Viyahapannatti 644
Viyāhapannatti: ṭīkānusārī vivecana 644
- Language
- Gujarati
644
વિવેચન :–૪૩૬, ૪૩૭
જેને વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય હોય કે ન હોય. અકેવલી અને કેવલીને આશ્રીને કહ્યું. અકેવલીને આ બંને હોય, કેવલીને વેદનીય જ હોય, જ્ઞાનાવરણીય નહીં. જેને જ્ઞાનાવરણીય છે, તેને મોહનીય હોય કે ન હોય. - અક્ષપક, ક્ષપકને આશ્રીને અક્ષપકને બંને હોય, ક્ષપકને મોહક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જ્ઞાનાવરણીય હોય પણ મોહનીય ન હોય. એ પ્રમાણે જેમ જ્ઞાનાવરણીય, વેદનીય વડે કહ્યું તથા આયુષ્ક, નામ અને ગોત્ર સાથે પણ કહેવું. કેમકે તે બધામાં ઉક્ત પ્રકારથી ભજના છે - - અંતરાય વડે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય માફક કહેવું. કેમકે તે બંનેમાં ભજના નથી. આ જ વાત કહે છે–
એ પ્રમાણે જેમ વેદનીય, નિયમા પરસ્પર સમ કહેવું. તેથી જેને જ્ઞાનાવરણીય છે, તેને નિયમા અંતરાય છે. જેને અંતરાય છે તેને નિયમા જ્ઞાનાવરણીય છે એમ પરસ્પર નિયમા કહેવું.
હવે દર્શનાવરણીય બાકીના છ સાથે – આ આલાવો જ્ઞાનાવરણીય આલાવા સમાન જ છે. - - વેદનીયને બાકીના પાંચ સાથે વિચારતા - જેને વેદનીય છે, તેને મોહનીય હોય કે ન હોય. અક્ષીણમોહ, ક્ષીણમોહને આશ્રીને. અક્ષીણ મોહને બંને હોય ક્ષીણમોહને વેદનીય હોય, મોહનીય ન હોય. - - જ્યાં વેદનીય છે, ત્યાં નિયમા આયુ છે, જ્યાં આયુ છે, ત્યાં નિયમા વેદનીય છે. એ પ્રમાણે નામ, ગોત્ર સાથે પણ આમ જ કહેવું.
અંતરાય સાથે ભજના. કેમકે વેદનીય અને અંતરાય અકેવલિને હોય, કેવલીને વેદનીય હોય, અંતરાય નહીં. - - હવે મોહનીય બાકીના ચાર સાથે વિચારતા - તેમાં જેને મોહનીય, તેને આયુ નિયમથી અકેવલી માફક છે. જેને આયુ છે, તેને મોહનીયની ભજના. કેમકે અક્ષીણ મોહવાળાને બંને હોય, ક્ષીણ મોહવાળાને આયુ જ હોય.
જેને મોહનીય તેને નામ, ગોત્ર, અંતરાય નિયમા હોય, પણ જેને નામાદિ ત્રણ છે, તેને મોહનીય અક્ષીણ મોહવાળાને હોય. પણ ક્ષીણ મોહવાળાને ન હોય. - - હવે આયુની બાકીના ત્રણ સાથે વિચારણા-જેને આયુ છે, તેને નિયમા નામ છે, જેને નામ છે, તેને નિયમા આયુ છે. એ પ્રમાણે ગોત્ર સાથે પણ જાણવું. જેને આયુ છે, તેને અંતરાય અકેવલી માફક હોય છે અને કેવલી માફક નથી હોતું. તેથી હોય કે ન હોય કહ્યું.
નામકર્મને બાકીના બે સાથે વિચારે છે - જેને નામકર્મ છે તેને નિયમા ગોત્રકર્મ છે, જેને ગોત્ર છે તેને નિયમા નામ છે. જેને નામ છે, તેને અંતરાય અકેવલીવત્ હોય અને કેવલીવત્ ન હોય.
આ રીતે ગોત્રકર્મ અને અંતરાયકર્મની ભજના પણ કહેવી. અનંતર કર્મો કહ્યા. તે પુદ્ગલાત્મક હોવાથી તેનો અધિકાર કહે છે. પુદ્ગલા - શ્રોત્ર આદિ રૂપે હોય છે, જેને તે પુદ્ગલી, પુદ્ગલ એ સંજ્ઞા છે. જીવના યોગથી તે પુદ્ગલ કહ્યા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit