Viyahapannatti 723
Viyāhapannatti: ṭīkānusārī vivecana 723
- Language
- Gujarati
723
‘ભગવતી’ સૂત્ર-૪૮૦, ૪૮૧ :– [૧૦/૨/૪૮૦, ૪૮૧]
[૪૮૦] ભગવન્! માસિકી ભિક્ષુપ્રતિમા સ્વીકારેલ અનગારને નિત્ય કાયાને વોસિરાવીને, દેહ ત્યાગીને એ પ્રમાણે માસિકી ભિક્ષુ પ્રતિમા સંપૂર્ણ કહેવી. યાવત્ દશાશ્રુતસ્કંધ મુજબ યાવત્ આરાધિતા હોય છે.
[૪૮૧] કોઈ ભિક્ષુ કોઈ અકૃત્ય સ્થાન સેવીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે, તેને આરાધના નથી. જો તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરીને કાળ કરે, તો તેને આરાધના છે. ભિક્ષુને કોઈ અકૃત્ય સ્થાને સેવીને, તેને એમ થાય કે પછી હું ચરમ કાળ સમયે આ સ્થાનને આલોચીશ યાવત્ પ્રાયશ્ચિત્ત સ્વીકારીશ. તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરે, તો તેને આરાધના નથી, જો તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરી કાળ કરે, તો તેને આલોચના છે.
ભિક્ષુને કોઈ અકૃત્ય સ્થાનને સેવીને, તેને એમ થાય કે જો શ્રાવક પણ કાળમાસે કાળ કરીને કોઈ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે, તો હું શું અણપન્નિ દેવત્વ પણ પ્રાપ્ત નહીં કરી શકું? એમ વિચારી તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા સિવાય કાળ કરે, તો તેને આરાધના નથી. જો તે, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરી કાળ કરે, તો તેને આરાધના છે. ભગવન્! તે એમજ છે, એમજ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit