Viyahapannatti 633
Viyāhapannatti: ṭīkānusārī vivecana 633
- Language
- Gujarati
633
‘ભગવતી’ સૂત્ર-૪૩૦ :– [૮/૧૦/૪૩૦]
રાજગૃહનગરે યાવત્ આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! અન્યતીર્થિકો યાવત્ આ પ્રમાણે પ્રરૂપે છે – (૧) શીલ જ શ્રેય છે, (૨) શ્રુત જ શ્રેય છે, (૩) શ્રુત શ્રેય છે, (૪) શીલ શ્રેય છે. ભગવન્! આ કઈ રીતે સંભવે? – હે ગૌતમ! જે તે અન્યતીર્થિકો એમ કહે છે યાવત્ તેઓ મિથ્યા કહે છે, હે ગૌતમ! હું આ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે – એ પ્રમાણે મેં ચાર પુરુષો કહ્યા–
– તે આ – (૧) એક શીલસંપન્ન પણ શ્રુતસંપન્ન નહીં. (૨) શ્રુતસંપન્ન પણ શીલસંપન્ન નહીં. (૩) શીલસંપન્ન અને શ્રુતસંપન્ન. (૪) શીલસંપન્ન નહીં અને શ્રુતસંપન્ન નહીં. તેમાં જે પહેલો પુરુષજાત છે, તે પુરુષ શીલવાન્ છે, પણ શ્રુતવાન્ નથી, તે ઉપરત છે, પણ અવિજ્ઞાત ધર્મા છે. તેને ગૌતમ! હું દેસ આરાધક કહું છું.
તેમાં જે બીજો પુરુષજાત છે, તે પુરુષ શીલવાન્ નથી, પણ શ્રુતવાન્ છે. તે અનુપરત, વિજ્ઞાતધર્મા છે. ગૌતમ! તેને મેં દેશવિરાધક કહ્યો છે. તેમાં જે ત્રીજો પુરુષજાત છે, તે પુરુષ શીલવાન્ અને શ્રુતવાન્ છે. તે ઉપરત, વિજ્ઞાત ધર્મા છે. હે ગૌતમ! એ પુરુષને મેં સર્વારાધક કહ્યો છે. તેમાં જે ચોથો પુરુષ જાત છે, તે શીલવાન્ નથી, શ્રુતવાન્ નથી. તે અનુપરત, અવિજ્ઞાતધર્મા છે. ગૌતમ! આ પુરુષને મેં સર્વવિરાધક કહ્યો છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit