Pramāṇa · Search · About · API

Viyahapannatti 595

Viyāhapannatti: ṭīkānusārī vivecana 595

Language
Gujarati

595

‘ભગવતી’ સૂત્ર-૪૦૫ :– [૮/૬/૪૦૫]
ભગવન્‌! તથારૂપ શ્રમણ કે માહણને પ્રાસુક, એષણીય અશન-પાન-ખાદિમ-સ્વાદિમથી પ્રતિલાભતા શ્રાવકને શું મળે? ગૌતમ! એકાંતે નિર્જરા થાય અને પાપ કર્મનો કોઈ બંધ ન થાય.
ભગવન્‌! તથારૂપ શ્રમણ કે માહણને અપ્રાસુક અને અનેષણીય અશન-પાન યાવત્‌ પ્રતિલાભતા શ્રાવકને શું મળે? ગૌતમ! તે ઘણી નિર્જરા કરે અને અલ્પકર્મબંધ કરે.
ભગવન્‌! તથારૂપ અસંયત, અવિરત, અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મીને પ્રાસુક કે અપ્રાસુક, એષણીય કે અનેષણીય અશન-પાન વડે યાવત્‌ તે શ્રાવકને શું મળે? ગૌતમ! એકાંતે તેને પાપકર્મ બંધ થાય, જરા પણ નિર્જરા તેને ન થાય.

Linked texts (1)