Viyahapannatti 615
Viyāhapannatti: ṭīkānusārī vivecana 615
- Language
- Gujarati
615
‘ભગવતી’ સૂત્ર-૪૨૧ :– [૮/૮/૪૨૧]
ભગવન્! જંબૂદ્વીપમાં બે સૂર્યો ઉગવાના સમયે દૂર હોવા છતાં નીકટ દેખાય છે? મધ્યાહ્ન મુહૂર્ત્તે નજીક છતાં દૂર દેખાય છે? અને અસ્ત થવાના મુહૂર્ત્તે દૂર છતાં નજીક દેખાય છે? હા, ગૌતમ! જંબૂદ્વીપમાં સૂર્યો ઉગવાના સમયે દૂર છતાં યાવત્ અસ્ત સમયે - X - નજીક દેખાય.
ભગવન્! જંબૂદ્વીપમાં બે સૂર્યો ઉગવાના, મધ્યાહ્નના અને અસ્ત થવાના સમયે સર્વત્ર ઉંચાઈમાં સમ છે? હા, ગૌતમ! તેમજ છે. ભગવન્! જો જંબૂદ્વીપમાં બંને સૂર્યો ઉગવાના, મધ્યાહ્નના, અસ્તના સમયે સર્વત્ર ઉંચાઈમાં સમાન હોય તો, એમ કેમ કહ્યું કે – જંબૂદ્વીપમાં બે સૂર્યો ઉગવાના અને આથમવાના સમયે દૂર હોવા છતાં નજીક દેખાય? ગૌતમ! લેશ્યાના પ્રતિઘાતથી ઉગવાના સમયે દૂર હોવા છતાં નજીક દેખાય છે, મધ્યાહ્ન મુહૂર્ત્તે નજીક હોવા છતાં લેશ્યાના અભિતાપથી દૂર દેખાય છે અને લેશ્યા પ્રતિઘાતથી આથમવાના સમયે દૂર હોવા છતાં નજીક દેખાય છે, તેથી આમ કહ્યું.
ભગવન્! જંબૂદ્વીપમાં બે સૂર્યો કયા અતીત ક્ષેત્રમાં જાય છે, વર્તમાન ક્ષેત્રમાં જાય છે કે અનાગત ક્ષેત્રમાં જાય છે? ગૌતમ! તે અતીત કે અનાગત ક્ષેત્રમાં જતા નથી, પણ પ્રત્યુત્પન્ન ક્ષેત્રમાં જાય છે - - જંબૂદ્વીપમાં બે સૂર્યો શું અતીત ક્ષેત્રને પ્રકાશે છે, વર્તમાન ક્ષેત્રને પ્રકાશે છે કે અનાગત ક્ષેત્રને પ્રકાશે છે? ગૌતમ! તે અતીત કે અનાગત ક્ષેત્રને પ્રકાશિત નથી કરતા, પણ વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે.
ભગવન્! તે સ્પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશે છે કે અસ્પૃષ્ટ ક્ષેત્રને? ગૌતમ! સ્પૃષ્ટને પ્રકાશે છે, અસ્પૃષ્ટને નહીં યાવત્ નિયમા છ દિશાને. ભગવન્! જંબૂદ્વીપમાં બે સૂર્યો શું અતીત ક્ષેત્રને ઉદ્યોતીત કરે છે? પૂર્વવત્ યાવત્ નિયમા છ દિશાને, જાણવું.
ભગવન્! જંબૂદ્વીપમાં બે સૂર્યો શું અતીત ક્ષેત્રમાં ક્રિયા કરે છે, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે, અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરે છે? ગૌતમ! તે અતીત કે અનાગત ક્ષેત્રમાં ક્રિયા કરતો નથી, વર્તમાન ક્ષેત્રમાં ક્રિયા કરે છે. - - તે શું સ્પૃષ્ટમાં ક્રિયા કરે કે અસ્પૃષ્ટમાં? ગૌતમ! સ્પૃષ્ટમાં ક્રિયા કરે, અસ્પૃષ્ટમાં નહીં યાવત્ નિયમા છ દિશામાં.
ભગવન્! જંબૂદ્વીપમાં બે સૂર્યો કેટલાં ઉંચા ક્ષેત્રને તપાવે છે, કેટલા અધો ક્ષેત્રને તપાવે છે, કેટલા તીર્છા ક્ષેત્રને તપાવે છે? ગૌતમ! ૧૦૦ યોજન ઉર્ધ્વ ક્ષેત્રને તપાવે છે, ૧૮૦૦ યોજન અધો ક્ષેત્રને તપાવે છે, ૪૭૨૬૩/૨૧-૬૦ યોજન તીર્છા ક્ષેત્રને તપાવે છે.
ભગવન્! માનુષોત્તર પર્વતની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર, તારારૂપ દેવ છે, હે ભગવન્! તે દેવો, શું ઉર્ધ્વોપપન્નક છે? જેમ જીવાભિગમમાં કહ્યું, તેમ બધું સંપૂર્ણ કહેવું યાવત્ ઉત્કૃષ્ટ છ માસ.
ભગવન્! માનુષોત્તર પર્વતની બહાર બધું જીવાભિગમ અનુસાર કહેવું. યાવત્ હે ભગવન્! ઈન્દ્રસ્થાન કેટલો કાળ ઉપપાતથી વિરહિત કહ્યું છે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit