Pramāṇa · Search · About · API

Viyahapannatti 714

Viyāhapannatti: ṭīkānusārī vivecana 714

Language
Gujarati

714

‘ભગવતી’ સૂત્ર-૪૭૫ :– [૧૦/૧/૪૭૫]
રાજગૃહે યાવત્‌ આ પ્રમાણે કહ્યું – આ પૂર્વદિશા શું કહેવાય છે? ગૌતમ! તે જીવરૂપ, અજીવરૂપ છે.
આ પશ્ચિમ દિશા શું કહેવાય છે? ગૌતમ! પૂર્વવત્‌. આ જ પ્રમાણે દક્ષિણદિશા, ઉત્તરદિશા, ઉર્ધ્વદિશા અને અધોદિશા જાણવી.
ભગવન્‌! દિશાઓ કેટલી કહી છે? ગૌતમ! દશ દિશાઓ કહી છે. તે આ – પૂર્વ, પૂર્વ-દક્ષિણ, દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમ-ઉત્તર, ઉત્તર, ઉત્તર-પૂર્વ, ઉર્ધ્વ અને અધો.
ભગવન્‌! આ દશ દિશાઓના કેટલા નામ કહ્યા છે? ગૌતમ! દશ નામ કહ્યા છે. તે આ – ઐન્દ્રી, આગ્નેયી, યમા, નૈર્ઋતી, વારુણી, વાયવ્યા, સોમા, ઈશાની, વિમલા, તમા.
ભગવન્‌! ઐન્દ્રી (પૂર્વ) દિશા જીવ, જીવદેશ, જીવપ્રદેશ, અજીવ, અજીવદેશ, અજીવપ્રદેશ, શું છે? ગૌતમ! તે જીવ યાવત્‌ અજીવ પ્રદેશરૂપ પણ છે. જે જીવ છે તે નિયમા એકેન્દ્રિય યાવત્‌ પંચેન્દ્રિય, અનિન્દ્રિય છે. જે જીવદેશ છે, તે નિયમા એકેન્દ્રિય દેશો યાવત્‌ અનિન્દ્રિય દેશો છે. જે જીવપ્રદેશ છે, તે એકેન્દ્રિય પ્રદેશો યાવત્‌ અનિન્દ્રિય પ્રદેશો છે.
જે અજીવો છે, તે બે ભેદે છે - રૂપી અજીવ, અરૂપી અજીવ. જે રૂપી અજીવ છે, તે ચાર ભેદે છે. - સ્કંધ, સ્કંધ દેશ, સ્કંધ પ્રદેશ અને પરમાણુ પુદ્ગલો. જે અરૂપી અજીવ છે તે સાત ભેદે છે – નોધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ, નોઅધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના દેશો, અધર્માસ્તિકાયના પ્રદેશો, નોઆકાશાસ્તિકાય, આકાશાસ્તિકાયના દેશો, આકાશાસ્તિકાયના પ્રદેશો, અને અદ્ધાસમય.
ભગવન્‌! આગ્નેયી દિશા શું જીવ છે, જીવદેશ છે, જીવપ્રદેશ છે? પૃચ્છા. ગૌતમ! તે જીવ નથી, જીવદેશ છે, જીવપ્રદેશ પણ છે, અજીવ પણ છે, અજીવ દેશ પણ છે, અજીવ પ્રદેશ પણ છે. જે જીવ દેશ છે તે નિયમા (૧) એકેન્દ્રિય દેશ છે, અથવા એકેન્દ્રિયના દેશો અને બેઈન્દ્રિયનો દેશ છે (૨) અથવા એકેન્દ્રિયના દેશો અને બેઈન્દ્રિયના દેશો છે. અથવા (૩) એકેન્દ્રિયના દેશો અને બેઈન્દ્રિયોના દેશો છે. અથવા (૧) એકેન્દ્રિયના દેશો અને તેઈન્દ્રિયના દેશ છે. આ પ્રમાણે ત્રણ ભંગ કહેવા. એ પ્રમાણે યાવત્‌ અનિન્દ્રિયોના ત્રણ ભંગો છે. જે જીવ પ્રદેશો છે, તે નિયમા (૧) એકેન્દ્રિયના પ્રદેશો અથવા એકેન્દ્રિયના પ્રદેશો અને બેઈન્દ્રિયના પ્રદેશો છે અથવા એકેન્દ્રિય પ્રદેશો અને બેઈન્દ્રિયોના પ્રદેશો છે. એ પ્રમાણે બધે પ્રથમ ભંગ છોડીને યાવત્‌ અનિન્દ્રિય જાણવું.
જે અજીવો છે, તે બે ભેદ છે – રૂપી અજીવ, અરૂપી અજીવ. જે રૂપી અજીવ છે, તે ચાર ભેદે છે – સ્કંધ યાવત્‌ પરમાણુ પુદ્ગલો. જે અરૂપી અજીવ છે, તે સાત ભેદે છે – નોધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય દેશ, ધર્માસ્તિકાય પ્રદેશો યાવત્‌ અદ્ધાસમય.
વિદિશામાં જીવો નથી. સર્વત્ર દેશ ભંગ જ જાણવો.
ભગવન્‌! યામ્યાદિશા શું જીવ છે? ઐન્દ્રી દિશામાં કહ્યું, તેમ સંપૂર્ણ કહેવું. નૈર્ઋતિ આગ્નેયીવત્‌. વારુણી, ઐન્દ્રીવત્‌ વાયવ્યા. આગ્નેયીવત્‌. સોમા, ઐન્દ્રીવત્‌. ઈશાની, આગ્નેયીવત્‌. વિમલમાં જીવો, આગ્નેયીવત્‌ અને અજીવો ઐન્દ્રીવત્‌ જાણવા તમા પણ એ રીતે જ જાણવી. વિશેષ આ – તમામાં અરૂપીના છ ભેદ જ કહેવા. અદ્ધાસમય ન કહેવો.

Linked texts (1)