Pramāṇa · Search · About · API

Viyahapannatti 643

Viyāhapannatti: ṭīkānusārī vivecana 643

Language
Gujarati

643

‘ભગવતી’ સૂત્ર-૪૩૬, ૪૩૭ :– [૮/૧૦/૪૩૬, ૪૩૭]
[૪૩૬] ભગવન્‌! જેના જ્ઞાનાવરણીય છે, તેના દર્શનાવરણીય પણ છે અને જેના દર્શનાવરણીય છે, તેના જ્ઞાનાવરણીય પણ છે? ગૌતમ! નિયમા - X - આ બંને હોય.
ભગવન્‌! જેના જ્ઞાનાવરણીય છે, તેના વેદનીય છે, જેના વેદનીય છે તેના જ્ઞાનાવરણીય પણ છે? ગૌતમ! જેના જ્ઞાનાવરણીય છે, તેના વેદનીય નિયમા છે, પણ જેના વેદનીય છે, તેને જ્ઞાનાવરણીય કદાચ હોય, કદાચ ન હોય.
ભગવન્‌! જેના જ્ઞાનાવરણીય છે, તેના મોહનીય છે, જેના મોહનીય છે, તેના જ્ઞાનાવરણીય છે? ગૌતમ! જેના જ્ઞાનાવરણીય છે તેના મોહનીય કદાચ હોય, કદાચ ન હોય. જેના મોહનીય હોય, તેના જ્ઞાનાવરણીય નિયમા હોય.
ભગવન્‌! જેના જ્ઞાનાવરણીય છે, તેને આયુ છે, એ પ્રમાણે જેમ વેદનીય કહ્યું, તેમ આયુમાં પણ કહેવું. એ પ્રમાણે નામકર્મમાં, ગોત્રકર્મમાં પણ કહેવું. જે રીતે દર્શનાવરણીય સાથે કહ્યું, તે પ્રમાણે અંતરાયમાં પણ નિયમથી પરસ્પર સહભાવ છે.
ભગવન્‌! જેને દર્શનાવરણીય કર્મ છે, તેને વેદનીય છે, જેને વેદનીય છે તેને દર્શનાવરણીય છે? જે પ્રમાણે જ્ઞાનાવરણીયનું કથન ઉપર સાત કર્મો સાથે કર્યુ, એ જ પ્રકારે દર્શનાવરણીય કર્મનું પણ અંતરાયકર્મ સુધી છ કર્મો સાથે કથન કરવું.
ભગવન્‌! જેને વેદનીય છે, તેને મોહનીય છે અને જેને મોહનીય છે, તેને વેદનીય છે? ગૌતમ! જેને વેદનીય છે, તેને મોહનીય કદાચ હોય, કદાચ ન હોય. જેને મોહનીય છે, તેને વેદનીય નિયમા હોય. ભગવન્‌! જેને વેદનીય છે, તેને આયુ? આ બંને નિયમા પરસ્પર સાથે હોય. જેમ આયુની સાથે વેદનીય કહ્યું, તેમ નામ સાથે અને ગોત્ર સાથે પણ કહેવું.
ભગવન્‌! જેને વેદનીય હોય, તેને અંતરાય હોય? પૃચ્છા. ગૌતમ! જેને વેદનીય હોય, તેને અંતરાય કદાચ હોય, કદાચ ન હોય. પણ જેને અંતરાય હોય તેને વેદનીય નિયમા હોય.
ભગવન્‌! જેને મોહનીય, તેને આયુકર્મ અને જેને આયુ તેને મોહનીય કર્મ છે? ગૌતમ! જેને મોહનીય તેને આયુ નિયમા છે, જેને આયુકર્મ છે, તેને મોહનીય કદાચ હોય, કદાચ ન હોય. આ પ્રમાણે નામ, ગોત્ર અને અંતરાય પણ કહેવું.
ભગવન્‌! જેને આયુકર્મ હોય તેને નામકર્મ હોય? પૃચ્છા. બંને પરસ્પર નિયમા હોય.
આ પ્રમાણે ગોત્રકર્મ સાથે પણ કહેવું.
ભગવન્‌! જેને આયુકર્મ હોય તેને અંતરાય? પૃચ્છા. ગૌતમ! જેને આયુકર્મ હોય, તેને અંતરાયકર્મ કદાચ હોય, કદાચ ન હોય. પણ જેને અંતરાય હોય તેને આયુ નિયમા હોય.
ભગવન્‌! જેને નામકર્મ હોય, તેને ગોત્ર કર્મ હોય? પૃચ્છા. ગૌતમ! બંને પરસ્પર નિયમા હોય.
ભગવન્‌! જેને નામકર્મ હોય તેને અંતરાય કર્મ હોય? પૃચ્છા. ગૌતમહ જેને નામકર્મ હોય, તેને અંતરાય કર્મ કદાચ હોય, કદાચ ન હોય. જેને અંતરાય હોય, તેને નિયમા નામ હોય.
ભગવન્‌! જેને ગોત્રકર્મ હોય, તેને અંતરાયકર્મ હોય? પૃચ્છા. ગૌતમ! જેને ગોત્ર છે, તેને અંતરાય હોય કે ન હોય, અંતરાયવાળાને ગોત્ર નિયમા હોય.
[૪૩૭] ભગવન્‌! જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ છે? ગૌતમ! જીવ બંને છે - એમ કેમ કહ્યું? ગૌતમ! જેમ કોઈ પાસે છત્ર હોય તો છત્રી, દંડથી દંડી, ઘટથી ઘટી, પટથી પટી, કરથી કરી કહેવાય છે, એમ જ હે ગૌતમ! જીવ પણ શ્રોત્ર-ચક્ષુ-ઘ્રાણ-જીભ-સ્પર્શ ઈન્દ્રિયોને આશ્રીને પુદ્ગલી કહેવાય. જીવને આશ્રીને પુદ્ગલ કહેવાય. તેથી પૂર્વવત્‌ કહ્યું.
ભગવન્‌! નૈરયિક પુદ્ગલી કે પુદ્ગલ? એ પ્રમાણે જ વૈમાનિક સુધી કહેવું. વિશેષ આ – જેને જેટલી ઈન્દ્રિયો છે, તેને તેટલી કહેવી.
ભગવન્‌! સિદ્ધો પુદ્ગલી છે કે પુદ્ગલ? ગૌતમ! પુદ્ગલી નથી, પુદ્ગલ છે. ભગવન્‌! એમ કેમ કહ્યું? ગૌતમ! જીવને આશ્રીને. તેથી હે ગૌતમ! એમ કહ્યું. - - ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)