Pramāṇa · Search · About · API

Viyahapannatti 580

Viyāhapannatti: ṭīkānusārī vivecana 580

Language
Gujarati

580

‘ભગવતી’ સૂત્ર-૩૯૭ :– [૮/૩/૩૯૭]
વૃક્ષો કેટલા ભેદે કહ્યા છે? ગૌતમ! ત્રણ પ્રકારે છે - સંખ્યાત જીવવાળા, અસંખ્યાત જીવવાળા, અનંત જીવવાળા - તે સંખ્યાત જીવવાળા વૃક્ષો ક્યા છે? અનેકવિધ– તાડ, તમાલ, તક્કલિ, તેતલિ આદિ ‘પન્નવણા’માં કહ્યા મુજબ નારિયેલ સુધી જાણવા. જે આવા પ્રકારના છે તે બધાંજ, આ સંખ્યાત જીવા કહ્યા.
તે અસંખ્યાત જીવા વૃક્ષ ક્યા છે? બે પ્રકારે - એકાસ્થિક, બહુબીજક. - - તે એકાસ્થિક વૃક્ષ ક્યા છે? અનેકવિધ છે. જેમકે – નીંબ, આમ, જાંબુ આદિ, એ પ્રમાણે ‘પન્નવણા’ મુજબ બહુબીજ કે ફળો સુધી જાણવું. તે બહુબીજક કહ્યા. તે અસંખ્યાતજીવા કહ્યા.
તે અનંતજીવા વૃક્ષો ક્યા છે? અનેક પ્રકારે છે. જેમકે આલુ, મૂળા, આદુ એ પ્રમાણે જેમ સાતમા શતકમાં કહ્યું, તેમ સિઉંડી, મુસુંઢી સુધી કહેવું. જે આવા પ્રકારે બીજા હોય તે પણ જાણવા. તે અનંતજીવવાળા વૃક્ષો કહ્યા

Linked texts (1)