Pramāṇa · Search · About · API

Viyahapannatti 663

Viyāhapannatti: ṭīkānusārī vivecana 663

Language
Gujarati

663

વિવેચન :–૪૫૦
જે રીતે કેવલી આદિના વચનને સાંભળ્યા વિના કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે રીતે તેને સાંભળીને, બોધ પામીને થતું નથી. તે બીજા પ્રકારે દર્શાવે છે - જે સાંભળીને કેવળજ્ઞાન ઉત્પન્ન કરે, તેના કોઈપણ અર્થથી સમ્યગ્‌ દર્શન ચારિત્ર લિંગને પામીને પ્રાયઃ વિકૃષ્ટ તપ-ચારિત્રવાળા સાધુને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય તેમ જણાવે છે.
લોકનું જે પ્રમાણ છે, તે જ પરિમાણ જેમાં છે તે. હવે આને જ લેશ્યાદિ વડે નિરૂપતા કહે છે – અનંતરોક્ત વિશેષણવાળા અવધિજ્ઞાની છ એ લેશ્યામાં હોય. જો કે પ્રશસ્ત ત્રણ ભાવલેશ્યામાં જ્ઞાન પામે છે, છતાં દ્રવ્ય લેશ્યાને આશ્રીને છ લેશ્યામાં સમ્યક્‌શ્રુત માફક પામે છે. કહે છે કે – ‘સમ્યક્‌શ્રુત બધામાં પામે.’ તેથી છ એ કહી.
અવધિજ્ઞાનીને આદ્ય બે જ્ઞાન અવશ્ય હોય, તેથી અહીં ત્રણ જ્ઞાનમાં હોય છે, તેમ કહ્યું. મતિ-શ્રુત-મનઃપર્યાય જ્ઞાનીને અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં ચાર જ્ઞાનના સદ્ભાવથી, અવધિજ્ઞાની ચાર જ્ઞાનોમાં અધિકૃત હોવાથી ચાર જ્ઞાનમાં કહ્યા.
અક્ષીણ વેદવાળાને અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં સવેદકપણાએ અવધીજ્ઞાની થાય છે. ક્ષીણ વેદવાળાને અવધિજ્ઞાનોત્પત્તિમાં અવેદકપણે થાય છે. આ અવધિજ્ઞાની ઉપશાંત વેદક હોતા નથી. કેમકે પ્રાપ્ત થનાર કેવળજ્ઞાન અહીં વિવક્ષિતત્વ છે.
જે કષાયનો ક્ષય વિના અવધિને પામે છે, તે સકષાયીપણે અવધીજ્ઞાની થાય. જે કષાયક્ષયમાં પામે તે અકષાયી છે. જો અક્ષીણ કષાયપણે અવધીને પામે તો એ ચારિત્રયુક્તપણાથી ચારે-સંજ્વલન કષાયમાં હોય છે. જો ક્ષપક શ્રેણી વર્ત્તિત્વથી સંજ્વલન ક્રોધ ક્ષયમાં અવધિ પામે, તો ત્રણ કષાય-સંજ્વલન માનાદિમાં હોય, જો તે પ્રમાણે સંજ્વલન ક્રોધ-માન ક્ષીણ થયા હોય તો બે કષાયમાં, એ રીતે એક કષાયમાં જાણવું.

Linked texts (1)