Pramāṇa · Search · About · API

Viyahapannatti 708

Viyāhapannatti: ṭīkānusārī vivecana 708

Language
Gujarati

708

વિવેચન :–૪૭૧
નો પુરિસં હણઈ - પુરુષ સિવાયના બીજા જીવોને હણે છે અનેક જીવોને - જૂ, લીખ, કૃમિ, ગંડોલકાદિ જે-જે તે પુરુષને આશ્રીને રહેલા હોય તે બધાંને હણે છે. અથવા શરીરના સંકોચન-પ્રસારણાદિથી પણ ઘણાં જીવો હણાય છે. ક્યાંક છણઈ પાઠ છે, તેનો પણ આ જ અર્થ છે. આ સૂત્ર બહુલતાને આશ્રીને છે તે પુરુષ વડે તથાવિધ સામગ્રીના વશથી કોઈક તે જીવોને હણે છે, કોઈક એક જીવને પણ હણે છે. - X -
એતે સવ્વે૦ - આ હાથી વગેરે એકગમા - સરખા આલાવાવાળા છે. ઈસિ - ઋષિ, ઋષિને હણતા અનંતા જીવોને હણે છે. કેમકે તેનો ઘાત કરવાથી અનંતજીવોનો ઘાત થાય છે. કેમકે મરેલા પ્રત્યે તેની વિરતિના અભાવે અનંતજીવ ઘાતકત્વનો ભાવ છે. અથવા ઋષિનું જીવન ઘણાં પ્રાણીને પ્રતિબોધક છે. તેઓ પ્રતિબોધ પામીને ક્રમથી મોક્ષને પામે છે. મુક્ત જીવો અનંત સંસારી જીવોના અઘાતક હોય છે, તેમનો વધ થતાં આ બધું થતું નથી, તેથી તેમના વધથી અનંત જીવોનો વધ થાય છે. - - નિક્ખેવઓ - નિગમન.
નિયમા પુરિસવેરેણ૦ પુરુષને હણવાથી નિયમા પુરુષવધના પાપથી સ્પૃષ્ટ થાય છે, તે એક ભંગ, તેમાં જો બીજો પ્રાણી પણ હણાય તો પુરુષવૈર અને નોપુરુષવૈર એ બીજો ભંગ, જો ઘણાં પ્રાણીઓ હણાય તો ત્રીજો ભંગ થાય છે. એ પ્રમાણે બધે ત્રણ ભંગ છે.
ઋષિપક્ષે તો ઋષિવૈર, નોઋષિવૈર એ એક જ ભંગ છે. (શંકા) જે મરીને મોક્ષે જાય. તે અવિરતિ ન થાય, તે ઋષિના વધથી ઋષિવૈર જ થાય, એ રીતે પહેલો વિકલ્પ સંભવે છે? ચરમશરીરીને નિરુપક્રમ આયુષ્કત્વથી હનન ન સંભવે, તેથી અચરમશરીરાપેક્ષાએ યથોક્ત ભંગ સંભવે છે?
ના, એમ નથી. જો કે ચરમશરીરી નિરુપક્રમ આયુષ્ક છે, તો પણ, તેના વધને માટે પ્રવૃત્ત યમુનરાજાની જેમ વૈર થાય જ, તેથી પહેલા ભંગનો સંભવ છે, સત્ય, પણ જે ઋષિના સોપક્રમ આયુષ્કત્વથી પુરુષકૃત્‌ વધ થાય છે, તેને આશ્રીને આ સૂત્ર પ્રવૃત્ત છે - X - હનન કહ્યું, તે ઉચ્છ્‌વાસ વિયોગથી થાય, માટે હવે ઉચ્છ્‌વાસને કહે છે–

Linked texts (1)