીવ પોતે આખો જ આખું કાંક્ષા મોહનીય કર્મ કરે? [ઉત્તર] જીવ આખો પોતે જ સર્વ કાંક્ષા મોહનીય કર્મને કરે છે. જ્યાં જીવના બધા પ્રદેશો અવગાઢ છે, તે સ્થળે રહેલા, એક સમયે બાંધવા યોગ્ય કર્મ પુદ્ગલો હોય, તે બધાને બાંધવા જીવના બધાં પ્રદેશો ક્રિયા કરે છે. અર્થાત્‌ જીવે પોતે એક કાળે બાંધી જીવના બધાં પ્રદેશો ક્રિયા કરે છે. અર્થાત્‌ જીવે પોતે એક કાળે બાંધી શકાય તેવું સર્વ કાંક્ષા મોહનીય બાંધ્યું છે. તેથી ત્રણ ભંગનો પ્રતિષેધ કર્યો છે. - X - X - X -
જીવોને સામાન્યથી કહ્યા તેથી વિશેષરૂપે સમજી ન શકાય. તેથી વિશેષ બોધ માટે નારકાદિ દંડકથી પ્રશ્ન કરતા કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. - - ક્રિયા નિષ્પાદ્ય કર્મ કહ્યું, તે ક્રિયાને દર્શાવે છે –

Linked texts (1)