Pramāṇa · Search · About · API

Viyahapannatti 604

Viyāhapannatti: ṭīkānusārī vivecana 604

Language
Gujarati

604

‘ભગવતી’ સૂત્ર-૪૧૦, ૪૧૧ :– [૮/૭/૪૧૦, ૪૧૧]
[૪૧૦] તે કાળે, તે સમયે રાજગૃહનગર હતું - વર્ણન. ગુણશીલ ચૈત્ય હતું – વર્ણન યાવત્‌ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ગુણશીલ ચૈત્ય સમીપે ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. - - તે કાળે, તે સમયે આદિકર શ્રમણ ભગવંત મહાવીર યાવત્‌ પધાર્યા, યાવત્‌ પર્ષદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના ઘણાં શિષ્ય સ્થવિરો જાતિસંપન્ન, કુળસંપન્ન આદિ જેમ બીજા શતકમાં યાવત્‌ જીવિતાશા-મરણ ભયથી મુક્ત, ભગવંત મહાવીર સમીપે ઉર્ધ્વજાનુ, અધોશિર, ધ્યાનરૂપી કોઠામાં રહીને સંયમ અને તપથી આત્માને ભાવતા યાવત્‌ વિચરતા હતા.
ત્યારે તે અન્યતીર્થિકો, જ્યાં સ્થવિર ભગવંતો હતા ત્યાં આવ્યા, આવીને સ્થવિર ભગવંતોને આમ કહ્યું – હે આર્યો! તમે ત્રિવિધ ત્રિવિધે અસંયત, અવિરત, અપ્રતિહતાદિ જેમ સાતમાં શતકમાં બીજા ઉદ્દેશામાં કહ્યું યાવત્‌ એકાંતબાલ હતા. ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકને આમ કહ્યું – હે આર્યો! કયા કારણથી અમે ત્રિવિધ ત્રિવિધે અસંયત, અવિરત યાવત્‌ એકાંતબાલ હતા? ત્યારે તે અન્ય-તીર્થિકોએ તેમને આમ કહ્યું – હે આર્યો! તમે ત્રિવિધ, ત્રિવિધે અસંયત અવિરત યાવત્‌ એકાંતબાલ છો. ત્યારે તે સ્થવિરોએ તેમને આમ પૂછ્યું –
– હે આર્યો! કયા કારણથી અમે અદત્ત લઈએ છીએ, ખાઈએ છીએ, સ્વાદીએ છીએ? કે જેથી અમે અદત્ત લેનાર યાવત્‌ સ્વાદતા ત્રિવિધ ત્રિવિધે અસંયત યાવત્‌ એકાંતબાલ છીએ? ત્યારે તે અન્યતીર્થિકોએ સ્થવિર ભગવંતોને આમ કહ્યું – હે આર્યો! તમારા મતમાં દેવાતું - ન દેવાયું, ગ્રહણ કરાતું - ન ગ્રહણ કરાયું, પાત્રમાં નંખાતુ - ન નંખાયુ, એવું કથન છે. હે આર્યો! તમને અપાતો પદાર્થ, પાત્રમાં ન પડે તે પહેલાં વચ્ચે જ કોઈ તેને હરી લે, તો તમે કહો છો કે, તે ગૃહપતિના પદાર્થનું અપહરણ થયું, તમારા નહીં. તેથી તમે અદત્ત ગ્રહણ કરો છો યાવત્‌ અદત્તની અનુમતિ આપો છો. તેથી તમે અદત્ત ગ્રહતા એકાંતબાલ છો.
ત્યારે તે સ્થવિરોએ તે અન્યતીર્થિકને આમ કહ્યું – હે આર્યો! અમે અદત્ત લેતા નથી, ખાતા નથી, અનુમોદતા નથી. હે આર્યો! અમે દીધેલું જ લઈએ-ખાઈએ-અનુમોદીએ છીએ. તેથી અમે દીધેલું લેનાર દીધેલું ખાનાર, દીધેલું સ્વાદનાર ત્રિવિધ ત્રિવિધે સંયત, વિરત, પ્રતિહત એમ જે શતક-૭-માં યાવત્‌ એકાંત પંડિત છીએ. ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આમ કહ્યું – કયા કારણથી હે આર્ય! તમે દીધેલું ગ્રહણ કરો છો યાવત્‌ અનુમોદો છો, તેથી તમે યાવત્‌ એકાંત પંડિત છો?
ત્યારે તે સ્થવિર ભગવંતોએ, તેઓને આમ કહ્યું કે – હે આર્યો! દેવાતું-દીધું, ગ્રહણ કરાતું-ગ્રહ્યું, પાત્રમાં મુકાતું-મુકાયું એ અમારો મત છે. તેથી હે આર્યો! અમે દીધેલું ગ્રહણ કરતા, પાત્રમાં પડેલ નથી, તેની વચ્ચે કોઈ તેને હરી લે, તો તે પદાર્થ અમારો હરાયો કહેવાય છે, ગૃહસ્થનો નહીં, તેથી અમે દીધેલું ગ્રહણ કરતા-ખાતા-અનુમોદતા એવા - યાવત્‌ - ત્રિવિધ ત્રિવિધે સંયત યાવત્‌ એકાંત પંડિત છીએ. ખરેખર તો હે આર્યો! તમે પોતે જ ત્રિવિધ ત્રિવિધે અસંયત યાવત્‌ એકાંતબાલ છો.
ત્યારે તે અન્યતીર્થિકોએ, તે સ્થવિરોને આમ પૂછ્યું – હે આર્યો! કયા કારણે અમે ત્રિવિધ યાવત્‌ એકાંતબાલ છીએ. ત્યારે સ્થવિર ભગવંતે તેમને કહ્યું – હે આર્યો! તમે અદત્ત ગ્રહણ કરો છો આદિ. માટે હે આર્યો! તમે એકાંતબાલ છો ત્યારે તે અન્યતીર્થિકોએ, તે સ્થવિરોને આમ પૂછ્યું – કયા કારણે અમે અદત્ત ગ્રહણ કરતા યાવત્‌ એકાંતબાલ છીએ? ત્યારે તે સ્થવિરોએ તેમને કહ્યું – હે આર્યો! તમારા મતે દેવાતું - ન દેવાયુ, યાવત્‌ તે ગાથાપતિનું છે, તમારું નહીં, તેથી તમારા મતે અદત્ત લો છો. તેમજ પૂર્વવત્‌ તમે એકાંતબાલ છો. ત્યારે અન્યતીર્થિકે તેમને કહ્યું –
હે આર્યો! તમેજ ત્રિવિધ-ત્રિવિધ અસંયત યાવત્‌ એકાંતબાલ છો. ત્યારે સ્થવિરોએ, તે અન્યતીર્થિકને પૂછ્યું – કયા કારણે અમે ત્રિવિધે અસંયત યાવત્‌ એકાંતબાલ છીએ? ત્યારે તેઓએ સ્થવિરોને કહ્યું – હે આર્યો! ગમન કરતા એવા તમે, પૃથ્વીકાયિકોને દબાવો છો, હણો છો, પગથી લાત મારો છો, સંઘાત કરો છો, સંઘટ્ટો છો, પરિતાપના-કીલામણા-ઉપદ્રાવિત કરો છો, આ કારણથી તમે ત્રિવિધે અસંયત, અવિરત યાવત્‌ એકાંતબાલ છો. ત્યારે તે સ્થવિરોએ તેમને આમ કહ્યું –
હે આર્યો! અમે ચાલતી વખતે પૃથ્વીકાયિકોને દબાવતા નથી યાવત્‌ ઉપદ્રવિત કરતા નથી. હે આર્યો! અમે ગમન કરતી વેળા કાયને, જોગને કે સંયમ(ઋતુ)ને આશ્રીને દેશથી દેશ, પ્રદેશથી પ્રદેશ જઈએ છીએ. અમે તે દેશથી દેશ, પ્રદેશથી પ્રદેશ જતાં પૃથ્વીકાયિકને દબાવતા યાવત્‌ ઉપદ્રવિત કરતા નથી. તેથી અમે પૃથ્વીકાયિકને ન દબાવતા, ન હણતા યાવત્‌ ઉપદ્રવિત ન કરતા ત્રિવિધ ત્રિવિધે સંયત યાવત્‌ એકાંત પંડિત છીએ, હે આર્યો! તમે પોતે જ ત્રિવિધ ત્રિવિધેન અસંયત યાવત્‌ બાલ છો.
ત્યારે તે અન્યતીર્થિકોએ સ્થવિર ભગવંતને એમ કહ્યું – હે આર્યો! કયા કારણથી, અમે ત્રિવિધ ત્રિવિધે યાવત્‌ એકાંતબાલ છીએ? ત્યારે તે સ્થવિરોએ તેમને કહ્યું – હે આર્યો! તમેજ ગમન કરતી વેળાએ પૃથ્વીકાયિકોને દબાવો યાવત્‌ ઉપદ્રવિત કરતા ત્રિવિધ ત્રિવિધે યાવત્‌ એકાંતબાલ છો. ત્યારે તે અન્યતીર્થિકોએ સ્થવિરોને એમ કહ્યું – તમારા મતે જાતો એવો - ન ગયો, ઉલ્લંઘતાને ન ઉલ્લંઘતો, રાજગૃહનગર પહોંચવાની ઈચ્છાવાળાને અસંપ્રાપ્ત કહો છો૦ (ત્યારે સ્થવિરોએ કહ્યું) હે આર્યો! અમારા મતે જતા એવાને - ગયો, ઉલ્લંઘતાને ઉલ્લંઘ્યો, રાજગૃહનગર પહોંચવાની ઈચ્છાવાળાને સંપ્રાપ્ત થયો જ કહેવાય છે. પરંતુ તમારા મતે જ જતો એવો - ન ગયો, ઉલ્લંઘતો એવો ન ઉલ્લંઘ્યો યાવત્‌ રાજગૃહનગર અસંપ્રાપ્ત કહો છો. ત્યારપછી તે સ્થવિર ભગવંતોએ, તે અન્યતીર્થિકોને એ રીતે નિરુત્તર કર્યા, કરીને ગતિપ્રવાદ નામે અધ્યયન પ્રરૂપ્યું.
[૪૧૧] ભગવન્‌! ગતિપ્રવા કેટલા પ્રકારે છે? ગૌતમ! પાંચ પ્રકારે છે. તે આ – પ્રયોગગતિ, તતગતિ, બંધનછેદનગતિ, ઉપપાત ગતિ, વિહાયગતિ. અહીંથી આરંભી આખું પ્રયોગપદ કહેવું. - - ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે૦

Linked texts (1)