Viyahapannatti 694
Viyāhapannatti: ṭīkānusārī vivecana 694
- Language
- Gujarati
694
‘ભગવતી’ સૂત્ર-૪૬૦ થી ૪૬૨ :– [૯/૩૩/૪૬૦ થી ૪૬૨]
[૪૬૦] તે કાળે, તે સમયે બ્રાહ્મણકુંડગ્રામ નગર હતું. વર્ણન. બહુશાલ ચૈત્ય હતું. વર્ણન. તે બ્રાહ્મણકુંડ ગ્રામ નગરમાં ઋષભદત્ત નામે બ્રાહ્મણ વસતો હતો. તે આઢ્ય, દિપ્ત, વિત્ત યાવત્ અપરિભૂત હતો. ઋગ્વેદ, યજુર્વેદ, શામવેદ, અથર્વણવેદ (આદિ) જેમ સ્કંદક, યાવત્ બીજા ઘણાં બ્રાહ્મણ નયોમાં સુપરિનિષ્ઠિત હતો. તે શ્રાવક, જીવાજીવનો જ્ઞાતા, પુન્ય-પાપ તત્ત્વ ઉપલબ્ધ યાવત્ આત્માને ભાવિત કરતો વિચરતો હતો. તે ઋષભદત્ત બ્રાહ્મણની દેવાનંદા નામે બ્રાહ્મણી (પત્ની) હતી. સુકુમાલ હાથ-પગ યાવત્ પ્રિયદર્શના, સુરૂપા, શ્રાવિકા, જીવાજીવની જ્ઞાતા, પુન્ય-પાપ તત્ત્વોપલબ્ધ યાવત્ હતી.
તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા, પર્ષદા યાવત્ પર્યુપાસે છે. ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણ આ વૃત્તાંતને જાણીને હર્ષિત યાવત્ આનંદિત હૃદય થયો. જ્યાં દેવાનંદા બ્રાહ્મણી હતી ત્યાં આવીને દેવાનંદા બ્રાહ્મણીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયા! આદિકર, શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી, આકાશગત ચક્રથી યાવત્ સુખે સુખે વિચરતા બહુશાલ ચૈત્યમાં યથાપ્રતિરૂપ (અવગ્રહને સ્વીકારીને) યાવત્ વિચરી રહ્યા છે.
હે દેવાનુપ્રિયા! તે મહાફળદા છે યાવત્ તથારૂપ અરિહંત ભગવંતના નામ-ગોત્રનું શ્રવણ, તો પછી સન્મુખ જવું, વંદન, નમસ્કાર, પ્રતિપૃચ્છના, પર્યુપાસનાનું કહેવું જ શું? એક પણ આર્ય ધાર્મિક સુવચનની શ્રવણતા (થી મહાફળ થાય) તો વિપુલ અર્થની ગ્રહણતાથી કેટલો લાભ થાય? આપણે ત્યાં જઈએ. ભગવન્ મહાવીરને વાંદી, નમી યાવત્ પર્યુપાસીએ. તે આ ભવ અને પરભવના હિત-સુખ-ક્ષેમ-નિઃશ્રેયસ-આનુગામિકપણે થશે. ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણી, ઋષભદત્ત બ્રાહ્મણ પાસે આ પ્રમાણે સાંભળી હર્ષિત યાવત્ પ્રસન્ન હૃદય થઈ, બે હાથ જોડી યાવત્ ઋષભદત્ત બ્રાહ્મણની આ વાતને વિનયથી સ્વીકારે છે.
ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે કૌટુંબિક પુરુષોને બોલાવીને કૌટુંબિક પુરુષોને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો! જલ્દીથી જ શીઘ્ર ચાલનાર, પ્રશસ્ત, સદૃશરૂપવાળા, સમાન ખુર અને પુંછવાળા, સમાન શીંગડા-વાળા, સ્વર્ણ નિર્મિત કલાપોથી યુક્ત, ઉત્તમગતિક, ચાંદીની ઘંટડી યુક્ત, સ્વર્ણમય નાથ દ્વારા નાથેલ, નીલ-કમલની કલગીવાળા, બે ઉત્તમ-યુવા બળદોથી યુક્ત, અનેક મણિમય ઘંટાથી યુક્ત, ઉત્તમ કાષ્ઠમય યુગ અને જોતની ઉત્તમ બે દોરીથી યુક્ત, પ્રવરલક્ષણોપેત ધાર્મિક યાન પ્રવર તૈયાર કરીને ઉપસ્થિત કરો અને મારી આ આજ્ઞા પાછી આપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષો ઋષભદત્ત બ્રાહ્મણે આમ કહેતા, હર્ષિત યાવત્ હૃદયી થઈને, બે હાથ જોડી, એ પ્રમાણે સ્વામી! ‘તહત્તિ’ કહી, વિનયપૂર્વક આજ્ઞા વચનને યાવત્ સ્વીકારીને, જલ્દીથી શીઘ્રગામી યાવત્ ધાર્મિક યાનપ્રવર જોડીને ઉપસ્થિત કયુ યાવત્ તેમની આજ્ઞા પાલન થયાની સૂચના આપી.
ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણ સ્નાન કરીને યાવત્ અલ્પ, મહાર્ઘ આભરણથી શરીર અલંકારીને પોતાના ઘેરથી નીકળી - X - જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા, જ્યાં ધાર્મિક યાન પ્રવર હતું. ત્યાં આવે છે, ત્યાં આવીને ધાર્મિક યાન પ્રવર ઉપર આરૂઢ થયો.
ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણીએ પણ અંતઃપુરમાં સ્નાન કર્યુ, બલિકર્મ કર્યુ, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કર્યા. ઉત્તમ પાદને પ્રાપ્ત નેપુર, મણિ મેખલા, હાર વિરચિત, ઉચિત કડગ, ખુડ્ડા, એકાવલી, કંઠ સૂત્ર, હૃદયસ્થ ગ્રૈવેયક, શ્રોણિસૂત્ર, વિવિધ મણિરત્ન ભૂષણ વિરાજિત શરીરી, ચીનાંશુક ઉત્તમ વસ્ત્ર પરિહિત, દુકુલ સુકુમાલ ઉત્તરીય, સર્વઋતુક સુરભિ કુસુમથી વેણી, ઉત્તમ ચંદન, ઉત્તમ આભરણથી ભૂષિત શરીરવાળી, કાલાગરુ-ધૂપ-ધૂપિત શ્રી સમાન વેશવાળી યાવત્ અલ્પ, મહાર્ઘ આભરણથી અલંકૃત્ શરીરી, અનેક કુબ્જા-ચિલાતી-વામની-વડભી-બર્બરી-ઈસીગણિતા, ચારુગણિતા, પલ્લવિતા, લ્હાસિકી, લકુશી, આરબી, દમિલી, સિંધલી, પુલિંદી, પુષ્કલી, શબરી, પારસી, વિવિધ દેશની, વિદેશપરિપંડિતા, ઈંગિત-ચિંતિત-પ્રાર્થિતને જાણનારી, પોતાના દેશ-નેપથ્યના વેશને ગ્રહણ કરેલી, કુશલ, વિનીત, દાસીઓથી પરીવરેલ, વૃદ્ધ કંચુકીઓ, માન્ય પુરુષોના વૃંદ સાથે પોતાના અંતઃપુરથી નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા છે, જ્યાં ધાર્મિક યાન પ્રવર છે. ત્યાં આવીને, ધાર્મિક યાનમાં બેઠી.
ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણે દેવાનંદા બ્રાહ્મણી સાથે ધાર્મિક યાન પ્રવરમાં આરૂઢ થઈને, પોતાના નિજક, પરિવારથી સંપરિવૃત્ત થઈ બ્રાહ્મણકુંડગ્રામ નગરની ઠીક મધ્યમાં થઈને નીકળે છે. નીકળીને બહુશાલ ચૈત્યે આવે છે. ત્યાં આવીને છત્રાદિ તીર્થકરાતીશય જોઈને ધાર્મિક યાન પ્રવર રોકે છે, રોકીને, ધાર્મિક યાન પ્રવરથી ઉતરીને ભગવંત મહાવીરની પાસે પંચવિધ અભિગમથી જાય છે. તે આ - સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, એ પ્રમાણે જેમ બીજા શતકમાં છે યાવત્ ત્રણ પ્રકારની પર્યુપાસનાથી સેવે છે.
ત્યારે તે દેવાનંદ બ્રાહ્મણી ધાર્મિક યાન પ્રવરથી ઉતરીને અનેક કુબ્જા યાવત્ મહત્તરકના વૃંદથી પરિવૃત્ત થઈને ભગવાન મહાવીરને પાસે પંચવિધ અભિગમથી જાય છે. તે આ - સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, અચિત્ત દ્રવ્યને ન છોડીને, વિનયથી શરીર નમાવીને, ભગવંતને જોતાં જ બે હાથની અંજલી જોડીને, મનને એકાગ્ર કરીને, શ્રમણ ભગવંત મહાવીર પાસે જઈને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વાંદી, નમીને, ઋષભદત્ત બ્રાહ્મણને આગળ કરીને ઊભી, સપરિવાર શુશ્રૂષા કરતી એવી નમન કરતી એવી, વિનયથી અંજલી જોડીને સન્મુખ રહી યાવત્ પર્યુપાસે છે.
[૪૬૧] ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણીને પાનો ચઢ્યો - સ્તનથી દૂધની ધારા છૂટી, લોચનો વિકસીત થયા, હર્ષથી ફૂલતી બાહાને કડાએ રોકી, કંચૂક વિસ્તીર્ણ થયો, મેઘની ધારાથી વિકસીત કદંબ પુષ્પવત્ તેના રોમકૂપ વિકસીત થયા, ભગવંતને અનિમેષ દૃષ્ટિથી જોતી જોતી ઊભી રહી.
ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીરને વાંદી, નમીને આમ કહ્યું – ભગવન્! આ દેવાનંદા બ્રાહ્મણીને કેમ પાનો ચઢ્યો યાવત્ રોમકૂપ વિકસ્વર થયા, આપને અનિમેષ દૃષ્ટિએ જોતી-જોતી ઊભી છે? ભગવંતે ગૌતમને આમ કહ્યું – ગૌતમ! નિશ્ચે દેવાનંદા બ્રાહ્મણી મારી માતા છે. હું દેવાનંદા બ્રાહ્મણીનો આત્મજ છું. ત્યારે તે દેવાનંદા બ્રાહ્મણીને તે પૂર્વ પુત્રના સ્નેહાનુરાગથી પાનો ચઢ્યો યાવત્ તેણીના રોમકૂપ વિકસ્વર થયા અને મને અનિમેષ દૃષ્ટિએ જોતી-જોતી ઊભી છે.
[૪૬૨] ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે ઋષભદત્ત બ્રાહ્મણ, દેવાનંદા બ્રાહ્મણી અને તે મહામોટી ઋષિ પર્ષદાને ધર્મ કહ્યો. યાવત્ પર્ષદા પાછી ફરી. ત્યારે ઋષભદત્ત બ્રાહ્મણે ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈને ઊભો થયો, પછી ભગવંતને ત્રણ વખત યાવત્ નમીને આમ કહ્યું – ભગવન્! તે એમ જ છે, તે તે પ્રમાણે છે, સ્કંદકની માફક યાવત્ જેમ આપ કહો છો, એમ કરીને ઈશાન ખૂણામાં જઈને, સ્વયં જ આભરણ અલંકાર ઉતાર્યા, ઉતારીને જાતે જ પંચમુષ્ટિ લોચ કર્યો. કરીને ભગવંત મહાવીર પાસે આવીને, ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત્ નમીને આ પ્રમાણે કહ્યું –
ભગવન્ ! આલોક ચોતરફથી સળગી રહ્યો છે, પ્રદીપ્ત છે, આલિત્ત-પ્રદીપ્ત છે, જરામરણથી યુક્ત છે. એ પ્રમાણે એ ક્રમથી જેમ સ્કંદકમાં કહ્યું, તેમ પ્રવ્રજિત થઈને યાવત્ સામાયિક આદિ ૧૧ અંગને ભણ્યો યાવત્ ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ યાવત્ વિવિધ તપકર્મ વડે આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષોનો શ્રામણ્ય પર્યાય પાળીને માસિકી સંલેખનાથી આત્માને આરાધી, ૬૦ ભક્તોને અનશન વડે ભેદને જે હેતુથી નગ્ન ભાગ સ્વીકારેલ, તે અર્થને આરાધે છે. યાવત્ તે અર્થને આરાધીને તેઓ યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.
તે દેવાનંદા બ્રાહ્મણીએ પણ ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારીને હર્ષિત, તુષ્ટિત થઈ, ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત્ નમીને આ પ્રમાણે કહ્યું – ભગવન્! એ એમ જ છે, તેમજ છે, એ રીતે ઋષભદત્ત માફક યાવત્ ધર્મ સાંભળ્યો. પછી ભગવંતે સ્વયં જ દેવાનંદા બ્રાહ્મણીને પ્રવ્રજિત કરી, પોતે જ આર્યા ચંદનાને શિષ્યારૂપે આપ્યા. પછી આર્યા ચંદનાએ, આર્યા દેવાનંદાને આ આવા પ્રકારનો ધર્મોપદેશ સારી રીતે સ્વીકારાવ્યો, તેમની આજ્ઞાથી જ તેણી જાય છે યાવત્ સંયમથી સંયમિત રહે છે. આર્યા ચંદના પાસે આર્યા દેવાનંદા ૧૧-અંગોનો અભ્યાસ કરી યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit