Viyahapannatti 588
Viyāhapannatti: ṭīkānusārī vivecana 588
- Language
- Gujarati
588
વિવેચન :–૪૦૦
એ ક્રમથી પ્રજ્ઞાપનાનું ૨૨-મું ‘ક્રિયા’ પદ કહેવું, તે – કાયિકી, અધિકરણિકી, પ્રાદ્વેષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતક્રિયા ઈત્યાદિ. છેલ્લું સૂત્ર આ–ભગવન્! આ આરંભિકી, પારિગ્રહિકી, અપ્રત્યાખ્યાના, માયાપ્રત્ય-યિકી, મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયામાં કઈ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી ઓછી મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા છે, મિથ્યાદૃષ્ટિને લીધે. અપ્રત્યાખ્યાનક્રિયા વિશેષાધિક છે, મિથ્યાદૃષ્ટિ અને અવિરતિ સમ્યગ્ દૃષ્ટિને લીધે. પારિગ્રહિકી વિશેષાધિક છે, તેમાં દેશવિરત પણ આવે તેથી. આરંભિકી ક્રિયા તેથી વિશેષાધિક છે, પૂર્વોક્ત અને પ્રમત્તસંયત પણ આવે તેથી. માયાપ્રત્યયિકી વિશેષાધિક છે. પૂર્વોક્ત અને અપ્રમત્ત સંયત પણ તેમાં સંભવે છે. તેને અંતે આમ કહેવું ગાથા છે – મિથ્યા, અપ્રત્યાખ્યાન, પરિગ્રહ, આરંભ, માયાક્રિયા ક્રમશઃ મિથ્યાત્વ, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્તને હોય છે. મિથ્યાદૃષ્ટિ તેમાં થોડા, બાકીના એક-એકની રાશિમાં વૃદ્ધિ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit