Viyahapannatti 692
Viyāhapannatti: ṭīkānusārī vivecana 692
- Language
- Gujarati
692
વિવેચન :–૪૫૮, ૪૫૯
નારકાદિના ઉત્પાદાદિનું સાંતરત્વાદિ પ્રવેશનક પૂર્વે કહેલું જ છે. તો ફરી કેમ કહે છે? અહીં કહે છે – પૂર્વે નારકાદિના પ્રત્યેકના ઉત્પાદનું સાંતરત્વાદિ કહ્યું છે, પછી તે જ રીતે ઉદ્વર્તના. અહીં ફરી નારકાદિ સર્વ જીવ ભેદોના સમુદાયથી સમુદિત જ ઉત્પાદ અને ઉદ્વર્તના કહે છે. હવે નારકાદિનું બીજા પ્રકારે ઉત્પાદાદિ કથન–
સત્ - વિદ્યમાન, દ્રવ્યાર્થતાથી, સર્વથા અસત્ નહીં, તેમ કોઈક ઉપજે છે. - X - તેમનું સત્ત્વ જીવ દ્રવ્ય અપેક્ષાથી નારકના પર્યાય અપેક્ષાએ છે. તેથી કહે છે – ભાવિનારક પર્યાય અપેક્ષાથી દ્રવ્યથી નારક થઈને નારકો ઉપજે છે. અથવા નારકાયુષ્યના ઉદયે ભાવ નારકો જ નારકત્વથી ઉપજે છે. અથવા પૂર્વે ઉત્પન્નમાં અન્ય સમુત્પન્ન થાય છે, અસત્માં નહીં. કેમકે લોકના શાશ્વતપણાથી નારક આદિનો સર્વદા જ સદ્ભાવ હોય છે. સે નૂનં૦ આમ કહીને તેના જ સિદ્ધાંતથી સ્વમતને પોષેલ છે. કેમકે અરહંત પાર્શ્વે લોકને શાશ્વત કહ્યો છે, તેથી લોકના શાશ્વતત્વથી સત્ નારકાદિ જ ઉપજે કે ચ્યવે.
હવે ગાંગેય, ભગવંતને અતિશય જ્ઞાન સંપત્તિવાળા જાણીને વિકલ્પ કરતાં કહે છે – આત્મા વડે સ્વયં જાણે છે કે વક્ષ્યમાણ પ્રકારે અસ્વયં અર્થાત્ બીજાના લિંગથી જાણે છે? આગમ અપેક્ષાએ સાંભળ્યા વિના જાણે છે કે બીજા પુરુષોના વચનને સાંભળીને જાણે છે – ‘હું સ્વયં જ આ જાણું છું.’ પારમાર્થિક પ્રત્યક્ષ સાક્ષાત્ કરીને સમસ્ત વસ્તુને સ્વભાવથી જ મેં જાણી છે. નારકો સ્વયં જ ઉપજે છે, અસ્વયં નહીં અર્થાત્ ઈશ્વર-પરતંત્રતા આદિથી નહીં. જેમ કોઈ કહે છે કે – અજ્ઞ પ્રાણી, આ આત્માના સુખદુઃખને જાણતા નથી. ઈશ્વર પ્રેરિત સ્વર્ગે જાય છે ઈત્યાદિ. એ પ્રમાણે ઈશ્વરને જ કાલાદિ કારણ સમૂહ વ્યતિરિક્ત યુક્તિ વડે વિચારતા અઘટે છે.
કર્મના ઉદિતત્વથી, માત્ર કર્મોદયથી નારકમાં ઉપજતા નથી કેમકે કેવલીને પણ તે હોય છે. તેથી કહ્યું – કર્મોની ગુરુકતા વડે. કર્મની ભારિકતાથી - જેમાં ભાર હોય, તે ભારિક, તેનો ભાવ તે ભારિકતા. તથા મહા એવો પણ ક્યારેક અલ્પ ભાર જણાય છે, તેવા પ્રકારનો ભાર પણ ક્યારેક મોટો જણાય છે, તેથી કહ્યું – કર્મ ગુરુ સંભારિકતાથી - અર્થાત્ ગુરુતા અને સંભારિકતા, અતિ પ્રકર્ષાવસ્થા એ અર્થ છે.
આ ત્રણે શુભ કર્માપેક્ષાએ પણ હોય. તેથી કહે છે કે – અશુભ૦ ઈત્યાદિ. ઉદય, પ્રદેશથી પણ હોય, તેથી કહે છે – વિપાક એટલે બાંધેલ રસનું વેદન, તે મંદ પણ હોય, તેથી કહ્યું – અલાબુના ફળાદિની જેમ વિપાક - વિપચ્યમાન-રસની પ્રકર્ષાવસ્થા, તે ફળવિપાક.
અસુરકુમારના સૂત્રમાં - અસુરકુમારોચિત કર્મોના ઉદયથી, વાંચનાંતરમાં કર્મના ઉપશમથી દેખાય છે તેમાં અશુભ કર્મોના ઉપશમથી, સામાન્ય રીતે અશુભ કર્મોના અભાવની સ્થિતિને આશ્રીને, રસને આશ્રીને કર્મ વિશોધિથી, પ્રદેશને આશ્રીને કર્મની વિશુદ્ધિથી. અથવા - આ શબ્દો એકાર્થક છે.
પૃથ્વીકાય સૂત્રમાં શુભ - શુભ વર્ણ, ગંધાદિ, અશુભ - તેના એકેન્દ્રિય જાતિ આદિ. જે સમયે અનંતરોક્ત વસ્તુ ભગવંતે પ્રતિપાદિત કરી. ત્યારે ગાંગેયે જાણ્યું કે (તેઓ) સર્વજ્ઞ, સર્વદર્શી છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit