Viyahapannatti 656
Viyāhapannatti: ṭīkānusārī vivecana 656
- Language
- Gujarati
656
‘ભગવતી’ સૂત્ર-૪૪૫ :– [૯/૩૧/૪૪૫]
રાજગૃહે યાવત્ આ પ્રમાણે કહ્યું – ભગવન્! કેવલી, કેવલીના શ્રાવક, કેવલીની શ્રાવિકા, કેવલીના ઉપાસક, કેવલીની ઉપાસિકા, કેવલિપાક્ષિક, કેવલિપાક્ષિકના શ્રાવક-શ્રાવિકા-ઉપાસક-ઉપાસિકા (આમાંથી કોઈ પાસે) સાંભળ્યા વિના કેવલિપ્રજ્ઞપ્તધર્મ શ્રવણનો લાભ થાય? ગૌતમ! કેવલી યાવત્ કેવલીપાક્ષિકની ઉપાસિકા, એ કોઈ પાસેથી સાંભળ્યા વિના કોઈકને કેવલિ પ્રજ્ઞપ્ત લાભ થાય છે અને કોઈને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મશ્રવણ લાભ ન થાય.
ભગવન્! એમ કેમ કહ્યું કે યાવત્ લાભ ન થાય? ગૌતમ! જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ છે, તેને કેવલી યાવત્ કેવલિપાક્ષિકની ઉપાસિકા પાસે સાંભળ્યા વિના કેવલી પ્રજ્ઞપ્ત ધર્મના શ્રવણનો લાભ થાય, જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, તેને - X - સાંભળ્યા વિના લાભ ન થાય. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે યાવત્ શ્રવણનો લાભ ન થાય.
ભગવન્! કેવલી યાવત્ કેવલીપાક્ષિકની ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બોધિ પામે? ગૌતમ! સાંભળ્યા વિના યાવત્ કોઈ શુદ્ધ બોધિ પામે, કોઈ શુદ્ધ બોધિ ન પામે. ભગવન્! એમ કેમ કહ્યું? - X - ગૌતમ! જેણે દર્શનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તે સાંભળ્યા વિના યાવત્ શુદ્ધ બોધિ પામે. જેણે દર્શનાવરણીય કર્મોનો ક્ષય કર્યો નથી, તે ન પામે - X - માટે આમ કહ્યું.
ભગવન્! કેવલી યાવત્ કેવલીપાક્ષિકની ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ મુંડ થઈને, ઘર છોડી અણગાર પ્રવ્રજ્યા લે? ગૌતમ! એ રીતે સાંભળ્યા વિના કોઈ મુંડ થઈને, ઘર છોડી અણગાર પ્રવ્રજ્યા લે અને કોઈ - X - એ રીતે પ્રવ્રજ્યા ન લે. - એમ કેમ કહ્યું? ગૌતમ! જેણે ધર્માંતરાય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તે સાંભળ્યા વિના યાવત્ મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવ્રજ્યા લે. જેણે ધર્માંતરાય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો તે ન લે, માટે આમ કહ્યું.
ભગવન્! કેવલી યાવત્ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે? ગૌતમ! એ રીતે - X - સાંભળ્યા વિના કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે અને કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ ન કરે? ભગવન્! એમ કેમ કહ્યું? - X - ગૌતમ! જેણે ચારિત્રાવરણીયકર્મનો ક્ષયોપશમ કરેલ હોય, તે સાંભળ્યા વિના ધારણ કરે. (જેને આ ક્ષયોપશમ ન કર્યો હોય) તે ધારણ ન કરે.
ભગવન્! કેવલી આદિથી સાંભળ્યા વિના શુદ્ધ સંયમથી સંયમિત થાય? ગૌતમ! સાંભળ્યા વિના કેટલાંક શુદ્ધ સંયમથી સંયમિત થાય, કેટલાંક ન થાય. એમ કેમ કહ્યું યાવત્ ન થાય? ગૌતમ! જેણે યતનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ છે, તે કેવલી આદિ પાસે સાંભળ્યા વિના યાવત્ શુદ્ધ સંયમથી સંયમિત થાય, જેણે યતનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરેલ નથી, તે સાંભળ્યા વિના યાવત્ સંયમિત ન થાય. તેથી આમ કહ્યું.
ભગવન્! કેવલી યાવત્ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય? ગૌતમ! સાંભળ્યા વિના યાવત્ કેટલાંક શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય અને કેટલાંક ન થાય. એમ કેમ કહ્યું? ગૌતમ! જેણે અધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે, તે કેવલી આદિથી સાંભળ્યા વિના યાવત્ શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય, જેણે અધ્યવસાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી તે સાંભળ્યા વિના યાવત્ સંવૃત્ત ન થાય.
ભગવન્! કેવલી આદિથી સાંભળ્યા વિના કોઈ આભિનિબોધિક જ્ઞાન ઉપાર્જે? ગૌતમ! - X - સાંભળ્યા વિના કેટલાક આભિનિ-બોધિક જ્ઞાન ઉપાર્જે, કેટલાંક આભિનિબોધિક જ્ઞાન ન ઉપાર્જે. એમ કેમ કહ્યું? ગૌતમ! જેના આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ થયેલ હોય તે યાવત્ શુદ્ધ આભિનિબોધિક જ્ઞાન ઉપાર્જે. જેના આભિનિબોધિક જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ ન થયો હોય, તે ન ઉપાર્જે, તેથી આમ કહ્યું.
ભગવન્! સાંભળ્યા વિના યાવત્ શુદ્ધ શ્રુતજ્ઞાન ઉપાર્જે. આભિનિબોધિક માફક શ્રુતજ્ઞાનનું કથન કરવું. વિશેષ આ – શ્રુતજ્ઞાના વરણીય કર્મોનો ક્ષયોપશમ કહેવો. એ પ્રમાણે શુદ્ધ અવધિજ્ઞાન કહેવું. ત્યાં પણ અવધિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહેવો. એ રીતે શુદ્ધ મનઃપર્યવજ્ઞાન ઉપાર્જે. વિશેષ આ - મનઃપર્યવ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કહેવો.
ભગવન્! કેવલી યાવત્ કેવલીપાક્ષિક ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ કેવળજ્ઞાન ઉપાર્જે. પૂર્વવત્ કહેવું. વિશેષ- કેવલજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કહેવો. બાકી પૂર્વવત્. તેથી ગૌતમ! એમ કહ્યું કે કેવળજ્ઞાન ઉપાર્જે
ભગવન્! કેવલી યાવત્ ઉપાસિકા પાસેથી ધર્મ સાંભળ્યા વિના કોઈ જીવ કેવલીપ્રજ્ઞપ્તધર્મનું શ્રવણ પામે? શુદ્ધ બોધિ પામે?, મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવ્રજ્યા લે? શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે? શુદ્ધ સંયમથી સંયમીત થાય? શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય? શુદ્ધ આભિનિબોધિક યાવત્ શુદ્ધ મનઃપર્યવજ્ઞાન ઉપાર્જે? કેવળજ્ઞાન ઉપાર્જે?
ગૌતમ! કેવલી યાવત્ ઉપાસિકાથી સાંભળ્યા વિના કોઈ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણને પામે - કોઈ ન પામે. કોઈ શુદ્ધ બોધિલાભ પામે - કોઈ ન પામે, કોઈ મુંડ થઈને, ઘર છોડીને અણગારિક પ્રવ્રજ્યા પામે - કોઈ ન પામે, કોઈ શુદ્ધ બ્રહ્મચર્યવાસ ધારણ કરે - કોઈ ન કરે, કોઈ શુદ્ધ સંયમથી સંયમિત થાય - કોઈ ન થાય, કોઈ શુદ્ધ સંવરથી સંવૃત્ત થાય - કોઈ ન થાય, કોઈ શુદ્ધ આભિનિબોધિકજ્ઞાન ઉપાર્જે - કોઈ ન ઉપાર્જે, એ પ્રમાણે યાવત્ મનઃપર્યવજ્ઞાન જાણવું. કોઈ કેવળજ્ઞાન ઉપાર્જે - કોઈ ન ઉપાર્જે. ભગવન્! એમ કેમ કહ્યું?
ગૌતમ! જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, જેણે દર્શનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, જેણે ધર્માંતરાયિક કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી એ પ્રમાણે ચારિત્રાવરણીય, યતનાવરણીય, અધ્યવસાનાવરણીય, આભિનિબોધિક જ્ઞાનાવરણીયનો યાવત્ મનઃપર્યાયજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ નથી, જેણે કેવળજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરેલ નથી. તે કેવલી આદિ પાસેથી ધર્મ સાંભળ્યા વિના યાવત્ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મશ્રવણ ન પામે, શુદ્ધ બોધિ ન પામે યાવત્ કેવળજ્ઞાન ન ઉપાર્જે.
જેણે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ છે, જેણે દર્શનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલો છે એ પ્રમાણે યાવત્ જેણે કેવળ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કરેલો છે. તે કેવળી આદિ પાસેથી ધર્મશ્રવણ વિના યાવત્ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણ પામે, શુદ્ધ બોધિ પામે યાવત્ કેવળજ્ઞાન ઉપાર્જે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit