Viyahapannatti 582
Viyāhapannatti: ṭīkānusārī vivecana 582
- Language
- Gujarati
582
‘ભગવતી’ સૂત્ર-૩૯૮ :– [૮/૩/૩૯૮]
ભગવન્! કાચબા-કાચબાની શ્રેણી, ગોધા-ગોધાની શ્રેણિ, ગાય-ગાયની શ્રેણિ, મનુષ્ય-મનુષ્યની શ્રેણી, ભેંસ-ભૈંસોની શ્રેણિ, આ બધાંના બે કે ત્રણ કે સંખ્યાત ખંડ કરવામાં આવે તો તેની વચ્ચેનો ભાગ શું જીવપ્રદેશોમાં સ્પૃષ્ટ થાય છે? હા, ગૌતમ! થાય છે.
ભગવન્! કોઈ પુરુષ, તે વચ્ચેના ભાગને હાથથી, પગથી, આંગળીથી, શલાકાથી, કાષ્ઠથી, લાકડીના ટુકડાથી થોડો કે વધુ સ્પર્શ કરે, થોડું કે વધુ ખેંચે અથવા કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી થોડું કે વધુ છેદે કે અગ્નિકાય વડે તેની સળગાવે તો શું તે જીવપ્રદેશોની થોડી કે વધુ બાધા ઉત્પન્ન કરી શકે અથવા તેના શરીરનો છેદ કરી શકે? ગૌતમ! તે અર્થ યોગ્ય નથી. તેમાં શસ્ત્ર સંક્રમી શકે નહીં.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit