Viyahapannatti 616
Viyāhapannatti: ṭīkānusārī vivecana 616
- Language
- Gujarati
616
વિવેચન :–૪૨૧
જંબૂદ્વીપમાં, દૂરે - જોવાના સ્થાનની અપેક્ષાએ વ્યવહિત દેશે, મૂલે - નીકટ, જોનારની પ્રતીતિની અપેક્ષાએ બે સૂર્યો દેખાય છે, દ્રષ્ટા પણ સ્વરૂપથી ઘણાં હજાર યોજન દૂર રહેલા સૂર્યને ઉગમતો કે અસ્ત પામતો જુએ છે. નીકટ છે, તેમ માને છે. તેના સ્થાને હોવા છતાં, તેમ માનતા નથી. મધ્ય એટલે મધ્યાહ્ન, મધ્યમ એટલે ગગનનો અંતર્વિભાગ. ગગન કે દિવસનો મધ્ય અંત, તે જે મુહૂર્ત્તમાં હોય તે મધ્યાંતિક, તેવું જે મુહૂર્ત્ત તે મધ્યાન્તિક મુહૂર્ત્ત. તે નીકટ દેશમાં હોવા છતાં જોનારના સ્થાનની અપેક્ષાએ દૂર-વ્યવહિત દેશે દ્રષ્ટાની પ્રતીતિની અપેક્ષાએ બે સૂર્યો દેખાય છે. જોનાર મધ્યાહ્ને ઉદય-અસ્તના દર્શનની અપેક્ષાએ સૂર્યને નીકટ જુએ છે. સૂર્ય ભૂમિથી ૮૦૦ યોજને રહેલો હોવા છતાં તેમ છે. વળી ઉદય-અસ્ત સમયે (તેને દૂર છે) તેમ માને છે. સમભૂતલ અપેક્ષાએ સર્વત્ર ૮૦૦ યોજન જ છે.
લેશ્યા-તેજના પ્રતિઘાતથી તે દેશથી દૂરતર માને છે, કેમકે લેશ્યા પ્રતિઘાતથી જ સુખદૃશ્યપણાથી દૂર રહેલ હોવા છતાં સૂર્ય સ્વરૂપ વડે નજીક હોય તેમ પ્રતીત થાય છે. તેજના અભિતાપથી મધ્યાહ્ને સૂર્ય નીકટ હોવા છતાં તેજવાળો જણાય છે, તેજના પ્રતાપથી દુર્દશ્યત્વથી નીકટ હોવા છતાં દૂર છે, તેવી પ્રતીતિ જન્મે છે.
અતીતક્ષેત્રના અતિક્રાંતત્વથી અતીત ક્ષેત્રમાં જતો નથી. વર્તમાન ક્ષેત્રમાં જાય છે, અનાગત ક્ષેત્રમાં જતો નથી. અહીં જે આકાશખંડને સૂર્ય સ્વતેજથી વ્યાપ્ત કરે, તેને ક્ષેત્ર કહેવાય છે.
ઓભાસંતિ - થોડો ઉદ્યોત કરે છે. પુટ્ઠ - તેજથી સ્પૃષ્ટ કરે. જાવ નિયમા છદ્દિંસિ - અહીં યાવત્ શબ્દથી આમ જાણવું. ભગવન્! શું તે અવગાઢને પ્રકાશે છે કે અનવગાઢને? ગૌતમ! અવગાઢને પ્રકાશે છે, અનવગાઢને નહીં. ભગવન્! તે કેટલી દિશાને પ્રકાશે છે? ઈત્યાદિ.
ઉજ્જોવેંતિ - અતિ ઉદ્યોતીત કરે છે. તવંત્તિ - ઉષ્ણ કિરણો વડે તપાવે છે. ભાસંતિ - શોભે છે. શિષ્યના હિતને માટે ઉક્તાર્થ બીજી રીતે કહે છે - ‘જંબૂ’ ઈત્યાદિ - અવભાસન આદિ ક્રિયા થાય છે. પુટ્ઠ - તેજ વડે સ્પર્શે છે. - X - પોતપોતાના વિમાનની ઉપર સો યોજન પ્રમાણ તાપક્ષેત્રને ઉંચે તપાવે છે. નીચે ૧૮૦૦ યોજનને તપાવે છે. તેમાં સૂર્યથી ૮૦૦ યોજન ભૂતલ અને ભૂતલથી ૧૦૦૦ યોજન નીચે અધોગ્રામ હોય છે, તેને યાવત્ ઉદ્યોતન કરવાથી (૧૮૦૦ કહ્યા.) સીયાલીસ૦ આદિ, સર્વોત્કૃષ્ટ દિવસે ચક્ષુના સ્પર્શની અપેક્ષાએ તીર્છા ક્ષેત્રમાં આ ઉદ્યોત જાણવો. સૂર્ય વક્તવ્યતા કહી, હવે તે સામાયથી જ્યોતિષ્ક કથન –
અંતો ણં ભંતે! અહીં જીવાભિગમની સાક્ષી આપી છે, તે સૂત્ર આ પ્રમાણે છે – કલ્પોપપન્નક, વિમાનોપપન્નક, ચારોપપન્નક, ચાર સ્થિતિક, ગતિરતિક, ગતિસમાપન્નક? ગૌતમ! તે દેવો ઉર્ધ્વોપપન્નક કે કલ્પોપપન્નક નથી, વિમાનોપપન્નક, ચારોપપન્નક છે. અર્થાત્ જ્યોતિષ્ ચક્ર ચરણોપલક્ષિત ક્ષેત્રોપપન્ન છે. ચાર - જ્યોતિષ્ અવસ્થાન ક્ષેત્ર, નો - નથી ચારમાં સ્થિતિ જેની તે, તેથી જ ગતિરતિક છે, એ જ કારણે ગતિસમાપન્નક છે. ઈત્યાદિ. આ સૂત્ર ક્યાં સુધી કહેવું – ‘ઉત્કૃષ્ટ છ માસ સુધી.’ કહ્યું, ત્યાં સુધી કહેવું - - આ પણ જાણવું –
ભગવન્! ઉપપાતથી ઈન્દ્રસ્થાનમાં કેટલા કાળનો વિરહ થાય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. જેમ જીવાભિગમમાં કહ્યું. અહીં પણ એ પ્રમાણે છે, તેમાં – ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ એ દેવો, હે ભગવન્! ઉર્ધ્વોપપન્નક? ઈત્યાદિ પ્રશ્નસૂત્ર છે. ઉત્તર આ છે – તે દેવો ઉર્ધ્વોપપન્નક કે કલ્પોપપન્નક નથી ઈત્યાદિ પૂર્વવત્.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit