Viyahapannatti 691
Viyāhapannatti: ṭīkānusārī vivecana 691
- Language
- Gujarati
691
‘ભગવતી’ સૂત્ર-૪૫૮, ૪૫૯ :– [૯/૩૨/૪૫૮, ૪૫૯]
[૪૫૮] ભગવન્! નૈરયિકો સાંતર ઉત્પન્ન થાય કે નિરંતર? અસુરકુમાર સાંતર ઉપજે કે નિરંતર? યાવત્ વૈમાનિક સાંતર ઉપજે કે નિરંતર? નૈરયિક સાંતર ઉદ્વર્તે કે નિરંતર? યાવત્ વ્યંતર સાંતર ઉદ્વર્તે કે નિરંતર? જ્યોતિષ્કો સાંતર ચ્યવે કે નિરંતર? વૈમાનિકો સાંતર ચ્યવે કે નિરંતર? - ગાંગેય! નૈરયિક સાંતર પણ ઉપજે, નિરંતર પણ. યાવત્ સ્તનિતકુમાર સાંતર પણ ઉપજે નિરંતર પણ.
પૃથ્વીકાયિકો સાંતર ન ઉપજે, નિરંતર ઉપજે. એ પ્રમાણે યાવત્ વનસ્પતિકાયિક છે. બાકીના નૈરયિકની જેમ છે. યાવત્ વૈમાનિક સાંતર પણ ઉપજે, નિરંતર પણ ઉપજે. - - નૈરયિકો સાંતર પણ ઉદ્વર્તે, નિરંતર પણ. એ રીતે યાવત્ સ્તનીતકુમાર જાણવા. પૃથ્વીકાયિક સાંતર ન ઉદ્વર્તે, નિરંતર ઉદ્વર્તે, એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું. બાકીના નૈરયિકવત્ છે. વિશેષ આ - જ્યોતિષ્ક, વૈમાનિકમાં ચ્યવે છે, એમ કહેવું. યાવત્ વૈમાનિક બંને રીતે ચ્યવે.
ભગવન્! નૈરયિકો, સત્ ઉત્પન્ન થાય કે અસત્? ગાંગેય! નૈરયિકો સત્ ઉત્પન્ન થાય, અસત્ નહીં. એ પ્રમાણે યાવત્ વૈમાનિક. - - ભગવન્! નૈરયિકો સત્ ઉદ્વર્તે કે અસત્? ગાંગેય! સત્ નૈરયિક ઉદ્વર્તે, અસત્ નહીં. એ પ્રમાણે યાવત્ વૈમાનિક. વિશેષ આ – જ્યોતિષ્ક, વૈમાનિક ચ્યવે છે, તેમ કહેવું.
ભગવન્! સત્ નૈરયિક ઉપજે કે અસત્? સત્ અસુરકુમારો ઉપજે? યાવત્ સત્ વૈમાનિક ઉપજે કે અસત્? સત્ નૈરયિકો ઉદ્વર્તે કે અસત્? સત્ અસુરકુમાર ઉદ્વર્તે યાવત્ સત્ વૈમાનિક ચ્યવે કે અસત્ વૈમાનિક? ગાંગેય! સત્ નૈરયિક ઉપજે અસત્ નૈરયિક નહીં. સત્ અસુરકુમાર ઉપજે, અસત્ અસુરકુમાર નહીં. યાવત્ સત્ વૈમાનિક ઉપજે, અસત્ વૈમાનિક નહીં. સત્ નૈરયિક ઉદ્વર્તે, અસત્ નૈરયિક નહીં યાવત્ સત્ વૈમાનિક ચ્યવે, અસત્ વૈમાનિક નહીં. - - ભગવન્! એમ કેમ કહ્યું કે સત્ નૈરયિક ઉપજે, અસત્ નહીં યાવત્ સત્ વૈમાનિક ચ્યવે, અસત્ નહીં?
ગાંગેય! નિશ્ચિતપણે પુરુષાદાનીય પાર્શ્વ અરહંતે લોકને શાશ્વત, અનાદિ, અનંત કહ્યો છે, જેમ પાંચમાં શતકમાં યાવત્ જે અવલોકાય તે લોક, તેથી હે ગાંગેય! એમ કહેવાય છે કે યાવત્ સત્ વૈમાનિક ચ્યવે છે, અસત્ વૈમાનિક ચ્યવતો નથી.
ભગવન્! આપ સ્વયં આ પ્રમાણે જાણો છો કે અસ્વયં? સાંભળ્યા વિના જાણો છો કે સાંભળીને? - કે સત્ નૈરયિકો ઉપજે છે, અસત્ નહીં યાવત્ સત્ વૈમાનિકો ચ્યવે છે, અસત્ નહીં? ગાંગેય! આ હું સ્વયં જાણું છું, અસ્વયં નહીં. સાંભળ્યા વિના આ જાણું છું, સાંભળીને નહીં કે સત્ નૈરયિકો ઉપજે છે, અસત્ નહીં. યાવત્ સત્ વૈમાનિક ચ્યવે છે, અસત્ નહીં. ભગવન્! આમ કેમ કહો છો?
ગાંગેય! કેવલી, પૂર્વમાં મિત પણ જાણે છે, અમિત પણ જાણે છે. દક્ષિણમાં પણ. એ પ્રમાણે જેમ શબ્દ ઉદ્દેશમાં જેમ કહ્યું તેમ યાવત્ કેવળીનું જ્ઞાન નિરાવરણ હોય છે, તેથી હે ગાંગેય! એમ કહ્યું.
ભગવન્! નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે કે અસ્વયં? ગાંગેય! નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે, અસ્વયં નહીં. ભગવન્! એમ કેમ કહ્યું? ગાંગેય! કર્મના - ઉદયથી, ગુરુકતાથી, ભારિકતાથી, ગુરુસંભારિકતાથી, અશુભ કર્મોના ઉદયથી, વિપાકથી, કર્મફળના વિપાકથી નૈરયિકો, નૈરયિકમાં સ્વયં ઉપજે છે - અસ્વયં નહીં, તેથી કહ્યું.
ભગવન્! અસુરકુમારો સ્વયં? પ્રશ્ન. ગાંગેય! અસુરકુમારો સ્વયં ઉપજે છે, અસ્વયં યાવત્ ઉપજતા નથી. ભગવન્! આમ કેમ કહ્યું? ગાંગેય! કર્મના-ઉદયથી, ઉપશમથી, વિગતીથી, વિશોધિથી, વિશુદ્ધિથી, શુભકર્મોના-ઉદયથી, વિપાકથી, કર્મફળના વિપાકથી અસુરકુમારો, અસુરકુમારપણામાં સ્વયં ઉપજે છે, અસ્વયં ઉપજતા નથી. તેથી આ પ્રમાણે કહેલું. યાવત્ સ્તનિતકુમાર.
ભગવન્! પૃથ્વીકાયિકો સ્વયં? પૃચ્છા. ગાંગેય! પૃથ્વીકાયિકો સ્વયં યાવત્ ઉપજે છે, અસ્વયં ઉપજતા નથી. તેથી આ પ્રમાણે કહ્યું છે. એ પ્રમાણે યાવત્ મનુષ્યો જાણવા. - વ્યંતર, જ્યોતિષ્કો, વૈમાનિકો અસુરકુમાર માફક કહેવા. તેથી હે ગાંગેય! એમ કહ્યું કે વૈમાનિકો યાવત્ સ્વયં ઉપજે છે, અસ્વયં યાવત્ ઉપજતા નથી.
[૪૫૯] ત્યારપછી, તે ગાંગેય અણગારે શ્રમણ ભગવાન્ મહાવીરને સર્વજ્ઞ, સર્વદર્શીરૂપ જાણ્યા. પછી તેણે શ્રમણ ભગવન્ મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વાંદ્યા, નમ્યો. પછી આમ કહ્યું – ભગવન્! હું તમારી પાસે ચતુર્યામ ધર્મને બદલે પાંચ મહાવ્રત આદિ ઈચ્છું છું જેમ કાલાશ્યવૈશિકપુત્રમાં કહ્યું તેમજ કહેવું યાવત્ સર્વદુઃખથી મુક્ત થયો.
ભગવન્! તે એમજ છે, એમજ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit