Pramāṇa · Search · About · API

Viyahapannatti 707

Viyāhapannatti: ṭīkānusārī vivecana 707

Language
Gujarati

707

‘ભગવતી’ સૂત્ર-૪૭૧ :– [૯/૩૪/૪૭૧]
તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્‌ આ પ્રમાણે કહ્યું – ભગવન્‌! કોઈ પુરુષ, પુરુષને હણતાં, શું પુરુષને હણે છે કે નોપુરુષને? ગૌતમ! પુરુષને પણ હણે, નોપુરુષને પણ હણે છે. ભગવન્‌! એમ કેમ કહો છો - X -?
ગૌતમ! જો તેને એમ થાય કે નિશ્ચે હું એક પુરુષને હણું છું, (પણ) તે એક પુરુષને મારતા, અનેક જીવોને હણે છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે – પુરુષને પણ હણે છે, નોપુરુષને પણ હણે છે.
ભગવન્‌! કોઈ પુરુષ અશ્વને મારતા, શું અશ્વને હણે છે કે નોઅશ્વને પણ હણે છે. ગૌતમ! અશ્વને પણ હણે, નોઅશ્વને પણ હણે છે. ભગવન્‌! એમ કેમ કહો છો? પૂર્વવત્‌ જાણવું. આ પ્રમાણે હાથી, વાઘ યાવત્‌ ચિત્રલમાં પણ જાણવું.
ભગવન્‌! કોઈ પુરુષ કોઈ એક ત્રસપ્રાણીને હણતાં, તે એક ત્રસપ્રાણીને હણે છે કે અન્ય ત્રસપ્રાણીને હણે છે? ગૌતમ! તે એક ત્રસ પ્રાણીને પણ હણે છે, અન્ય ત્રસ પ્રાણીને પણ હણે છે.
ભગવન્‌! એમ કેમ કહ્યું કે અન્યતરને પણ હણે છે, નોઅન્યતરને પણ હણે છે? ગૌતમ! તેના મનમાં એમ હોય છે કે – તે કોઈ એક ત્રસ પ્રાણીને જ હણે છે. પરંતુ તે, તે ત્રસજીવને મારતો બીજા અનેક જીવોને પણ મારે છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું. આ બધાંનો એકસમાન ગમ (આલાવો) છે.
ભગવન્‌! કોઈ પુરુષ ઋષિને મારતા ઋષિને મારે છે કે નોઋષિને મારે છે? ગૌતમ! ઋષિને પણ હણે છે, નોઋષિને પણ હણે છે.
ભગવન્‌! એમ કેમ કહો છો? ગૌતમ! તેને એમ થાય છે કે નિશ્ચયથી હું એક ઋષિને હણું છું, તે એક ઋષિને હણતા, અનંતા જીવોને હણે છે, તેથી.
ભગવન્‌! કોઈ પુરુષ, પુરુષને હણતાં પુરુષવૈરથી સ્પૃષ્ટ થાય કે નોપુરુષવૈરથી સ્પૃષ્ટ થાય? ગૌતમ! નિયમા, તે પુરુષવૈરથી સ્પૃષ્ટ થાય અથવા પુરુષવૈર અને નોપુરુષ વૈરથી સ્પૃષ્ટ થાય અથવા પુરુષવૈર અને નોપુરુષના વૈરોથી સ્પૃષ્ટ થાય. એ પ્રમાણે અશ્વ યાવત્‌ ચિલ્લકમાં જાણવું યાવત્‌ અથવા ચિલ્લકવૈરથી સ્પૃષ્ટ થાય અને નોચિલ્લકોના વૈરોથી સ્પૃષ્ટ થાય.
ભગવન્‌! કોઈ પુરુષ ઋષિને હણતાં ઋષિના વૈરથી સ્પૃષ્ટ થાય કે નોઋષિના વૈરથી? ગૌતમ! નિયમા ઋષિવૈરથી અને નોઋષિના વૈરોથી સ્પૃષ્ટ થાય છે.

Linked texts (1)