Pramāṇa · Search · About · API

Viyahapannatti 731

Viyāhapannatti: ṭīkānusārī vivecana 731

Language
Gujarati

731

‘ભગવતી’ સૂત્ર-૪૮૭ :– [૧૦/૪/૪૮૭]
તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું, વર્ણન. દૂતિપલાશ ચૈત્ય હતું, સ્વામી પધાર્યા. યાવત્‌ પર્ષદા પાછી ફરી.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિ અણગાર યાવત્‌ ઉર્ધ્વ જાનુ યાવત્‌ વિચરતા હતા.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય શ્યામહસ્તી નામે અણગાર, પ્રકૃત્તિભદ્રક યાવત્‌ રોહ સમાન યાવત્‌ ઉર્ધ્વજાનૂ યાવત્‌ વિચરતા હતા. ત્યારે તે શ્યામહસ્તી અણગાર, શ્રદ્ધા ઉત્પન્ન યાવત્‌ ઉઠ્યા. ઉઠીને ગૌતમસ્વામી હતા, ત્યાં આવ્યા. આવી ગૌતમસ્વામીને ૩ વખત પ્રદક્ષિણા કરી યાવત્‌ પર્યુપાસતા આમ કહ્યું –
ભગવન્‌! અસુરકુમાર અસુરેન્દ્ર ચમરને ત્રાયસ્ત્રિંશક દેવો છે? હા, છે. ભગવન્‌! એમ કેમ કહો છો- X -?
હે શ્યામહસ્તી! નિશ્ચયથી તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં કાકંદી નામે નગરી હતી, વર્ણન. તે કાકંદી નગરીમાં (પરસ્પર) સહાયક તેત્રીશ ગૃહપતિ શ્રમણોપાસક રહેતા હતા. જે આઢ્ય યાવત્‌ અપરિભૂત હતા, જીવાજીવના જ્ઞાતા, પાપ-પુન્ય તત્ત્વને પામીને વિચરતા હતા. યાવત્‌ તે સહાયક તેત્રીશ ગાથાપતિ શ્રાવકો પૂર્વે ઉગ્ર-ઉગ્રવિહારી, સંવિગ્ન-સંવિગ્ન વિહારી થઈને ત્યારપછી પાર્શ્વસ્થા-પાર્શ્વસ્થ વિહારી, અવસન્ન-અવસન્નવિહારી, કુશીલ-કુશીલવિહારી, યથાછંદ-યથાછંદવિહારી થઈ ગયા.
ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાય પાળીને અર્ધમાસિકી સંલેખના વડે આત્માને ઝોસિત કરીને ત્રીશ ભક્તોને અનશન વડે છેદીને, તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરના ત્રાયસ્ત્રિંશક દેવપણે ઉપજ્યા.
ભગવન્‌! જ્યારથી તે કાકંદરા પરસ્પર સહાયક તેત્રીશ ગાથાપતિ શ્રાવક અસુરેન્દ્ર ચમરના ત્રાયસ્ત્રિંશક દેવપણે ઉપજેલ છે, ત્યારથી ભગવન્‌! શું એવું કહેવાય છે કે – ચમરને ત્રાયસ્ત્રિંશક દેવ છે?
ત્યારે ગૌતમ સ્વામી, શ્યામહસ્તી અણગાર પાસેથી આ પ્રમાણે સાંભળીને શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિક થઈ ઉઠ્યા, ઉત્થાનથી ઉઠીને શ્યામહસ્તી અણગાર સાથે ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવન્‌ મહાવીરને વંદન, નમસ્કાર કર્યા. કરીને આમ કહ્યું કે–
ભગવન્‌! અસુરેન્દ્ર અસુરરાજ ચમરને ત્રાયસ્ત્રિંશક દેવો છે? હા, છે. ભગવન્‌! એમ કેમ કહો છો? એ પ્રમાણે તે બધું જ કહેવું યાવત્‌ ત્યારથી એમ કહેવાય છે કે ચમરને ત્રાયસ્ત્રિંશક દેવ છે? તે અર્થ યોગ્ય નથી.
ગૌતમ! ચમરેન્દ્રના ત્રાયસ્ત્રિંશક દેવોના નામ શાશ્વત કહ્યા છે. જે કદી ન હતા તેમ નથી, કદી નથી તેમ નથી, કદી નહીં હોય તેમ પણ નથી. યાવત્‌ અવ્યુચ્છિન્ન નયાપેક્ષાએ નિત્ય છે, એક ચ્યવે છે - બીજા ઉપજે છે.
ભગવન્‌! વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલીને ત્રાયસ્ત્રિંશક દેવો છે? હા, છે. ભગવન્‌! એમ કેમ કહ્યું - X - છે? ગૌતમ! નિશ્ચયથી તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં બિભેલનામે સંનિવેશ હતું-વર્ણન. તે બિભેલ સંનિવેશમાં જેમ ચમરમાં કહ્યું તેમ યાવત્‌ ઉપજ્યા. ભગવન્‌! જ્યારથી તે બિભેલિકા પરસ્પર સહાયક ૩૩-ગૃહપતિ શ્રાવકો બલીન્દ્રના (ત્રાયસ્ત્રિંશક દેવ થયા છે?) બાકીનું પૂર્વવત્‌ યાવત્‌ અવોચ્છિત્ત નયાર્થતાથી નિત્ય છે. એક ચ્યવે છે - બીજા ઉપજે છે.
ભગવન્‌! શું નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણને ત્રાયસ્ત્રિંશક દેવો છે? હા, છે. એમ કેમ કહો છો યાવત્‌ ત્રાયસ્ત્રિંશક દેવો છે? ગૌતમ! ધરણેન્દ્રના ત્રાયસ્ત્રિંશક દેવ એ શાશ્વત નામ છે. જે કદી ન હતું એમ નહીં યાવત્‌ એક ચ્યવે છે - બીજા ઉપજે છે. - - આ રીતે ભૂતાનંદને યાવત્‌ મહાઘોષને પણ જાણવા.
ભગવન્‌! દેવેન્દ્ર દેવરાજ શક્રને છે? પ્રશ્ન. હા, છે. ભગવન્‌! એમ કેમ કહ્યું યાવત્‌ ત્રાયસ્ત્રિંશક દેવ છે?
ગૌતમ! એ પ્રમાણે - તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં પલાશક નામે સંનિવેશ હતું - વર્ણન. તે પાલાશક સંનિવેશમાં (પરસ્પર) સહાયક ૩૩ ગાથાપતિ શ્રાવક જેમ ચમરના કહ્યા, તેમ રહેતા હતા. તે સહાયક ૩૩ ગાથાપતિ શ્રાવક પૂર્વે અને પછી પણ ઉગ્ર-ઉગ્રવિહારી, સંવિગ્ન-સંવિગ્ન વિહારી થઈને, ઘણાં વર્ષો શ્રાવક પર્યાય પાળીને માસિકી સંલેખનાથી આત્માને ઝોસિત કરીને ૩૦ ભક્તોને અનશન વડે છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને, સમાધિ પામીને અમાસે કાળ કરીને યાવત્‌ ઉત્પન્ન થયા.
ભગવન્‌! જ્યારથી આ પલાશિકા પરસ્પર સહાયક તેત્રીશ ગાથાપતિ શ્રાવક ઈત્યાદિ ચમર માફક જાણવું યાવત્‌ ઉપજે છે.
ભગવન્‌! ઈશાનને, શક્ર માફક કહેવું. વિશેષ આ - ચંપા નગરીમાં યાવત્‌ ઉપજ્યા. ભગવન્‌! જ્યારથી ચંપિકા પરસ્પર સહાયક ૩૩-ગૃહપતિ ઈત્યાદિ પૂર્વવત્‌, યાવત્‌ બીજા ઉપજે છે. ભગવન્‌! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારની પૃચ્છા, હા, છે. એમ કેમ કહ્યું? ધરણેન્દ્રની માફક જાણવું, એ રીતે યાવત્‌ પ્રાણતે, અચ્યુતે યાવત્‌ ઉપજે છે. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)