Viyahapannatti 715
Viyāhapannatti: ṭīkānusārī vivecana 715
- Language
- Gujarati
715
વિવેચન :–૪૭૫
કિમિયં ભંતે૦ પૂર્વ દિશાની વિવક્ષા પૂર્વવત્ જાણવી. પ્રાચી - પૂર્વા. ઉત્તરમાં જીવો અને અજીવો છે. જીવો-જીવરૂપ, તેમાં જીવો - જીવરૂપ, તેમાં જીવો - એકેન્દ્રિયાદિ છે, અજીવો-ધર્માસ્તિકાયાદિ દેશાદિ છે. અહીં કહેવા એમ માંગે છે કે – પૂર્વ દિશામાં જીવો અને અજીવો છે.
ઈંદ૦ ઈત્યાદિ. જેનો દેવતા ઈન્દ્ર છે તે ઐન્દ્રી, એ રીતે આગ્નેયીના અગ્નિ, યામ્યાનો યમ, નૈર્ઋતીનો નિર્ઋતિ, વારુણીનો વરુણ, વાયવ્યાનો વાયુ, સૌમ્યાનો સોમ, ઐશાનીનો ઈશાન, દેવતા છે. વિમલપણાથી વિમલા, તમા એટલે રાત્રિ, તદાકારપણાથી તમા એટલે અંધકાર. અહીં ઐન્દ્રી એટલે પૂર્વા, બાકીની આ ક્રમથી જાણવી. વિમલા તે ઉર્ધ્વા, તમા તે અધો છે. આ દિશાઓ ગાડાની ઉદ્ધિ આકારે છે, વિદિશાઓ મુક્તાવલી આકારે છે. ઉર્ધ્વ અને અધો દિશા રૂચકાકારે છે - X -
જીવાવિ૦ ઐન્દ્રી દિશામાં જીવોના અસ્તિત્વથી જીવ છે, તેમ કહ્યું. એ પ્રમાણે જીવદેશ અને જીવપ્રદેશ છે તથા અજીવો પુદ્ગલાદિના અસ્તિત્વથી અજીવ છે. ધર્માસ્તિકાયાદિ દેશોના અસ્તિત્વથી અજીવદેશો છે. એ રીતે અજીવપ્રદેશો પણ છે તેમાં જે જીવો છે, તે એકેન્દ્રિયાદિ છે, અનિન્દ્રિય તે કેવલી. જે જીવ દેશો છે, તે એકેન્દ્રિયાદિ છે. એ રીતે જીવપ્રદેશો પણ છે. જે અરૂપી અજીવો છે, તે સાત ભેદે છે. કઈ રીતે? તે કહે છે –
નોધમ્મત્થિકાય - એટલે ધર્માસ્તિકાય સમસ્ત, તે પૂર્વ દિશામાં નથી, પણ ધર્માસ્તિકાયનો દેશ, તે તેના એક-દેશ ભાગરૂપ છે. તથા તેના જ પ્રદેશો, તે અસંખ્ય પ્રદેશાત્મકપણાથી તેમાં હોય છે. એ રીતે અધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશ હોય છે, આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશ હોય છે અને અદ્ધા સમય હોય છે. આ રીતે ઐન્દ્રી દિશામાં આ સાત છે.
આગ્નેયી, ઈત્યાદિ પ્રશ્ન. જીવોનો નિષેધ કરવો કેમકે વિદિશાના એક પ્રદેશિકત્વથી એક પ્રદેશમાં જીવોના અવગાહનો અભાવ છે. જીવ અસંખ્ય પ્રદેશાવગાહી છે. તેમાં જે જીવ દેશો છે, તે નિયમા એકેન્દ્રિય દેશો છે, કેમકે એકેન્દ્રિયોનું સકલ લોક વ્યાપકત્વથી આગ્નેયી નિયમા એકેન્દ્રિયદેશોવાળી હોય અથવા એકેન્દ્રિયોના સકલલોક વ્યાપકત્વથી અને બેઈન્દ્રિયોના અલ્પત્વથી ક્યારેક એકાદિના સંભવથી એકેન્દ્રિયોના દેશો-બેઈન્દ્રિયના દેશ કહ્યું અથવા એકેન્દ્રિય તેમજ અને બેઈન્દ્રિયના બહુવચનવાળો બીજો ભંગ અથવા એકેન્દ્રિય તેમજ અને બેઈન્દ્રિયનું બહુવચનાંત દેશ પદ એ ત્રીજો ભંગ થાય. એ પ્રમાણે ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય સાથે પ્રત્યેકના ત્રણ ભંગ કહેવા. એ પ્રમાણે પ્રદેશ પક્ષ પણ કહેવો. વિશેષ આ-બેઈન્દ્રિયાદિમાં પ્રદેશ પદ બહુવચનાંત જ છે.-X -X-
વિમલાએ જીવા જહા અગ્ગેઈએ - વિમલામાં જીવોનું અવગાહન હોવાથી (ત્યાં જીવ કહ્યા.) અજીવો, ઐન્દ્રી મુજબ જાણવા, કેમકે તેની સમાન વક્તવ્યતા છે. તમા (અધો) દિશા પણ વિમલાની જેમ જ કહેવી. વિમલામાં અનિન્દ્રિયનો સંભવ છે, તેથી તેના દેશાદિ કહ્યા તે યુક્ત છે, પણ તમામાં તો તેનો અસંભવ છે, તેનું શું? તે, કહે છે, દંડ આદિ અવસ્થા તે આશ્રીને તેના દેશ, દેશો, પ્રદેશોની વિવક્ષા ત્યાં પણ યુક્ત છે.
હવે તમામાં વિશેષથી કહે છે – અદ્ધા સમય ન કહેવો. સમય વ્યવહાર, સંચરતા એવા સૂર્યાદિના પ્રકાશથી કરાય છે તે તમા દિશામાં નથી, તેથી અદ્ધા સમય ત્યાં કહ્યો નથી. - વિમલામાં પણ તે નથી, તો તેમાં સમય વ્યવહાર કઈ રીતે કહ્યો? મેરુના અવયવભૂત સ્ફટિક કાંડમાં સૂર્યાદિપ્રભા સંક્રાંતિ દ્વારથી, તેમાં સંચરિત સૂર્યાદિ પ્રકાશ છે. તેથી. જીવાદિ રૂપ દિશાની પ્રરૂપણા કરી, જીવો શરીરીના પણ હોય, તેથી શરીર પ્રરૂપણા કરતા કહે છે
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit