Viyahapannatti 695
Viyāhapannatti: ṭīkānusārī vivecana 695
- Language
- Gujarati
695
વિવેચન :–૪૬૦ થી ૪૬૨
અડ્ઢ - સમૃદ્ધ, દિત્ત - દીપ્ત, તેજસ્વી અથવા ગર્વવાળા, વિત્ત - પ્રસિદ્ધ છે. યાવત્ શબ્દથી વિસ્તીર્ણ વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન ઈત્યાદિ. હિયાએ - પથ્ય અન્નવત્, સુહાએ - સુખ માટે, ખમાએ - ક્ષમત્વને માટે-સંગતત્વ માટે, શુભાનુબંધને માટે છે. હટ્ઠ - અહીં યાવત્ શબ્દથી હર્ષિત, તુષ્ટિત, થોડા મુખ સૌમ્યતાદિ ભાવ વડે સમૃદ્ધિને પામ્યા. તેથી જ સમૃદ્ધિતરને પામ્યા, પ્રીતિયુક્ત મનવાળા, પરમ સુષ્ઠુ સમન્સકતા પામેલ ચિત્તવાળા, હર્ષના વશથી જેનું હૃદય વિકસિત થયું છે તેવા.
શીઘ્રક્રિયા દક્ષત્વથી યુક્ત, પ્રશસ્ત યોગવાન્, પ્રશસ્ત-સદૃશ રૂપત્વાદિ, સમ ખુરાવાળા, સમાન પુંછવાળા, સમાન શીંગડાવાળા, - X - યુવાન, તેનાથી યુક્ત યાનપ્રવર ઉપસ્થાપિત કરો. કેવા? જેનું કંઠાભરણ વિશેષ સોનામાંથી બનેલ છે, તેના વડે યુક્ત અને પ્રતિવિશિષ્ટ - પ્રધાન યવ આદિ વડે, તથા રૂપાની બનેલી ઘંટીથી યુક્ત, કપાસ આદિના સૂત્રરજ્જૂ, પ્રવર સુવર્ણ મંડિતત્વથી જેની નાસિકારજ્જૂ કરેલ છે, તે દોરડાને ગ્રહણ કરીને અર્થાત્ તેનાથી બાંધીને, તથા –
નીલકમલણી કરેલ જેના શેખર છે, તેના વડે, ઉત્તમ એવા યુવાન બળદો વડે, વિવિધ મણિ રત્નોથી યુક્ત ઘંટિકા પ્રધાન જાળ, તેના વડે પરિગત, સારી જાતના લાડકાનું યૂપ, યૌક્ર નામક રજ્જુકાયુગ્મ, તે પ્રશસ્ત-અતિશુભ, સુવિરચિત-સુઘટિત, નિર્મિત-વિવેશિત છે તે.
એ પ્રમાણે હે સ્વામી! ‘તહત્તિ’ આજ્ઞા કરે ત્યારે આમ કહેવું. વિનયેન - અંજલિકરણ આદિ વડે. ત્યારે તે દેવાનંદા આદિ.
અહીં વાચનાંતરમાં દેવાનંદાનું વર્ણન બતાવેલ છે. તે આ પ્રમાણે – અંતઃપુરની અંદર સ્નાન કરીને, આના વડે કુલીન સ્ત્રીઓ ખાનગીમાં સ્નાન કરે છે, તે દેખાડ્યું. ગૃહદેવતાને આશ્રીને બલિકર્મ કરેલ, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત અવશ્ય કરવા એ હેતુથી કરેલ, તેમાં કૌતુક-એટલે મષી, તિલકાદિ. મંગલ એટલે સિદ્ધાર્થક, દૂર્વાદિ, વળી પગને પ્રાપ્ત ઉત્તમ ઝાંઝર વડે, મણિમેખલા હારથી વિરચિત, યુક્ત કટક વડે, અંગુલીક વડે, એકાવલી વડે, વિચિત્ર મણિમય કંઠસૂત્રથી, હૃદય ઉપર રૂઢિગમ્ય ગ્રૈવેયક વડે, કટી સૂત્ર વડે, વિવિધ મણિ-રત્ન-આભુષણથી વિરાજિત શરીરવાળી, ચિનાંશુક નામના વસ્ત્રો મધ્યે ઉત્તમ, તેને પહેરીને રહેલી, વૃક્ષ વિશેષની છાલમાંથી બનેલ દુકુલ નામે વસ્ત્ર વિશેષ, સુકુમાર એવા ઉત્તરીય-ઉપરનું આચ્છાદન જેને છે તેવી, બધી ઋતુના પુષ્પો વડે વેણી બનાવીને જેણીએ વાળને શણગાર્યા છે તેવી તથા કપાળ ઉપર ઉત્તમ ચંદનને લીંપેલી એવી, ઉત્તમ આભુષણવાળા શરીરવાળી, કાલાગરુ ધૂપ વડે ધૂપિત, શ્રીદેવતા સમાન નેપથ્યવાળી.
કુબ્જિકા એટલે વક્રજંઘાવાળી, ચિલાત દેશમાં ઉત્પન્ન, યાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું – વામણી એટલે શરીરથી અલ્પ, ઠીંગણી, વડભી, બર્બરી, પયોસિકા, ઋષિગણિકા, વાસગણિકા, જોણ્હિકા, પલ્હવિકા, લ્હાસિકા, લકુશિકા, આરબી, દમિલી, સિંહલી, પુલિંદી, પક્કણી, બહલી, મુરુંડી, શબરી, પારસી એ રીતે અનેક જનપદથી, તે દેશની અપેક્ષાએ વિદેશ-બીજા દેશથી, પરિવરેલી, પોત-પોતાના દેશના વેશને ધારણ કરેલી, ઈંગિત - નયન આદિ ચેષ્ટા વડે, ચિંતિત અને બીજા વડે પ્રાર્થિત-અભિલાષા કરાયેલને જાણતી એવી, કુશળ અને વિનિત એવી ચેટી-દાસી, સ્વદેશમાં સંભવ વર્ધિતકરણ-નપુંસક કરાયેલ અંતઃપુર-પુરુષો, અંતઃપુરમાં પ્રયોજનનું નિવેદન કરનારા સ્થવિર કંચુકી એવા પ્રતિહાર કે મહત્તરક - અંતઃપુર કાર્યને ચિંતવનારાના સમૂહથી ઘેરાયેલી. આ સર્વ વાચના બીજી વાચનામાં સાક્ષાત્ છે જ.
પાંચ અભિગમો – (૧) પુષ્પ તાંબુલાદિ સચિત્ત દ્રવ્યોનો ત્યાગ, (૨) વસ્ત્ર આદિ અચિત્ત દ્રવ્યોનો અત્યાગ, (૩) મનના અનેક ભાવોને છોડીને એકતા લક્ષણ ભાવ કરણ, ૪ અને ૫ (સૂત્ર મુજબ જાણવા.)
આગય પણ્હય - પુત્ર સ્નેહથી સ્તનમાં આવેલ દૂધની ધારા, પપ્ફુયલોયણા - પુત્રના દર્શનથી પ્રવર્તિત આનંદ જળ, હર્ષાના અતિરેકથી ફૂલતી એવી બાહાને વલય - કટક વડે રોકી રખાયેલ, હર્ષના અતિરેકથી શરીર વિકસ્વર થતાં કંચૂક વિસ્તરેલ છે, મેઘની ધારાથી સીંચાયેલા કદંબના પુષ્પની જેમ, જેણીના રોમકૂપ-રોમ છિદ્રો વિકસિત થયા છે, દેહમાણી - જોતી-જોતી (અહીં દ્વિરુક્તિ સમજવી.)
ભંતે - એ પ્રમાણે આમંત્રણ વચન વડે આમંત્રીને. ગોયમ એ પ્રમાણે ગૌતમને જ આમંત્રીને અથવા ગૌતમ એવા નામોચ્ચારણથી. અત્તએ - આત્મજ અર્થાત્ પુત્ર. પૂર્વે-પ્રથમ ગર્ભાધાન કાળ સંભવ એવા પુત્રસ્નેહ લક્ષણ અનુરાગથી, મોટી એવી મહામોટી તે મહતિમહાલિયા. જે જુએ છે તે ઋષિ અર્થાત્ જ્ઞાની, તદ્રૂપ પર્ષદાને. યાવત્ શબ્દથી અહીં - મુનિ પર્ષદા, યતિ પર્ષદા, અનેક શત પરિવાર વૃંદને-ઈત્યાદિ.
અહીં દેવાનંદાને ભગવંતે પ્રવ્રાજનકરણ - દીક્ષા આપ્યા છતાં જે આર્યા ચંદના વડે ફરી તે જ કરવું, તે વિશેષ આધાન છે, તેમ જાણવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit