Pramāṇa · Search · About · API

Viyahapannatti 641

Viyāhapannatti: ṭīkānusārī vivecana 641

Language
Gujarati

641

‘ભગવતી’ સૂત્ર-૪૩૫ :– [૮/૧૦/૪૩૫]
ભગવન્‌! કેટલી કર્મપ્રકૃત્તિ છે? ગૌતમ! આઠ. તે આ જ્ઞાનાવરણીય યાવત્‌ અંતરાય. -ભગવન્‌! નૈરયિકોની કેટલી કર્મ પ્રકૃતિઓ છે? ગૌતમ! આઠ. એ રીતે બધાં જીવોની આઠ કર્મ પ્રકૃતિ સ્થાપવી. યાવત્‌ વૈમાનિક.
ભગવન્‌! જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદો છે? ગૌતમ! અનંતા. નૈરયિકોના જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદો છે? ગૌતમ! અનંતા. એ પ્રમાણે બધાં જીવોના જાણવા.
વૈમાનિકની પૃચ્છા. ગૌતમ! અનંત અવિભાગ પરિચ્છેદો છે. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણીયના અવિભાગપરિચ્છેદો કહ્યા, તેમ આઠે કર્મપ્રકૃતિના અંતરાય પર્યન્ત વૈમાનિક સુધી કહેવા.
ભગવન્‌! એક એક જીવના એક એક જીવપ્રદેશે જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદ આવેષ્ટિત-પરિવેષ્ટિત છે? ગૌતમ! કથંચિત્‌ આવેષ્ટિત-પરિવેષ્ટિત છે, કથંચિત્‌ નથી. જો આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય તો નિયમા અનંત વડે હોય.
ભગવન્‌! એક-એક નૈરયિકના એક-એક જીવપ્રદેશે જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ-પરિચ્છેદ આવેષ્ટિત-પરિવેષ્ટિત છે? ગૌતમ! નિયમા અનંતા. જેમ નૈરયિક કહ્યા તેમ યાવત્‌ વૈમાનિક કહેવા. વિશેષ એ કે - મનુષ્યોને જીવની માફક જાણવા.
ભગવન્‌! એક એક જીવને એક એક જીવપ્રદેશે દર્શનાવરણીય કર્મના કેટલા૦? જ્ઞાનાવરણીય માફક દંડક કહેવો યાવત્‌ વૈમાનિક.એ પ્રમાણે અંતરાયના૦ સુધી કહેવું. વિશેષ આ–વેદનીય, આયુ,નામ,ગોત્ર આ ચાર કર્મોના વિષયમાં નૈરયિકવત્‌ મનુષ્યો કહેવા.

Linked texts (1)