Pramāṇa · Search · About · API

Viyahapannatti 688

Viyāhapannatti: ṭīkānusārī vivecana 688

Language
Gujarati

688

વિવેચન :–૪૫૪
અહીં એક તિર્યંચયોનિક એકેન્દ્રિયમાં હોય, તેમ કહ્યું. તેમાં જો કે એકેન્દ્રિયમાં એક કદાચ ઉત્પન્ન થતો પણ ન મળે. કેમકે તેમાં અનંતાની પ્રતિસમય ઉત્પત્તિ છે, તો પણ દેવાદિથી ચ્યવી, જે તેમાં ઉત્પન્ન થાય, તેની અપેક્ષાએ એક પણ હોઈ શકે. આને જ પ્રવેશનક કહેવાય છે. તેમાં એકના ક્રમથી એક ઈન્દ્રિયાદિ પાંચ પદોમાં ઉત્પાદના પાંચ વિકલ્પો છે. બેમાં પણ એક-એકમાં ઉત્પાદમાં પાંચ જ, દ્વિકયોગમાં દશ નો ઉત્પાદ થાય.
વળી સંક્ષેપાર્થે ત્રણ આદિના અસંખ્યાત પર્યન્ત તિર્યંચયોનિકના પ્રવેશનકને અતિદેશથી દેખાડતા કહે છે - એવં જહા૦ નારક પ્રવેશનકની સમાન આ બધું જાણવું. માત્ર ત્યાં સાત પૃથ્વીમાં એકાદિ નારક ઉત્પાદિતા કહી, અહીં તે પ્રમાણે જ પાંચ સ્થાનમાં ઉત્પાદિતા કહેવી. તેના વિકલ્પોમાં ભેદ છે. તેને પૂર્વોક્ત ન્યાયથી જાતે જ જાણી લેવા. અહીં અનંતા એકેન્દ્રિયના ઉત્પાદમાં પણ અનંતપદ પ્રવેશનકના ઉક્ત લક્ષણો નથી.
એકેન્દ્રિયોના અતિ બહુ સમયના ઉત્પાદથી બધાં એકેન્દ્રિય હોય તેમ કહ્યું. અહીં ક્રમથી દ્વિકસંયોગ ચાર પ્રકારે, ત્રિકસંયોગ છ પ્રકારે, ચતુષ્ક સંયોગ ચાર પ્રકારે, પંચક સંયોગ એક જ છે. સૌથી થોડાં પંચેન્દ્રિયો છે ઈત્યાદિ - X -

Linked texts (1)