Pramāṇa · Search · About · API

Viyahapannatti 593

Viyāhapannatti: ṭīkānusārī vivecana 593

Language
Gujarati

593

વિવેચન :–૪૦૨ થી ૪૦૪
પુવ્વામેવ - પહેલા જ, સમ્યક્‌ત્વ પ્રાપ્તિ પછી. પ્રત્યાખ્યાન ન કરેલ હોય, ત્યારે દેશવિરતિ પરિણામ ઉત્પન્ન થતા, તે શ્રાવક પછી પ્રાણાતિપાત વિરતિ કાળે, પચ્ચક્‌ખાણ કરતાં શું કરે? વાચનાંતરમાં અપચ્ચક્ખાએ ના સ્થાને અને પચ્ચઈક્ખમાણે ને બદલે પચ્ચક્ખાવેમાણે જોવા મળે છે. તેમાં પ્રત્યાખ્યાન કર્તા પોતે જ પોતાને ગુરુ વડે ગ્રહણ કરીને પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કરે.
તીત - ભૂતકાળમાં કરેલ પ્રાણાતિપાત, તેનાથી નિંદાદ્વાર વડે નિવર્તે. પડુપ્પન્ન - વર્તમાનકાલીન પ્રાણાતિપાતને ન કરે અને અનાગત - ભવિષ્યકાળ વિષય પ્રાણાતિપાત નહીં કરું તેમ સ્વીકારે.
તિવિહં તિવિહેણ આદિ નવ વિકલ્પો, તેમાં ગાથા છે – ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એકના યોગમાં ત્રણ-બે-એક, ત્રણ-બે-એક, ત્રણ-બે-એક એ પ્રમાણે કરવું. તેનાથી આ પ્રમાણે વિકલ્પો મળે – એક, ત્રણ ત્રિક, બે નવક, ત્રણ, નવ, નવ, એ રીતે ૪૯ ભાંગા થાય. એ રીતે ૪૯ X ૩-કાળ X ૫-વ્રત = ૭૩૫ ભાંગા થાય. તેમાં ત્રિવિધં - કરણ, કરાવણ, અનુમોદન ભેદે પ્રાણાતિપાતનો યોગ જાણવો. ત્રિવિધેન - મન, વચન, કાયારૂપ કરણ વડે પ્રતિક્રમે છે, તેની નિંદાથી વિરમે છે.
તિવિહં દુવિહેણં - વધ કરવો આદિ ત્રણ ભેદ અને મન વગેરેમાંથી કોઈ એકને છોડીને, બાકીના બે વડે. - તિવિહં એગવિહેણં - કરવું આદિ ત્રણ ભેદ સાથે મન વગેરેમાંથી કોઈ એક કરણ વડે. -દુવિહં તિવિહેણં - કરવું આદિ ત્રણમાંથી કોઈપણ બે, તેને મન વગેરે ત્રણ કરણથી. આ પ્રમાણે બીજા પણ ભેદો જાણવા.
ન કરોતિ - ભૂતકાળમાં પ્રાણાતિપાતને સ્વયં ન કરે. મનસા - અરે! હું હણાયો, કે જે મેં ત્યારે આને ન હણ્યો એમ ચિંતવે. નૈવ કારયતિ - મનથી ચિંતવે કે અરે! આ યોગ્ય ન કર્યુ, જે આને બીજા વડે ન હણાવ્યો તથા કુર્વન્તં - કરનારની ઉપલક્ષણથી કરાવનારની અર્થાત્‌ બીજા જીવની હત્યા કરનાર કે કરાવનારને મનથી જ સ્મરણ દ્વારા અનુમોદના ન કરે. એ જ પ્રમાણે વચનથી ન કરે, ન કરાવે, ન અનુમોદે. એ જ પ્રમાણે તથાવિધ અંગચેષ્ટા કરીને કાયા દ્વારા ન કરે, ન કરાવે, ન અનુમોદે. એ રીતે અહીં યથાસંખ્ય-અનુક્રમનો નિયમ ન અનુસરવો. જેમકે મનથી કરે નહીં, વચનથી કરાવે નહીં, કાયાથી અનુમોદે નહીં.- X-એ પ્રમાણે ત્રિવિધં ત્રિવિધે એ એક જ ભંગ છે.
તે સિવાય બીજા, ત્રીજા, ચોથામાં ત્રણ-ત્રણ વિકલ્પ છે. પાંચમાં, છટ્ઠામાં નવ-નવ વિકલ્પ છે. સાતમામાં ત્રણ, આઠમા-નવમામાં નવ-નવ ભંગ છે, એમ બધાં મળીને ૪૯-ભંગો થાય. એ રીતે આ અતીતકાળને આશ્રીને કરણ-કરાવણાદિ યોજવું અથવા એ પ્રમાણે અતીતકાળે મન વગેરેથી કૃત-કારિત-અનુજ્ઞાતથી વધ ન કરે, ન કરાવે, ન અનુમોદે તેની નિંદા દ્વારા, તેના અનુમોદનના નિષેધથી પછી નિવર્તે.- X -
વર્તમાનકાળને આશ્રીને સુગમ છે. ભવિષ્યકાળની અપેક્ષાએ - મનથી હું હણીશ એવી વિચારણા ન કરે, મનથી હું હણાવીશ એવી વિચારણા ન કરે. મનથી ભાવિમાં થનાર વધને સાંભળીને હર્ષ પામવા દ્વારા અનુમોદન ન કરે. એ પ્રમાણે વચન-કાયાથી તે પ્રમાણે ન કરે. અથવા મન આદિ વડે કરીશ, કરાવીશ, અનુમોદીશ એ રીતે વધ ક્રમથી ન કરે, ન કરાવે, ન અનુમોદે. તેનાથી નિવૃત્તિ લે. એ રીતે આ ત્રણે કાળથી કુલ-૧૪૭-ભંગ થાય. અહીં ત્રિવિધં, ત્રિવિધે વિકલ્પને આશ્રીને વૃદ્ધ દ્વારા કહેવાયેલ આક્ષેપ-પરિહાર આ પ્રમાણે છે –
જો ગૃહસ્થ આ ત્રિકને ન કરે, તો દેશવિરત કઈ રીતે થાય? વિષયથી બહાર અનુમતિનો પણ પ્રતિષેધ કહે છે. કોઈ કહે છે – ‘ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધે સંવરણ હોતું નથી.’ તેમ નથી તે આ જ સૂત્રમાં વિશેષ નિર્દેશ છે. તો નિર્યુક્તિમાં અનુમતિનો નિષેધ કેમ કર્યો? - તે સ્વવિષયમાં કે સામાન્યથી કહ્યું છે. બીજે વિશેષથી ત્રિવિધ ત્રિવિધેન કહ્યું તો તેમાં કયો દોષ છે? અહીં સ્વવિષયમાં જે અનુમતિ છે, તે સામાન્ય કે અવિશેષ પ્રત્યાખ્યાનમાં છે, છતાં અન્નત્થ ઉ - વિશેષે સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્યાદિમાં૦ પુત્રાદિ સંતતિ નિમિત્ત માત્રથી અગિયારમી પ્રતિમા સ્વીકારેલ દીક્ષાભિમુખ ગૃહસ્થને ત્રિવિધ ત્રિવિધેન પચ્ચક્‌ખાણ કેટલાંક કહે છે. જેમ અહીં ત્રિવિધ-ત્રિવિધેન આક્ષેપ-પરિહાર કર્યો, તેમ બીજે પણ કરવો - X -
મનથી કરણ આદિ કઈ રીતે? કહે છે. જેમ વચન, કાયા વડે થાય તેમ. કહ્યું છે કે – મનથી કરણ, કરાવણ, અનુમતિ કઈ રીતે? જેમ વાણી, કાયાના યોગે કરણાદિ છે, તેમ મન વડે પણ થાય. તેને આધીન વાણી અને કાયાથી કરણ આદિ અથવા મનથી કરણ તે સાવદ્ય યોગનું મનન એમ વીતરાગે કહેલ છે. ‘આને સાવદ્ય કરાવું’ એમ ચિંતવવું તે મનથી કારાવણ, ‘સારુ કર્યુ’ એવી વિચારણા. તે અનુમતિ.
આ પ્રમાણે પાંચે અણુવ્રતમાં પ્રત્યેકમાં ૧૪૭ ભંગથી કુલ ૭૩૫ ભંગો થાય છે. જ્યારે આજીવિક વડે સ્થવિરોને શ્રાવક સંબંધી વસ્તુ પૂછી ત્યારે ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું. આવા કહેલા આચારવાળા શ્રમણોપાસકો જ હોય, આજીવિકોપાસક ન હોય.
આજીવિકોને પણ ગુણવાળા રૂપે સ્વીકાર્યા છે, તે કહે છે – આ કહેવાયેલા નિર્ગ્રન્થ, આવા પ્રાણાતિપાતાદિને વિશે અતીતકાળના પ્રતિક્રમણ આદિવાળા, તે અર્થને ગોશાલકના શિષ્ય-શ્રાવકો જાણતા નથી. હવે તે જ અર્થને વિશેષથી સમર્થન માટે આજીવિકના સિદ્ધાંત-અર્થને, તેના ઉપાસકના વિશેષ સ્વરૂપના અભિધાનપૂર્વક આજીવિક ઉપાસકની અપેક્ષાએ શ્રમણોપાસકોના ઉત્કર્ષ માટે કહે છે–
આજીવિક સમય એટલે ગોશાલકનો સિદ્ધાંત, તેનો આ અર્થ – આયુષ્ય ક્ષય ન થાય, ત્યાં સુધી અપ્રાસુકને ભોગવે એવા આચારવાળા તે અક્ષીણપરિભોજી અથવા અનપગત આહારમાં ભોગાસક્ત.સર્વે સત્વા-સર્વે અસંયત પ્રાણી. જો એમ છે તો શું? તે કહે છે-તેમને હણીને, છિત્વા-અસિપુત્રિકા વડે બે ભાગ કરીને, ભિત્ત્વા - શૂળાદિથી ભેદન કરીને, લુપ્ત્વા - પાંખ આદિ કાપીને વિલુપ્ય - ત્વચા કાઢીને, અપદ્રાવ્ય - નાશ કરીને આહાર કરે છે.
એ રીતે રહેલ અસંયત પ્રાણીસમૂહના હનન આદિ દોષમાં રક્ત છે. અથવા આજીવિક સિદ્ધાંતમાં અધિકરણરૂપ એવા બાર વિશેષ અનુષ્ઠાનત્વથી ગણેલા છે અથવા આનંદાદિ ઉપાસકવત્‌ બીજા ઘણાં છે. એક ‘તાલ’ નામ છે. એ રીતે તાલપ્રલંબ આદિ પણ છે. અરિહંત દેવયોગ - ગોશાલકે તેણે કલ્પેલા અર્હતત્વથી. પાંચ ફળથી નિવૃત્ત - ઉદુમ્બર આદિ પાંચથી નિવૃત્ત જે બળદની ખસી કરાયેલ નથી અને નાક નાથેલ નથી.
એવા - વિશિષ્ટ યોગ્યતા રહિત, આ પ્રકારે ધર્મની વાંછા કરે છે, તેમ જાણવું. તો પછી આ શ્રમણોપાસકો હોય તે કેમ ધર્મને ન ઈચ્છે? ઈચ્છે જ એમ જાણવું. કેમકે તેઓ વિશિષ્ટતર દેવ, ગુરુ, પ્રવચનને આશ્રીને (રહેલા છે) તેઓને આ કર્માદાનો-જેનાથી જ્ઞાનાવરણાદિ કર્મો બંધાય તે કર્માદાન અથવા કર્મોનું જે આદાન કરે - કર્મના હેતુઓ તે કર્માદાન (તેનો ત્યાગ કરે, તે-૧૫ છે.)
(૧) અંગાર વિષયક કર્મ, વેચવા માટે કોલસો બનાવે, એ રીતે અગ્નિ વ્યાપાર રૂપ જે બીજા પણ ઈંટ પકાવવાદિ કર્મ, તે અંગાર કર્મ કહેવાય. કેમકે તે અંગાર શબ્દના ઉપલક્ષણ રૂપ છે.
(૨) વન કર્મ - વન વિષયક, વન છેદીને વેચવારૂપ - X -
(૩) શાટિક કર્મ - ગાડાં, વાહન, ઘટન આદિનો વેપાર, - - (૪) ભાટક કર્મ - ભાડા વગેરે વ્યાપાર, બીજાઓ આપેલ દ્રવ્યથી ગાડા આદિ વડે બીજા દેશમાં લઈ જવા, અથવા ગાય, ઘર આદિ વેચવા કે આપવા.
(૫) સ્ફોટક કર્મ - હળ, કોદાળી આદિથી ભૂમિનું સ્ફોટન કરવું. - - (૬) દંતવાણિજ્ય - હાથી દાંત આદિનો, ઉપલક્ષણથી એવા ચામડા, ચામર, વાળ આદિનું ખરીદ-વેચાણ. - - (૭) લાખ વાણિજ્ય-લાખનું ખરીદ, વેચાણ. આ ત્રસ સંસક્તિ નિમિત્તથી બીજા પણ તલ આદિ દ્રવ્યનું ખરીદ-વેચાણ, ઉપલક્ષણથી જાણવું.
(૮) કેશવાણિજ્ય - ગાય, ભેંસ, સ્ત્રી આદિ જીવોના વાળનો વેપાર. - - (૯) રસવાણિજ્ય - મદ્ય આદિ રસનો વેપાર, (૧૦) વિષવાણિજ્ય - વિષના ઉપલક્ષણથી શસ્ત્રવાણિજ્ય પણ નિષેધ છે.
(૧૧) યંત્રપીલણ કર્મ-યંત્ર વડે તલ, શેરડી આદિને પીલવા, તે કર્મ. -(૧૨) નિર્લાંછનકર્મ-ખસી કરવી તે નિર્લાંછન -(૧૩) દવદાન - અગ્નિ લગાડવો તે. -(૧૪) સરદહ તળાવ શોષણતા - સર - સ્વયંભૂ જળાશય વિશેષ, દહ-નદ્યાદિનો નિમ્નતર પ્રદેશ, તડાગ - કૃત્રિમ જળાશય વિશેષ. તેને શોષવવા, તે. -(૧૫) અસતી પોષણ - દાસીનું પોષણ, તેને ભાડે રાખવી. આના દ્વારા કુકડા, બીલાડા આદિ ક્ષુદ્ર જીવ પોષણ પણ જાણવું.
ઈતિ-આવા પ્રકારના નિર્ગ્રન્થસત્ક. શુક્લ- અભિનિવૃત્ત, ઈર્ષ્યારહિત, કૃતજ્ઞ, સત્‌ આરંભી, હિતાનુબંધી. શુક્લ પ્રધાન. પછી દેવમાં ઉપપાત થાય છે, તેથી દેવોને ભેદથી કહ્યા છે – જેમકે કતિવિહા - ઈત્યાદિ.

Linked texts (1)