Viyahapannatti 735
Viyāhapannatti: ṭīkānusārī vivecana 735
- Language
- Gujarati
735
વિવેચન :–૪૮૮, ૪૮૯
તુડિય - વર્ગ. વજ્રમય ગોલક આકાર વૃત્ત સમુદ્ગકા. તેમાં જિનેશ્વરના અસ્થિ છે. ચંદનાદિ વડે અર્ચનીય, સ્તુતિ વડે વંદનીય, પ્રણામથી નમસ્કરણીય, પુષ્પોથી પૂજનીય, વસ્ત્રાદિ વડે સત્કારણીય, કલ્યાણ બુદ્ધિ વડે પ્રતિપત્તિ વિશેષથી સન્માનનીય અને પર્યુપાસનીય.
મહયાહય - અહીં યાવત્ કરણથી – નૃત્ય, ગીત, વાજિંત્ર, તંત્રી, તલ, તાલ, ત્રુટિત, ઘનમૃદંગાદિના રવથી દિવ્ય ભોગ ભોગોને (ભોગવતો) તેમાં મહત્ - મોટા આહત - અચ્છિન્ન આખ્યાનક સંબદ્ધ, અથવા જે નાટ્ય, ગીત, વાજિંત્રાદિ, તેમાં તંત્રી, તલ, તાલનો અવાજ. ઘનમૃદંગ નો - મેઘ સમાન ધ્વનિ માર્દલનો કુશળ પુરુષ દ્વારા વગાડાયેલ જે રવ (અવાજ). તથા તે ભોગ ભોગવવાને સમર્થ છે. તેમાં વિશેષ કહે છે – કેવલ, વિશેષ પરિવાર-પરિચારણા, તે અહીં સ્ત્રીના શબ્દ શ્રવણ, રૂપ દર્શનાદિરૂપ છે, તે જ ઋદ્ધિ, તે પરિવાર ઋદ્ધિ અથવા સ્ત્રી આદિ પરિજન પરિચારણા માત્ર. માત્ર મૈથુન ભોગ ભોગવી ન શકે.
પરિવાર - ‘મોક’ ઉદ્દેશક મુજબ – ત્રીજા શતકનો પહેલો ઉદ્દેશો.
સઓ પરિવારો - ધરણનો પોતાનો પરિવાર કહેવો. તે આ છે – ૬૦૦૦ સામાનિક, ૩૩-ત્રાયસ્ત્રિંશક, ચાર લોકપાલ, છ અગ્રમહિષી. સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૨૪,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં નાગકુમાર દેવ-દેવી સાથે પરિવરીને. એ પ્રમાણે જીવાભિગમ મુજબ, તેના વડે જે સૂચવ્યું, તે આ છે – ત્યાં પ્રત્યેક દેવીનો ચાર-ચાર હજારનો દેવી પરિવાર છે. તે પ્રત્યેક દેવી બીજી ચાર-ચાર હજાર દેવીનો પરિવાર વિકુર્વવા સમર્થ છે. એ રીતે પૂર્વા-પર ૧૬,૦૦૦ દેવી કહી છે. તે આ ત્રુટિત. એ પ્રમાણે ૮૮ મહાગ્રહો કહેવા. બંને વક્તવ્યતા કહી જ છે. બાકીના તો લોહિતાક્ષ, શનૈશ્ચર, ઘુણિક, પ્રાઘુણિકાદિ કહેવા.
વિમાનો જેમ તૃતીય શતકમાં છે. તેમાં સોમના કહેલા જ છે. યમ-વરુણ-વૈશ્રમણનું ક્રમથી વરશૃષ્ટ, સ્વયંજલ, વલ્ગુ વિમાન છે. જેમ ચોથા શતક મુજબ-ક્રમથી તે ઈશાન લોકપાલોના આ નામો છે. સુમન, સર્વતોભદ્ર, વલ્ગુ, સુવલ્ગુ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit