Viyahapannatti 687
Viyāhapannatti: ṭīkānusārī vivecana 687
- Language
- Gujarati
687
‘ભગવતી’ સૂત્ર-૪૫૪ :– [૯/૩૨/૪૫૪]
ભગવન્! તિર્યંચયોનિક પ્રવેશનક કેટલા ભેદે છે? ગાંગેય! પાંચ ભેદે છે. તે આ - એકેન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક.
ભગવન્! એક તિર્યંચયોનિક, તિર્યંચ પ્રવેશનકથી પ્રવેશતા શું એકેન્દ્રિયમાં હોય કે પંચેન્દ્રિયમાં હોય? ગાંગેય! એકેન્દ્રિયમાં હોય યાવત્ પંચેન્દ્રિયમાં હોય. - - ભગવન્! બે તિર્યંચયોનિકની પૃચ્છા. ગાંગેય! એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયમાં હોય. અથવા એક એકેન્દ્રિયમાં હોય, એક બેઈન્દ્રિયમાં હોય, એ રીતે જેમ નૈરયિક પ્રવેશનકમાં કહ્યું, તેમ તિર્યંચયોનિક પ્રવેશનકમાં પણ કહેવું. યાવત્ અસંખ્યાતા.
ભગવન્! ઉત્કૃષ્ટા તિર્યંચયોનિકની પૃચ્છા. ગાંગેય! બધાં જ એકેન્દ્રિયમાં હોય અથવા એકેન્દ્રિયમાં હોય, બેઈન્દ્રિયમાં હોય. એ રીતે જેમ નૈરયિકમાં સંયોગ કહ્યા, તેમ તિર્યંચયોનિકમાં પણ સંયોગ કહેવા. એકેન્દ્રિયોની સાથે દ્વિકસંયોગ, ત્રિકસંયોગ, ચતુષ્કસંયોગ, પંચસંયોગ ઉપયોગપૂર્વક કહેવા. યાવત્ અથવા એકેન્દ્રિયમાં, બેઈન્દ્રિયમાં યાવત્ પંચેન્દ્રિયમાં હોય.
ભગવન્! આ એકેન્દ્રિય તિર્યંચયોનિક પ્રવેશનક યાવત્ પંચેન્દ્રિય૦ના કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગાંગેય! સૌથી થોડાં પંચેન્દ્રિય તિર્યંચ યોનિક પ્રવેશનક છે. ચઉરિન્દ્રિય૦ વિશેષાધિક, તેઈન્દ્રિય૦ વિશેષાધિક, બેઈન્દ્રિય૦ વિશેષાધિક, તેનાથી એકેન્દ્રિય૦ વિશેષાધિક છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit