Viyahapannatti 596
Viyāhapannatti: ṭīkānusārī vivecana 596
- Language
- Gujarati
596
વિવેચન :–૪૦૫
કિં કજ્જઈ - શું ફળ મળે. એગંતસો - એકાંતે તે શ્રાવકને, પાપકર્મનો બંધ થતો નથી. - X - બહુતરિય - પાપકર્મ અપેક્ષા ઘણું, અપ્પતરાએ - નિર્જરાઅપેક્ષાએ ઘણું ઓછું. અર્થ આ છે કે – ગુણવંત પાત્રને અપ્રાસુકાદિ દ્રવ્ય દાનથી ચારિત્રને ઉપકારી અને જીવઘાતના વ્યવહારથી તેને ચારિત્રની બાધા થાય છે. તેમાં ચારિત્રને ઉપકારીત્વથી નિર્જરા અને જીવઘાતાદિથી પાપકર્મ થાય. તેમાં સ્વહેતુ સામર્થ્યથી પાપની અપેક્ષાએ નિર્જરા ઘણી વધારે થાય છે. નિર્જરાની અપેક્ષાએ પાપ ઘણું ઓછું થાય છે.
અહીં વિવેચકો માને છે કે અનિર્વાહાદિ કારણે જ અપ્રાસુકાદિ દાનથી ઘણી નિર્જરા થાય, અકારણે નહીં, કેમકે કહ્યું છે કે – નિર્વાહ થતો હોય ત્યારે અશુદ્ધ લેનાર-દેનાર બંનેનું અહિત છે, બીમારી આદિમાં કે નિર્વાહ ન થતો હોય તો હિતકર છે.
બીજા કહે છે – અકારણે પણ ગુણવાન્ પાત્રને અપ્રાસુક આદિ દાનમાં પરિણામ વશથી ઘણી નિર્જરા અને અલ્પ પાપકર્મ થાય છે. સૂત્રના નિર્વિશેષણપણાથી અને પરિણામના પ્રમાણત્વથી આમ કહ્યું. કહે છે કે – સમસ્ત ગણિપિટક સ્મારિત સાર એવા ઋષિઓના પરમ રહસ્ય નિશ્ચયને આશ્રીને (આવા દાનમાં) પરિણામ એ જ પ્રમાણ.
વળી પૂર્વે જે કહ્યું કે – નિર્વાહમાં અશુદ્ધ દાન એ લેનાર-દેનાર બંનેના અહિત માટે છે તે ગ્રાહકને વ્યવહારથી સંયમ વિરાધના અને દેનારને લોભીના દૃષ્ટાંત - X - દેનારને અલ્પ શુભાયુષ્કતાના નિમિત્તત્વથી છે. અલ્પ એવું શુભાયુ પણ અહિતકર છે. અપ્રાસુકાદિ દાનથી અલ્પાયુપણાના ફળને કહેતું સૂત્ર પૂર્વે અર્ચેલ જ છે - તેથી અહીં તત્ત્વ શું? તે કેવલી જાણે.
ત્રીજા સૂત્રમાં અસંયત, અવિરતાદિ ગુણરહિત પાત્ર કહ્યા. તેમને દાનથી પાપકર્મ ફળ, નિર્જરાનો અભાવ કહ્યો. કેમકે અસંયમ ઉપકારીતાથી તુલ્ય ફળ છે. પ્રાસુકમાં અહિંસા, અપ્રાસુકમાં હિંસા થાય તેની વિવક્ષા અહીં કરી નથી. - X - ત્રણે પણ સૂત્રોમાં મોક્ષાર્થે જ દાન, તેની વિચારણા કરે છે. તેમાં અનુકંપા કે ઔચિત્ય દાનની વિચારણા નથી - X - X - મોક્ષાર્થે જે દાન છે, તે માટે વિધિ કહી જ છે, પણ અનુકંપા દાનનો નિષેધ નથી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit