Pramāṇa · Search · About · API

Viyahapannatti 657

Viyāhapannatti: ṭīkānusārī vivecana 657

Language
Gujarati

657

વિવેચન :–૪૪૫
અસોચ્ચા - ધર્મ પ્રતિપાદક વચન સાંભળ્યા વિના, અર્થાત્‌ સ્વાભાવિક ધર્માનુરાગથી જ. કેવલિ - જિન, જેણે કેવલીને સ્વયં પૂછેલ છે કે તેનું વચન સાંભળેલ છે તે કેવલીશ્રાવક. કેવળીની ઉપાસનાથી ધારણ કરેલ વડે - કેવલી વડે બીજાને કહેવાતુ શ્રુતને તે કેવલી ઉપાસક. કેવલી પાક્ષિક એટલે સ્વયંબુદ્ધ, ધર્મ - શ્રુતચારિત્રરૂપ. લભેજ્જ - પ્રાપ્ત કરે. સવણયાએ - શ્રવણતાથી, શ્રવણરૂપપણે અર્થાત્‌ સાંભળવાને. ‘નાણાવર-ણિજ્જાણં’માં બહુવચનથી જ્ઞાનાવરણીયના મતિજ્ઞાનાવરણાદિ ભેદ વડે, અવગ્રહ - મતિ આવરણાદિ ભેદ વડે બહુપણુ જાણવું. અહીં ક્ષયોપશમના ગ્રહણથી મતિઆવરણાદિ જ ત્યાં ગ્રહણ કરવા, પણ કેવલાવરણનો ક્ષય જ લેવો. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ કોઈને થાય, તેના સદ્ભાવથી સાંભળ્યા વિના પણ ધર્મ પામે. કેમકે ક્ષયોપશમ જ તે લાભનું અંતરંગકારણત્વ છે.
કેવલબોહિ - શુદ્ધ સમ્યગ્‌દર્શન, બુજ્ઝેજ્જ - બોધ પામે અર્થાત્‌ અનુભવે, જેમકે પ્રત્યેક બુદ્ધાદિ.
દર્શનાવરણીય કહ્યું છે ત્યાં દર્શનમોહનીય લેવું. બોધ એ સમ્યગ્‌દર્શનનો પર્યાય હોવાથી, તેનો લાભ, તેના ક્ષયોપશમથી થાય છે. કેવળ એટલે શુદ્ધ કે સંપૂર્ણ અનગારત્વ પામે. ધર્માંતરાય-અંતરાય એટલે વિઘ્ન, તે જેમાં છે તે. ધર્મ એટલે ચારિત્ર સ્વીકારરૂપ. આ ધર્માંતરાય.
ચારિત્રમોહનીયના ભેદમાં-વીર્યાંતરાય.
ચારિત્રાવરણીય અહીં વેદરૂપે છે. મૈથુનવિરતિ લક્ષણ તે બ્રહ્મચર્યવાસ. - X - સંયમ પ્રતિપન્ન ચરિત્રનો તેના અતિચારોનો ત્યાગ કરવાને પ્રયત્ન વિશેષ. યતનાવરણીય એ ચારિત્ર વિષય વિશેષ વીર્યાંતરાય રૂપ માનવું. અધ્યવસાનાવરણીય તે સંવર શબ્દથી શુભ અધ્યવસાય વૃત્તિની વિવક્ષા કરવાથી છે. પૂર્વોક્ત બધાં પદાર્થો ફરી સમુદાયથી કહે છે.
કૈવલ્યાદિ વચન સાંભળ્યા વિના કોઈ કેવળજ્ઞાન ઉપાર્જે, તે દર્શાવવાને માટે સૂત્ર કહે છે –

Linked texts (1)