Viyahapannatti 601
Viyāhapannatti: ṭīkānusārī vivecana 601
- Language
- Gujarati
601
‘ભગવતી’ સૂત્ર-૪૦૮, ૪૦૯ :– [૮/૬/૪૦૮, ૪૦૯]
[૪૦૮] ભગવન્! બળતા દીવામાં શું બળે છે? દીવો બળે છે, દીવી બળે છે, વાટ બળે છે, તેલ બળે છે, દીપ-ઢાંકણ બળે છે, કે જ્યોતિ બળે છે? ગૌતમ! દીવો યાવત્ દીપ-ઢાંકણ નહીં, પણ જ્યોતિ બળે છે.
ભગવન્! બળતા ઘરમાં શું બળે છે? ઘર, ભીંત, ડાભનું છાદન, ધારણ, બલહરણ, વાંસ, મલ્લ, વર્ગ, છપ્પર, છાદન કે જ્યોતિ બળે છે? ગૌતમ! ઘર નથી બળતું, ભીંતો નથી બળતી યાવત્ છાદન પણ નથી બળતું, કેવળ જ્યોતિ બળે છે.
[૪૦૯] ભગવન્! જીવ ઔદારિક શરીરને આશ્રીને કેટલી ક્રિયાવાળા છે? ગૌતમ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયાવાળા અને કોઈ અક્રિય છે. - - ભગવન્! નૈરયિક (બીજાના) ઔદારિક શરીરને આશ્રીને કેટલી ક્રિયાવાળા છે? ગૌતમ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ.
ભગવન્! અસુરકુમાર (બીજાના) ઔદારિક શરીરથી કેટલી ક્રિયાવાળા છે? પૂર્વવત્. યાવત્ વૈમાનિક સુધી. મનુષ્ય, જીવવત્ જાણવા.
ભગવન્! જીવ, ઔદારિક શરીરોથી કેટલી ક્રિયાવાળા છે? ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા યાવત્ કદાચ અક્રિય. - - ભગવન્! નૈરયિક, ઔદારિક શરીરોથી કેટલી ક્રિયા છે? એ પ્રમાણે જેમ પ્રથમ દંડકમાં કહ્યું, તેમ અહીં પણ બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. વિશેષમાં મનુષ્ય, જીવવત્ છે.
ભગવન્! ઘણાં જીવો ઔદારિક શરીરથી કેટલી ક્રિયાવાળા છે? ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળા યાવત્ અક્રિય. ભગવન્! ઘણાં નૈરયિકો, ઔદારિક શરીરથી કેટલી ક્રિયાવાળા છે? એ પ્રમાણે અહીં પણ પહેલા દંડકની જેમ વૈમાનિક સુધી કહેવું, મનુષ્યો જીવોવત્ છે.
ભગવન્! ઘણાં જીવો, (બીજાના) ઔદારિક શરીરોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા છે? ગૌતમ! ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળા અથવા અક્રિય પણ હોય. - ભગવન્! ઘણાં નૈરયિકો (બીજાના) ઔદારિક શરીરોની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા છે? ગૌતમ! ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળા, એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. વિશેષ આ - મનુષ્યો, જીવોવત્ જાણવા.
ભગવન્! એક જીવ વૈક્રિય શરીર આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય? ગૌતમ! કદાચ ત્રણ, કદાચ ચાર ક્રિયાવાળો કે અક્રિય હોય. - ભગવન્! એક નૈરયિક, વૈક્રિય શરીર આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય? ગૌતમ! કદાચ ત્રણ, કદાચ ચાર ક્રિયાવાળો. એ પ્રમાણે યાવત્ વૈમાનિક. વિશેષ આ – મનુષ્ય, જીવવત્ જાણવા. એ રીતે ઔદારિક શરીર માફક અહીં પણ ચાર દંડકો કહેવા. વિશેષ આ – પાંચમી ક્રિયા ન કહેવી, બાકી પૂર્વવત્.
એ રીતે વૈક્રિય માફક આહારક, તૈજસ, કાર્મણ પણ કહેવા. એક-એકના ચાર દંડકો કહેવા. યાવત્ ભગવન્! વૈમાનિક કાર્મણ શરીર વડે કેટલી ક્રિયાવાળો હોય? ગૌતમ! ત્રણ કે ચાર. ભગવન્! તેમજ છે (૨).
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit