Viyahapannatti 665
Viyāhapannatti: ṭīkānusārī vivecana 665
- Language
- Gujarati
665
‘ભગવતી’ સૂત્ર-૪૫૧, ૪૫૨ :– [૯/૩૨/૪૫૧, ૪૫૨]
[૪૫૧] તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નગર હતું. - વર્ણન. દૂતિપલાશ ચૈત્ય હતું. સ્વામી પધાર્યા. પર્ષદા નીકળી, ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ.
તે કાળે, તે સમયે પાર્શ્વાપત્યીય ગાંગેય નામે અણગાર જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીર ન દૂર - ન નીકટ રહીને ભગવંતને આમ કહ્યું
ભગવન્! નૈરયિકો સ-અંતર ઉપજે છે કે નિરંતર? ગાંગેય! નૈરયિકો સ-અંતર ઉપજે, નિરંતર પણ ઉપજે.
ભગવન્! અસુરકુમારો સ-અંતર ઉપજે છે કે નિરંતર? ગાંગેય! અસુરકુમારો સાંતર પણ ઉપજે, નિરંતર પણ. એ પ્રમાણે સ્તનિતકુમાર પર્યન્ત.
ભગવન્! પૃથ્વીકાયિક સાંતર ઉપજે છે કે નિરંતર? ગાંગેય! પૃથ્વીકાયિકો સાંતર ન ઉપજે, નિરંતર ઉપજે છે. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક બેઈન્દ્રિયોથી વૈમાનિક, નૈરયિકવત્ છે.
[૪૫૨] ભગવન્! નૈરયિકો સાંતર ઉદ્વર્તે કે નિરંતર? ગાંગેય! નૈરયિકો સાંતર ઉદ્વર્તે, નિરંતર પણ ઉદ્વર્તે. એ પ્રમાણે સ્તનીત કુમાર સુધી કહેવું. - - ભગવન્! પૃથ્વીકાયિકની પૃચ્છા. ગાંગેય! પૃથ્વીકાયિક સાંતર નહીં, નિરંતર ઉદ્વર્તે. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક સાંતર નહીં, નિરંતર ઉદ્વર્તે.
ભગવન્! બેઈન્દ્રિયો સાંતર ઉદ્વર્તે કે નિરંતર? ગાંગેય! બેઈન્દ્રિયો સાંતર પણ ઉદ્વર્તે નિરંતર પણ. એ પ્રમાણે વ્યંતર સુધી. - ભગવન્! જ્યોતિષ્કો સાંતર ચ્યવે, પૃચ્છા. ગાંગેય! બંને. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit