Viyahapannatti 602
Viyāhapannatti: ṭīkānusārī vivecana 602
- Language
- Gujarati
602
વિવેચન :–૪૦૮, ૪૦૯
ઝિયાયમાણ-બળતો, સળગતો. પદીવ-પ્રદીપ, દીપયષ્ટિ આદિ સમુદાય, લટ્ઠિ-દીપયષ્ટિ,વત્તિ -વાટ દીવચંપએ - દીવાઢાંકણ, જોઈ - અગ્નિ. - જ્વલન પ્રસ્તાવથી આમ કહે છે- અગાર-કુટીઘર, કુડુ-ભીંત, કડણ -ત્રટ્ટિકા, ધારણ- બલહરણના આધારભૂત થૂણા-થંભ, બલહરણ - ધારણની ઉપરનું તીર્છુ કાષ્ઠ-પાટકો, વંસ - વાંસની પટ્ટી, મલ્લ - ભીંતના ટેકણ થાણુઓ કે બલહરણને ધારણના ટેકાઓ કે છિત્વરના આધારભૂત ઉર્ધ્વ રહેલા કાષ્ઠ, વાગ - વાંસના બંધનભૂત વટાદિની છાલ, છિત્તર - વંશાદિમય છાદનાધારભૂત કિલિંજ. - X -
એમાં બીજા શરીરને આશ્રીને જ્વલનક્રિયા છે. જીવનું અને નારકોનું પર શરીર ઔદારિકાદિ આશ્રીને હોય, તેથી ક્રિયા કહે છે –
બીજાના ઔદારિક શરીરને આશ્રીને જીવને કેટલી ક્રિયા? કદાચ ત્રણ ઈત્યાદિ જો એક જીવ અન્ય પૃથ્વી આદિના સંબંધે ઔદારિક શરીરને આશ્રીને કાયનો વ્યાપાર કરે ત્યારે ત્રણ ક્રિયા - કાયિકી, અધિકરણિકી, પ્રાદ્વેષિકી. આ પરસ્પર અવિનાભૂતત્તવ હોવાથી ત્રણ ક્રિયા, આ અવિનાભાવ, અધિકૃતક્રિયા અવીતરાગને જ છે, બીજાને નહીં. કેમકે તથાવિધ કર્મબંધનો હેતુ છે. અવીતરાગ - કાયના અધિકરણત્વ અને પ્રદ્વેષાન્વિતત્વથી કાયક્રિયા સદ્ભાવે બીજા બેનો અવશ્ય સંભવ છે - X - પ્રજ્ઞાપનામાં આ માટે કહ્યું છે – જે જીવ કાયિકી ક્રિયા કરે છે, તે નિયમા અધિકરણિકી ક્રિયા કરે છે, જે અધિકરણિકી ક્રિયા કરે છે, તે નિયમા કાયિકી ક્રિયા કરે છે. ઈત્યાદિ તથા આદ્ય ત્રણ ક્રિયાના સદ્ભાવે ઉત્તર બે ક્રિયાની ભજના. કહ્યું છે –
જે જીવ કાયિકી ક્રિયા કરે છે, તેને પારિતાપનિકી ક્રિયા હોય કે ન હોય ઈત્યાદિ. તેથી જો કાય વ્યાપાર દ્વારથી આદ્ય ત્રણ ક્રિયા જ હોય તો તે પરિતાપતો નથી, અતિપાત કરતો નથી, ત્યારે ત્રણ ક્રિયાવાળો જ હોય, તેથી ત્રણ ક્રિયા કહી. જો પરિતાપે તો ચાર ક્રિયા સંભવે, અતિપાત કરે તો પાંચ ક્રિયા સંભવે કેમકે તેમાં પૂર્વ ક્રિયાનો અવશ્ય ભાવ હોય છે. - X - તેથી જ કહ્યું કે કદાચ ત્રણ ક્રિયા, કદાચ ચાર ક્રિયા. વીતરાગ અવસ્થાને આશ્રીને અક્રિય હોય. કેમકે વીતરાગત્વથી તેને અધિકૃત ક્રિયા ન હોય.
નારક, જેનાથી ઔદારિક શરીરવાળા પૃથ્વી આદિને સ્પર્શે, પરિતાપે કે વિનાશ કરે, ત્યારે ઔદારિકથી કદાચ ૩ ક્રિયા આદિ હોય, પણ અક્રિયત્વ ન હોય. કેમકે અવીતરાગને અવશ્ય ક્રિયા હોય. બધાં અસુરાદિમાં ત્રણ ક્રિયાદિ કહેવું. જીવની જેમ મનુષ્યમાં અક્રિયત્વ કહેવું. કેમકે જીવપદમાં અને સિદ્ધની અપેક્ષાએ અક્રિયત્વ કહ્યું છે.
ઔદારિક શરીરો વડે, એમ બહુત્વ અપેક્ષાએ આ બીજો દંડક છે. એ રીતે જીવના એકપણાથી બે દંડક છે, એ પ્રમાણે જીવના બહુત્વ થકી બીજા બે દંડક છે. તે રીતે ઔદારિક શરીરાપેક્ષાએ ચાર દંડકો છે.
જીવને બીજાના વૈક્રિય શરીર આશ્રીને કેટલી ક્રિયા? કહે છે – કદાચ ત્રણ કે ચાર. અહીં પાંચ ક્રિયા ન કહેવી. વૈક્રિયશરીરીનો પ્રાણાતિપાત કરવો અશક્ય છે. કેમકે અહીં અવિરતિ માત્રની વિવક્ષા કરી છે, એ રીતે જેમ વૈક્રિય, તેમ આહારક, તૈજસ, કાર્મણ પણ કહેવા.
આના વડે આહારકાદિ ત્રણ શરીરને આશ્રીતને ચાર દંડક વડે નૈરયિકાદિ જીવોનું ત્રિક્રિયત્વ, ચતુષ્ક્રિયત્વ કહ્યું, પંચક્રિયત્વ ન કહ્યું કેમકે મારવાનું અશક્ય છે. હવે નારકના અધોલોક વર્તિત્વથી, આહારક શરીરના મનુષ્યલોક વર્તિત્વથી તે ક્રિયાનું વિષયત્વ નથી. - આહારક શરીરને આશ્રીને નારક કઈ રીતે ત્રિક્રિય કે ચતુષ્ક્રિય કહ્યા? જ્યાં સુધી પૂર્વ શરીર છોડેલ નથી, જીવ નિર્વર્તિત પરિણામને છોડતો નથી. ત્યાં સુધી પ્રજ્ઞાપના નય મતથી નિર્વર્તક જીવ જ કહેવાય છે. નારકના પૂર્વભવનો દેહ નારકની જેમજ, તદ્દેશથી મનુષ્યલોકવર્તી, અસ્થિ આદિ રૂપથી જો આહારક શરીરને સ્પર્શે કે પરિતાપે, તો આહારક દેહથી નારક ત્રિક્રિય કે ચતુષ્ક્રિય થાય. કાયિકી ભાવે બીજા બેનો અવશ્ય સંભવ છે, પારિતાપનિકી ભાવે આદ્ય ત્રણનો અવશ્ય સંભવ છે એ રીતે અહીં બીજા પણ વિષય જાણવા. જે તૈજસ, કાર્મણ શરીર અપેક્ષાએ જીવોને પરિતાપકત્વ તે ઔદારિકાદિને આશ્રીને જાણવા. સ્વરૂપથી તે બંનેને પરિતાપવા અશક્ય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit