Viyahapannatti 724
Viyāhapannatti: ṭīkānusārī vivecana 724
- Language
- Gujarati
724
વિવેચન :–૪૮૦, ૪૮૧
જેનું પરિમાણ એક માસ છે, તે માસિકી. તે ભિક્ષુ પ્રતિમા-સાધુ પ્રતિજ્ઞા વિશેષ, સ્નાનાદિ પરિકર્મ વર્જનથી કાયાને વોસિરાવીને અને વધ, બંધ આદિના નિવારણથી દેહનો ત્યાગ કરીને અથવા દેહને ધર્મના સાધનરૂપે પ્રધાનતાથી માનીને (વર્તે). એ પ્રમાણે માસિકી ભિક્ષુપ્રતિમા વડે જે કોઈ પરીષહ ઉપસર્ગ-દેવ, મનુષ્ય કે તિર્યંચયોનિકને ઉપજે, તેને સમ્યક્ પ્રકારે સહે, ખમે, તિતિક્ષે, અધ્યાસિત કરે. તેમાં સ્થાનથી સહે, ક્રોધાદિ અભાવે ખમે, દૈન્યતા અભાવે તિતિક્ષે, અથવા મન આદિ વડે સહે. આરાધિતા થાય છે. હવે આરાધના જે રીતે થાય, જે રીતે ન થાય, તે દેખાડે છે. - X - અકૃત્યસ્થાનને સેવનાર થાય છે. - X - વ્યંતર નિકાય વિશેષ અણપન્નિત્વ દેવત્વને પણ ન પામે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit