Viyahapannatti 581
Viyāhapannatti: ṭīkānusārī vivecana 581
- Language
- Gujarati
581
વિવેચન :–૩૯૭
જેમાં સંખ્યાત જીવો હોય તે સંખ્યાતજીવિકા, એ રીતે બીજા બે પદ કહેવા. પ્રજ્ઞાપના મુજબ આ સૂત્ર કહેવું તાલ, તમાલ, તક્કલિ, તેતલિ, શાલ, શાલકલ્યાણ, સરલ, જાયઈ, કેતકી, કંદલિ, ચર્મવૃક્ષ, ભુર્જવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, સોપારી, ખજૂરી, નારિયેલી. જે પણ બીજા આવા પ્રકારના વૃક્ષવિશેષ હોય તે સંખ્યાતજીવિકા છે.
જે ફળ મધ્યે એક જ બીજ હોય તે એકાસ્થિક, જે ફળ મધ્યે બહુબીજ હોય તે બહુબીજક. જેમ પ્રજ્ઞાપનાના પહેલા પદમાં કહ્યું તેમ – આ સૂત્ર જાણવું – નીંબ, અંબ, જાંબુ, કોસંબ, સાલ, અંકોલ, પીલુ, સલુક, સલ્લકી, મોદકી, માલુક, બકુલ, પલાશ, કરંજ ઈત્યાદિ.
તે બહુબીજક વૃક્ષો ક્યા છે? અનેકવિધ છે. જેમકે – અસ્થિક, તેંદુક, કવિટ્ઠ, અંબાડક, માતુલુંગ, આમલક, ફણસ, દાડમ, અશ્વત્થ, ઉદુંબર, વટ ઈત્યાદિ. અંતિમ આ સૂત્ર છે. પૂર્વોક્ત વૃક્ષોમાં મૂલ પણ અસંખ્યાત જીવિક છે. કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર પ્રત્યેકજીવી છે. ફૂલ અનેકજીવી, ફળ બહુબીજવાળા છે - X - X - હવે જીવાધિકારથી આ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit