Viyahapannatti 592
Viyāhapannatti: ṭīkānusārī vivecana 592
- Language
- Gujarati
592
‘ભગવતી’ સૂત્ર-૪૦૨ થી ૪૦૪ :– [૮/૫/૪૦૨ થી ૪૦૪]
[૪૦૨] ભગવન્! જે શ્રાવકે પૂર્વે સ્થૂલ પ્રાણાતિપાતનું પચ્ચક્ખાણ કરેલ નથી, હે ભગવન્! તે પછી તેનું પચ્ચક્ખાણ કરતાં શું કરે? ગૌતમ! તે અતીતનું પ્રતિક્રમણ, વર્તમાનનો સંવર, ભાવિનું પચ્ચક્ખાણ કરે.
ભગવન્ ! અતીતનું પ્રતિક્રમણ કરતાં શું તે (૧) ત્રિવિધ-ત્રિવિધે પ્રતિક્રમે? (૨) ત્રિવિધ-દ્વિવિધે પ્રતિક્રમે? ત્રિવિધ-એકવિધે પ્રતિક્રમે? (૪) દ્વિવિધ ત્રિવિધે પ્રતિક્રમે? (૫) દ્વિવિધ દ્વિવિધે પ્રતિક્રમે? (૬) દ્વિવિધ એકવિધે પ્રતિક્રમે? (૭) એકવિધ ત્રિવિધે પ્રતિક્રમે? (૮) એકવિધ દ્વિવિધે પ્રતિક્રમે? (૯) એકવિધ એકવિધે પ્રતિક્રમે?
ગૌતમ! ત્રિવિધ ત્રિવિધે પ્રતિક્રમે અથવા ત્રિવિધ-દ્વિવિધે પ્રતિક્રમે એ પ્રમાણે યાવત્ એકવિધ-એકવિધે પ્રતિક્રમે? જો ત્રિવિધ-ત્રિવિધે પ્રતિક્રમે તો (૧) મન-વચન-કાયાથી ન કરે - ન કરાવે - ન અનુમોદે. (૨) ત્રિવિધ-દ્વિવિધે-મન, વચનથી કરે-કરાવે-અનુમોદે નહીં. અથવા મન, કાયાથી ન કરે - કરાવે - અનુમોદે અથવા વચન, કાયાથી ન કરે - કરાવે - અનુમોદે. ત્રિવિધ-એકવિધે - મનથી કે વચનથી કે કાયાથી કરે - કરાવે - અનુમોદે નહીં. દ્વિવિધ-ત્રિવિધે - મન, વચન, કાયાથી ન કરે, ન કરાવે અથવા ન કરે, ન અનુમોદે અથવા ન કરાવે, ન અનુમોદે. દ્વિવિધ દ્વિવિધે – ન કરે, ન કરાવેમાં ત્રણ ભેદે મન, વચન અથવા મન, કાયા અથવા વચન, કાયા. પછી ન કરે, ન અનુમોદેમાં ત્રણ ભેદ – મન, વચન અથવા મન, કાયા અથવા વચન, કાયા. પછી ન કરાવે, ન અનુમોદેમાં ત્રણ ભેદ – મન, વચન અથવા મન, કાયા અથવા વચન, કાયા.
દ્વિવિધ એકવિધે પ્રતિક્રમે તો (નવ ભેદ) ન કરે, ન કરાવે સાથે ત્રણ ભેદ મનથી કે વચનથી કે કાયાથી. પછી ન કરે, ન અનુમોદે સાથે ત્રણ ભેદ-મનથી કે વચનથી કે કાયાથી. પછી ન કરાવે, ન અનુમોદે સાથે ત્રણ ભેદ-મનથી કે વચનથી કે કાયાથી. એકવિધ ત્રિવિધે પ્રતિક્રમતા(ત્રણ ભેદ)મન, વચન, કાયા થકી–(૧) ન કરે, (૨) ન કરાવે, (૩) ન અનુમોદે. (ત્રણેને ક્રમશઃ જોડવા)
એકવિધ દ્વિવિધે પ્રતિક્રમતા (નવ ભેદ) ‘ન કરે’ સાથે ત્રણ ભેદ – મનથી, વચનથી અથવા મનથી, કાયાથી અથવા વચનથી, કાયાથી. પછી ‘ન કરાવે’ સાથે ત્રણ ભેદ-મનથી, વચનથી, અથવા મનથી, કાયાથી અથવા વચનથી, કાયાથી. પછી ‘ન અનુમોદે’ સાથે ત્રણ ભેદ – મનથી, વચનથી અથવા વચનથી, કાયાથી અથવા મનથી, કાયાથી. એકવિધ એકવિધે પ્રતિક્રમતા (નવ ભેદ) ‘ન કરે’ સાથે ત્રણ ભેદ – મન કે વચન કે કાયાથી, આ જ ત્રણ ભેદ ‘ન કરાવે’માં અને આ જ ત્રણ ભેદ ‘ન અનુમોદે’માં જોડતાં નવ ભેદ થશે.
[ઉક્ત રીતે કુલ ૪૯ ભેદે પ્રતિક્રમતો થઈ શકે.] પ્રત્યુત્પન્નને સંવરતા શું ત્રિવિધ ત્રિવિધે સંવરે? એ પ્રમાણે. જેમ પ્રતિક્રમતામાં ૪૯ ભાંગા કહ્યા. તેમ અહીં પણ કહેવા.
અનાગતનું પચ્ચક્ખાણ કરતા શું ત્રિવિધ-ત્રિવિધે પચ્ચક્ખાણ કરે? ઉપર મુજબ જ ૪૯ ભાંગા કહેવા યાવત્ અથવા કાયા વડે કરતાની અનુમોદના ન કરે. [એ રીતે ૪૯ X ૩ = ૧૪૭ ભંગ થયા.]
ભગવન્! જે શ્રાવકે પૂર્વે સ્થૂલ મૃષાવાદનું પચ્ચક્ખાણ કરેલ નથી, પણ પછી હે ભગવન્! પચ્ચક્ખાણ કરે (ઈત્યાદિ) જેમ પ્રાણાતિપાત ૧૪૭ ભાંગા મૃષાવાદના પણ કહેવા. એ પ્રમાણે (સ્થૂળ) અદત્તાદાનના, સ્થૂળ મૈથુનના, સ્થૂળ પરિગ્રહના પણ યાવત્ કાયા વડે કરનારને ન અનુમોદે સુધી કહેવા. શ્રમણોપાસક આવા પ્રકારે હોય છે, પણ આજીવિકોપાસક આ પ્રમાણે હોતા નથી.
[૪૦૩] આજીવિક સિદ્ધાંતનો આ અર્થ છે કે – સર્વે જીવ અક્ષીણ પરિભોજી હોય છે, તેથી તેમને હણીને, છેદીને, ભેદીને, લુપ્ત કરીને, વિલુપ્ત-નષ્ટ કરીને, મારીને આહાર કરે છે. તેમાં આ બાર આજીવિક-ઉપાસકો હોય. તે આ–તાલ, તાલપ્રલંબ, ઉદ્વિધ, સંવિધ, અવવિધ, ઉદય, નામોદય, નર્મોદય, અનુપાલક, શંખપાલક, અયં-બુલ, કાતરક. આ બાર આજીવિકોપાસકો છે, તેના દેવ અરિહંત છે, તે માતા-પિતાની સેવા કરે છે, તેઓ પાંચ પ્રકારના ફળથી વિરત છે– ઉદુંબર, વડ, બોર, સત્તર, પીપલના ફળ તથા ડુંગળી, લસણ અને કંદ-મૂળને પણ વર્જે છે. તથા અનિર્લાંછિત અને નાક નહીં નાથેલ બળદોથી ત્રસપ્રાણીની હિંસારહિત આજીવિકા કરતા વિચરે છે.
જ્યારે આ આજીવિકોપાસકો પણ આમ ઈચ્છે છે, તો પછી જે આ શ્રાવકો છે, તેના વિશે તો કહેવાનું જ શું હોય? શ્રાવકોને આ ૧૫-કર્માદાન સ્વયં કરવા, કરાવવા કે કરનારને અનુમોદવા કલ્પતા નથી. તે આ– અંગારકર્મ વનકર્મ, શાકટિકકર્મ, ભાટીકર્મ, સ્ફોટક કર્મ, દંતવાણિજ્ય, લાખવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, વિષ-વાણિજ્ય, યંત્ર પીલણ કર્મ, નિર્લાંછનકર્મ, દાવાગ્નિદાપનતા, સર-દ્રહ-તળાવશોષણતા, અસીતપોષણતા. આ શ્રાવકો શુક્લ શુક્લાભિજાત, થઈને કાળ માસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
[૪૦૪] દેવલોક કેટલા પ્રકારે છે? ચાર પ્રકારે છે. તે આ – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્, વૈમાનિક, ભગવન્! તેમજ છે (૨).
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit