Pramāṇa · Search · About · API

Viyahapannatti 640

Viyāhapannatti: ṭīkānusārī vivecana 640

Language
Gujarati

640

વિવેચન :–૪૩૩, ૪૩૪
પુદ્ગલાસ્તિકાય - એક અણુકાદિ પુદ્ગલરાશિ, પ્રદેશનિરઅંશ એવો અંશ. પુદ્ગલાસ્તિકાયપ્રદેશ - પરમાણું. દ્રવ્ય - ગુણ, પર્યાયયોગિ. દ્રવ્યપ્રદેશ - દ્રવ્યના અવયવ. એ રીતે એકત્વ-બહુત્વ વડે પ્રત્યેક ચાર વિકલ્પો છે. દ્વિક સંયોગા પણ ચાર છે એમ પ્રશ્ન-ઉત્તર છે - બીજા દ્રવ્ય સંબંધથી કથંચિત્‌ દ્રવ્ય છે, કથંચિત્‌ દ્રવ્યદેશ છે. બાકીના વિકલ્પોનો નિષેધ છે. પરમાણુના એકત્વથી બહુત્વના દ્વિકસંયોગનો અભાવ છે. - - ભગવન્‌! બે દ્રવ્યો? અહીં આઠ ભંગો મધ્યે પાંચ ભંગ થાય, પછીના નહીં. તેમાં બે પ્રદેશો કથંચિત્‌ દ્રવ્ય છે. કઈ રીતે? જ્યારે તે બંને દ્વિપ્રદેશિક સ્કંધપણે પરિણત થાય ત્યારે દ્રવ્ય. જ્યારે તે - X - દ્રવ્યાંતર સંબંધ પામે ત્યારે દ્રવ્યદેશ, બંને અલગ હોય તો દ્રવ્યો. બંને દ્રવ્યાંતરના સંબંધથી દ્રવ્યદેશો. જો તેમાંનો એક કેવળતાથી રહે, બીજા દ્રવ્યાંતરથી સંબદ્ધ હોય, ત્યારે દ્રવ્ય અને દ્રવ્યદેશ એ પાંચમો ભંગ. બાકીના અસંભવ છે.
ત્રણ પ્રદેશોમાં આઠમાંથી સાત વિકલ્પો સંભવે છે. તે કહે છે જો ત્રણે ત્રિપ્રદેશિક સ્કંધ રૂપે પરિણમે ત્યારે દ્રવ્ય. જો તે - X - દ્રવ્યાંતર સંબંધ કરે તો દ્રવ્યદેશ. જો ત્રણ કે બે અલગ રહે તો દ્રવ્યો. જો એકીરૂપે દ્રવ્યાંતર સાથે સંબંધ કરે તો દ્રવ્ય દેશો. જો તેના એક કે બે દ્રવ્યો અણુપણે રહે, બાકીનો દ્રવ્યાંતર સાથે સંબદ્ધ હોય તો દ્રવ્ય-દ્રવ્યદેશ. જો એક સ્થિત અને બીજા બે દ્રવ્યાંતર સાથે સંબદ્ધ હોય તો દ્રવ્ય અને દ્રવ્ય દેશો. જો બે સ્થિત અને એકનો દ્રવ્યાંતર સંબદ્ધ હોય તો દ્રવ્યો અને દ્રવ્યદેશ. આઠમો ભંગ નથી. કેમકે બંને બાજુ બહુવચનાભાવ છે
ચાર પ્રદેશમાં આઠમો ભંગ સંભવે છે. કેમકે તેમાં બંને બાજુ બહુવચનનો સંભવ છે.
પરમાણુ આદિ વક્તવ્યતા કહી. પરમાણુ આદિ લોકાકાશ પ્રદેશ અવગાહી હોય છે. તેની વક્તવ્યતા - જેથી લોક અસંખ્યાત પ્રદેશિક છે, તેથી તેના પ્રદેશો અસંખ્ય છે. પ્રદેશાધિકારથી જ કહે છે – એક જીવના લોકાકાશ જેટલા પ્રદેશો છે? કેમ? જીવ કેવલિ સમુદ્ઘાત કાળે સર્વ લોકાકાશને વ્યાપીને રહે છે. તેથી લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. - - જીવ પ્રદેશો પ્રાયઃ કર્મ પ્રકૃતિ વડે અનુગત છે, તેથી તેને કહે છે –

Linked texts (1)