Pramāṇa · Search · About · API

Viyahapannatti 662

Viyāhapannatti: ṭīkānusārī vivecana 662

Language
Gujarati

662

‘ભગવતી’ સૂત્ર-૪૫૦ :– [૯/૩૧/૪૫૦]
ભગવન્‌! કેવલી યાવત્‌ કેવલી પાક્ષિક ઉપાસકથી ધર્મ સાંભળીને, કેવલી પ્રજ્ઞપ્તધર્મ શ્રવણ પામે?
ગૌતમ! કેવલી આદિ પાસેથી સાંભળીને યાવત્‌ કેટલાંક કેવલીપ્રજ્ઞપ્તધર્મ પામે, એ પ્રમાણે જેમ ‘અશ્રુત્વા’ની વક્તવ્યતા છે, તે અહીં પણ કહેવી. વિશેષ આ કે – આલાવો ‘શ્રુત્વા’નો કહેવો. બાકી બધું સંપૂર્ણ તેમજ કહેવું. - યાવત્‌ - જેણે મનઃપર્યવજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરેલ હોય, જેણે કેવળ જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કર્યો હોય, તે કેવલી યાવત્‌ ઉપાસિકા પાસે ધર્મ સાંભળીને, કેવલીપ્રજ્ઞપ્તધર્મ શ્રવણ પામે, શુદ્ધ બોધિ પામે યાવત્‌ કેવળજ્ઞાન ઉપાર્જે.
તેને નિરંતર અઠ્ઠમ-અઠ્ઠમ તપોકર્મથી આત્માને ભાવિત કરતા પ્રકૃતિ ભદ્રકતાથી, એ જ પ્રમાણે યાવત્‌ ગવેષણાં કરતાં અવધિજ્ઞાન સમુત્પન્ન થાય, તે સમુત્પન્ન અવધિજ્ઞાનથી જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી અલોકમાં અસંખ્યાત લોક પ્રમાણ ખંડોને જાણે અને જુએ.
ભગવન્‌! તે કેટલી લેશ્યામાં હોય? ગૌતમ! છ એ લેશ્યામાં - કૃષ્ણલેશ્યા યાવત્‌ શુક્લલેશ્યા. - - ભગવન્‌! તે કેટલા જ્ઞાનોમાં હોય? ગૌતમ! ત્રણ કે ચાર જ્ઞાનોમાં હોય. ત્રણ હોય તો આભિનિબોધિક, શ્રુત, અવધિજ્ઞાનમાં હોય, ચાર હોય તો આભિનિબોધિક-શ્રુત-અવધિ-મનઃપર્યવજ્ઞાનમાં હોય.
ભગવન્‌! તે શું સયોગી હોય કે અયોગી? આ પ્રમાણે યોગ, ઉપયોગ, સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, આ બધું જેમ ‘અશ્રુત્વા’ માં કહ્યું, તેમજ અહીં કહેવું.
ભગવન્‌! તે શું સવેદક હોય? પૃચ્છા. ગૌતમ! સવેદક હોય કે અવેદક હોય. જો અવેદક હોય તો શું ઉપશાંતવેદક હોય કે ક્ષીણવેદક હોય? ગૌતમ! ઉપશાંતવેદક ન હોય, ક્ષીણવેદક હોય. જો સવેદક હોય તો શું સ્ત્રીવેદક હોય, પુરુષવેદક હોય, નપુંસક વેદક હોય કે પુરુષ-નપુંસક વેદક? ગૌતમ! સ્ત્રી કે પુરુષ કે પુરુષ-નપુંસક વેદક હોય.
ભગવન્‌! શું તે સકષાયી હોય કે અકષાયી? ગૌતમ! સકષાયી હોય કે અકષાયી પણ હોય. જો અકષાયી હોય તો શું ઉપશાંત કષાયી હોય કે ક્ષીણકષાયી હોય? ગૌતમ! ઉપશાંતકષાયી ન હોય, ક્ષીણકષાયી હોય. જો સકષાયી હોય તો હે ભગવન્‌! તે કેટલા કષાયમાં હોય? ગૌતમ! ચારમાં, (ત્રણમાં) બેમાં કે એક કષાયમાં હોય. જો ચારમાં હોય તો સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભ ચારેમાં હોય. ત્રણમાં હોય તો સંજ્વલ માન-માયા-લોભમાં હોય, બેમાં હોય તો સંજ્વલન માયા-લોભમાં હોય. એકમાં હોય તો સંજ્વલન લોભમાં હોય.
ભગવન્‌! તેને કેટલા અધ્યવસાનો કહ્યા છે? ગૌતમ! અસંખ્ય. એ પ્રમાણે જેમ ‘અશ્રુત્વા’માં કહ્યું તેમ યાવત્‌ ઉત્તમ કેવળ જ્ઞાન, દર્શન સમુત્પન્ન થાય. - - ભગવન્‌! તે કેવલીપ્રજ્ઞપ્તધર્મ કહે, બતાવે કે પ્રરૂપે? હા, કહે - બતાવે અને પ્રરૂપે.
ભગવન્‌! તે (કોઈને) પ્રવ્રજિત કે મુંડિત કરે? હા, ગૌતમ! પ્રવ્રજિત, મુંડિત કરે. ભગવન્‌! તેના શિષ્યો પણ પ્રવ્રજિત, મુંડિત કરે? હા, કરે. ભગવન્‌! તેના પ્રશિષ્યો પણ પ્રવ્રજિત, મુંડિત કરે? હા, કરે.
ભગવન્‌! તે સિદ્ધ, બુદ્ધ યાવત્‌ અંતકર થાય? હા, થાય. ભગવન્‌! તેના શિષ્યો પણ સિદ્ધ યાવત્‌ અંતકર થાય? હા, થાય. ભગવન્‌! તેના પ્રશિષ્યો પણ સિદ્ધ યાવત્‌ અંતકર થાય? હા, એ પ્રમાણે જ યાવત્‌ અંત કરે છે.
ભગવન્‌! શું તે ઉર્ધ્વલોકમાં હોય (ઈત્યાદિ) ‘અશ્રુત્વા’ માફક યાવત્‌ તેના એકદેશ ભાગમાં હોય.
ભગવન્‌! તે એક સમયમાં કેટલા હોય? ગૌતમ! જઘન્યથી એક-બે કે ત્રણ, ઉત્કૃષ્ટથી ૧૦૮. હે ગૌતમ! તેથી એમ કહ્યું કે – કેવલી યાવત્‌ કેવલી ઉપાસિકાથી ધર્મ સાંભળીને યાવત્‌ કેટલાંક કેવળજ્ઞાન ઉપાર્જે, કેટલાંક ન ઉપાર્જે. હે ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)