Pramāṇa · Search · About · API

Viyahapannatti 605

Viyāhapannatti: ṭīkānusārī vivecana 605

Language
Gujarati

605

વિવેચન :–૪૧૦, ૪૧૧
અજ્જો - હે આર્યો! તિવિહં૦ - ત્રણ કરણ અને ત્રણ યોગને આશ્રીને. અદિન્નં સાઈજ્જહ - અદત્તં સ્વાદો - અનુમતિ આપો છો. દિજ્જમાણે અદત્તં - દેવાતું-ન દીધું. - X - દેવાતું એ દીધું ન કહેવાય, દીધેલું જ દીધું કહેવાય, એમ કહે છે. એ રીતે ‘ગ્રહણ કરાતું’ આદિમાં પણ જાણવું. તેમાં ‘દીયમાન’ તે દેનારની અપેક્ષાએ, ‘પ્રતિગૃહ્યમાણ’ તે ગ્રાહકની અપેક્ષાએ અને ‘નિસૃજ્યમાણ’ એટલે ‘નંખાતુ’ એ પાત્રની અપેક્ષાએ છે. અંતરે - અવસરે.
આ અભિપ્રાય છે – જો દેવાતો પદાર્થ પાત્રમાં પડે તો ‘દીધું’ કહેવાય, ત્યારે તે દેવાતા પાત્રમાં પડે તે રૂપ ગ્રહણ કર્યુ કહેવાય. જો દેવાતું તે ‘ન દીધુ’ કહે ત્યારે પાત્રમાં પડે તેને લેવું તે પણ અદત્ત એમ કહેવાય.
ઉત્તર વાક્યમાં નિર્ગ્રન્થ કહે છે – અમારા મતે ‘દેવાતું તે દીધું’ ઈત્યાદિ કહ્યું, તે ક્રિયાકાળ-નિષ્ઠાકાળના અભેદથી દીયમાનત્વાદિને દત્તત્વ આદિ જાણવું. વળી ‘દીયમાન તે અદત્ત’ તે તમારા મતત્વથી છે માટે તમેજ અસંયતત્વાદિ ગુણવાળા છો. તેમ કહેતા (અન્યતીર્થિકો જે કહે છે. તેના અનુસંધાને) સ્થવિરો તેમને જણાવે છે કે – તુજ્ઝે ણં અજ્જો! ૦
રીય - ગમન, રીયમાણ - જતો, ગમન કરતો. પુઢવિં પેચ્ચેહ - પૃથ્વીને આક્રામે-દબાવે છે. પગ વડે હણે છે, પાદાભિઘાતથી ઘસે છે - ભેગા કરે છે, ભૂમિ ઉપર શ્લિષ્ટ કરે છે - સંહત કરે છે, સંઘટ્ટે છે, પરિતાપે છે - સમન્તાત સંતાપ કરે છે, કિલામે છે - મારણાંતિક સમુદ્ઘાત પમાડે છે, ઉપદ્રવિત કરે છે - મારે છે. કાય - શરીરને આશ્રીને ઉચ્ચારાદિકાય કરવું. જોગં - ગ્લાન, વૈયાવૃત્ત્યાદિ વ્યાપારને આશ્રીને, રિયં - ઋતુ-સત્યને આશ્રીને - ‘અપ્‌કાયાદિ જીવ સંરક્ષણ સંયમને આશ્રીને’ અર્થ કરવો.
અમે વિવક્ષિત દેશમાં તે પૃથ્વી પરથી જતાં ઈર્યાસમિતિ પરાયણત્વથી સચિત્ત ભૂમિને છોડતા અને અચેતન ભૂમિથી જઈએ છીએ – એ અર્થ છે. એ રીતે પ્રદેશથી પ્રદેશ જઈએ છીએ. અહીં દેશ એટલે ભૂમિનો મોટો ખંડ અને પ્રદેશ એટલે નાનો ખંડ. - ઉક્ત ગુણ વડે અમે ગમન કરતા હોવાથી (અમે અસંયતાદિ નથી), પણ તમે અન્યતીર્થિકો જ પૃથ્વીને દબાવતા આદિથી અસંયતત્વાદિ ગુણોવાળા છે, તેમ જણાવે છે.
જેમાં ગતિની પ્રરૂપણા થાય, તે ગતિપ્રવાદ, અથવા ગતિની ક્રિયાનો જે પ્રપાત-પ્રપતન સંભવ-પ્રયોગાદિ અર્થોમાં વર્તન તે ગતિપ્રપાત, તેને કહેનારું અધ્યયન, તે ગતિપ્રપાત, તેની પ્રજ્ઞાપના કરી.
હવે ગતિપ્રપાતને ભેદથી કહેવાને માટે જણાવે છે – અહીં ગતિપ્રપાત ભેદના પ્રક્રમમાં જે ગતિભેદ કહેવા, તે તદ્ગતિ ધર્મપણાથી પ્રપાતના ગતિભેદ કહેવાથી ગતિપ્રપાત ભેદ જ કહેવાય છે. તેમાં પ્રયોગ સત્ય મન વગેરે પંદર પ્રકારો ગતિ-પ્રવૃત્તિ, તે ‘પ્રયોગગતિ’ કહેવાય.
તતગતિ - ગ્રામ, નગરાદિમાં જવાને પ્રવૃત્તપણાથી, ત્યાં પહોંચ્યા ન હોય, તેના અંતરાલ માર્ગમાં વર્તતા પ્રસારિત ક્રમથી અને વિસ્તારે જનારની ગતિ. અથવા તેના અવધિભૂત ગામ-નગરાદિમાં ગતિ.
આ સ્થાને આ સૂત્રથી આરંભીને પ્રજ્ઞાપનાના ૧૬-માં ‘પ્રયોગ પદ’માં ‘સે ત્તં વિહાયગઈ’ એ સૂત્ર સુધી આ કહેવું. તે આ પ્રમાણે છે – બંધનછેદન ગતિ, ઉપપાત ગતિ, વિહાયગતિ ઈત્યાદિ. તેમાં –
બંધન છેદન ગતિ – બંધન કે કર્મના છેદન - અભાવમાં જીવની શરીરથી શરીરની ગતિ તે. - - ઉપપાત ગતિ ત્રણ ભેદે, ક્ષેત્ર-ભવ-નો ભવના ભેદથી છે. તેમાં નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ, સિદ્ધોની જે ક્ષેત્રમાં ઉત્પાદને માટે ગમન તે ક્ષેત્રોપપાત ગતિ નારકાદિની સ્વભવે ઉપપાતરૂપ ગતિ, તે ભવોપપાતગતિ સિદ્ધ-પુદ્ગલનું ગમન માત્ર તે નોભવોપપાત ગતિ. વિહાયોગતિ તે સ્પૃશદ્ગત્યાદિ અનેકવિધ છે.

Linked texts (1)