Pramāṇa · Search · About · API

Viyahapannatti 634

Viyāhapannatti: ṭīkānusārī vivecana 634

Language
Gujarati

634

વિવેચન :–૪૩૦
શીલ જ શ્રેય છે, શ્રુત જ શ્રેય છે, શીલ શ્રેય છે, શ્રુત શ્રેય છે. તેની ચૂર્ણિ અનુસાર વ્યાખ્યા - લોકસિદ્ધ ન્યાયે નિશ્ચયથી આ અન્ય તીર્થિકો કોઈક ક્રિયા માત્રથી જ અભિષ્ટ અર્થની સિદ્ધિ ઈચ્છે છે, જ્ઞાનનું કંઈ પણ પ્રયોજન નથી. કેમકે તે ચેષ્ટારહિત છે. - X - કહ્યું છે કે – ક્રિયા જ પુરુષને ફળદાયી છે, જ્ઞાન ફળદાયી નથી, જેમ સ્ત્રી અને ભક્ષ્યના ભોગનો જ્ઞાતા, માત્ર જ્ઞાનથી સુખી થતો નથી. તથા જેમ ચંદનના ભારને વહેતો ગધેડો ચંદનનો ભાગી થતો નથી, તેમ ચારિત્ર વિનાનો જ્ઞાની, જ્ઞાનના ભારથી સુગતિ પામતો નથી.
તેઓ પ્રરૂપે છે કે – શીલ શ્રેય છે, પ્રાણાતિપાતાદિથી વિરમણ, અધ્યયન-ધ્યાનાદિરૂપ ક્રિયા જ અતિ પ્રશસ્ય, શ્લાઘ્ય પુરુષાર્થ સાધકત્વથી છે. અથવા પુરુષાર્થ વિશેષાર્થીનો આશ્રય કરે છે. બીજા જ્ઞાનથી જ ઈષ્ટાર્થની સિદ્ધિ ઈચ્છે છે, ક્રિયાથી નહીં. જ્ઞાનરહિતને ક્રિયાવાન્‌ હોવા છતાં સિદ્ધિ નથી. કહ્યું છે કે – પુરુષોને વિજ્ઞાન ફળદાયી છે, ક્રિયા ફળદાયી નથી, મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્તને ફળનો વિસંવાદ છે તથા પહેલું જ્ઞાન, પછી દયા જ સર્વ સંયતોમાં રહે છે. અજ્ઞાની શું કરી શકે? પાપ કે પુન્યને શું જાણે? તેથી તેઓ પ્રરૂપે છે કે શ્રુતજ્ઞાન જ અતિ પ્રશસ્ય કે પુરુષાર્થ સિદ્ધ હેતુથી આશ્રણીય છે, શીલ નહીં.
બીજા વળી જ્ઞાન-ક્રિયા વડે અન્યોન્ય નિરપેક્ષતાથી ફળને ઈચ્છે છે. ક્રિયારહિત જ્ઞાન કે ઉપસર્ગ રૂપ ક્રિયા ફળ આપે છે. ક્રિયા પણ જ્ઞાનરહિત હોય તો ઉપસર્ગરૂપ જ્ઞાન ફળ આપે છે. કહ્યું છે – કોઈ પાત્ર વેદમય છે, કોઈ પાત્ર તપોમય છે. જે પાત્ર તારે તે પાત્રનો આગમ કરવો. તેથી તેઓ પ્રરૂપે છે કે શ્રુત અને શીલ શ્રેય છે. કેમકે તે બંને પણ પ્રત્યેક પુરુષને પવિત્રતાનું કારણ છે.
બીજા કહે છે – મુખ્ય વૃત્તિએ શીલ શ્રેય છે, ગૌણ વૃત્તિથી શ્રુતજ્ઞાન શ્રેય છે, કેમકે તેનું ઉપકારીપણું છે. આ એકીકૃત મત છે બીજાના મતે શ્રુત શ્રેય છે, ગૌણ વૃત્તિથી શીલ પણ શ્રેય છે કેમકે તેનું ઉપકારીપણું છે - X - આમાં પહેલી વ્યાખ્યામાં અન્યતીર્થિક મતનું મિથ્યાત્વ છે. પૂર્વોક્ત ત્રણે પક્ષ ફળ સિદ્ધિ નથી, સમુદાય પક્ષની જ ફળસિદ્ધિ કરણત્વ છે. કહ્યું છે – જ્ઞાન પ્રકાશક છે, તપ શોધક અને સંયમ ગુપ્તિકર છે, ત્રણેના સંયોગમાં જિનશાસને મોક્ષ કહ્યો છે. તપ-સંયમ એ જ શીલ છે. તથા સંયોગ સિદ્ધિથી ફળ કહ્યું છે, કેમકે એક ચક્ર વડે રથ ચાલતો નથી. વનમાં (આગ લાગી ત્યારે) આંધળો-પાંગળો ભેગા થઈને નગરમાં પ્રવેશ્યા.
બીજા વ્યાખ્યાન પક્ષે પણ મિથ્યાત્વ છે, કેમકે સંયોગથી ફળ સિદ્ધિ દેખાય છે. એક-એકની પ્રધાનતાથી વિવક્ષા અસંગત છે.
હે ગૌતમ! હું આ રીતે વ્યાખ્યા યાવત્‌ પ્રરૂપણા કરું છું કે અહીં શ્રુતયુક્ત શીલ શ્રેય છે. કઈ રીતે? કહે છે – કહેવાનાર ન્યાયે. પુરુષજાત - પુરુષ પ્રકાર. શીલવાન્‌, અશ્રુતવાન્‌. શું અર્થ છે? સ્વબુદ્ધિ વડે પાપથી નિવૃત્ત, ભાવથી શ્રુતજ્ઞાનને ન જામતો-બાળ તપસ્વી. ગીતાર્થની નિશ્રાએ તપ-ચરણ રત એવો અગીતાર્થ.
દેસ - થોડો, આંશિક મોક્ષમાર્ગને આરાધે છે. કેમકે તે સમ્યગ્‌ બોધરહિત છે અને ક્રિયામાં રત છે.. અશીલવાન્‌-શ્રુતવાન્‌નો અર્થ શું છે? પાપથી અનિવૃત્ત, ધર્મનો જ્ઞાતા. તે અવિરતિ સમ્યગ્‌ દૃષ્ટિ છે. તે થોડો કે આંશિક જ્ઞાનાદિત્રયરૂપ મોક્ષમાર્ગના ત્રીજા ભાગરૂપ ચારિત્રને વિરાધે છે, તે પ્રાપ્ત કે અપ્રાપ્તનું પાલન કરતો નથી માટે દેશવિરાધક... ત્રણે પ્રકારે પણ મોક્ષમાર્ગને આરાધે છે માટે સર્વ આરાધક. શ્રુત શબ્દથી જ્ઞાન-દર્શનનો સંગ્રહ કર્યો છે.. તત્ત્વથી મિથ્યાદૃષ્ટિ, ધર્મનો જ્ઞાતા થતો નથી. આ કારણે સમુદિત એવા શીલ-શ્રુતને શ્રેયસ્કર કહ્યા છે.
હવે આરાધનાને જ ભેદથી કહે છે –

Linked texts (1)