Pramāṇa · Search · About · API

Viyahapannatti 756

Viyāhapannatti: ṭīkānusārī vivecana 756

Language
Gujarati

756

‘ભગવતી’ સૂત્ર-૫૦૬ થી ૫૦૮ :– [૧૧/૯/૫૦૬ થી ૫૦૮]
[૫૦૬] તે કાળે, તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું - વર્ણન. તે હસ્તિનાગપુર-નગરની બહાર ઈશાન ખૂણામાં સહસ્રામ્રવન નામે ઉદ્યાન હતું, તે સર્વઋતુના પુષ્પ-ફળથી સમૃદ્ધ હતું, તે રત્ય, નંદનવન સમાન સુશોભિત, સુખદ-શીતલ છાયાવાળું, મનોરમ, સ્વાદુ ફળ યુક્ત, અકંટક, પ્રાસાદીય યાવત્‌ પ્રતિરૂપ હતું.
તે હસ્તિનાપુર નગરમાં શિવ નામે રાજા હતો. તે હિમવંત પર્વત સમાન મહાન્‌ હતો૦ ઈત્યાદિ વર્ણન કરવું. તે શિવરાજાને ધારિણી નામે દેવી (રાણી) હતી. તેણી સુકુમાલ હાથ-પગવાળી હતી આદિ વર્ણન કરવું.
તે શિવ રાજાનો પુત્ર અને ધારિણીનો આત્મજ એવો શિવભદ્રક નામે કુમાર હતો. તે સુકુમાર હતો ઈત્યાદિ સૂર્યકાંત સમાન કહેવું યાવત્‌ તે નિરીક્ષણ કરતો-કરતો વિચરતો હતો.
ત્યારે તે શિવરાજાને અન્ય કોઈ દિવસે, પૂર્વ રાત્રિ અને અપર રાત્રિના મધ્યાહ્ન કાળ સમયમાં રાજ્યની ધુરાને ચિંતવતા, આ આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્‌ સંકલ્પ ઉત્પન્ન થયો - આ મારા પૂર્વ પુન્યનો પ્રભાવ છે, ઈત્યાદિ તામલિના કથનાનુસાર જાણવું. યાવત્‌ હું પુત્રથી, પશુથી, રાજ્યથી, રાષ્ટ્રથી, બળ (સૈન્ય)થી, વાહનથી, કોશથી, કોષ્ઠાગારથી, નગરથી, અંતઃપુરથી વૃદ્ધિ પામી રહ્યો છું. વિપુલ-ધન, કનક, રત્ન યાવત્‌ સારભૂત દ્રવ્ય દ્વારા અતી-અતી અભિવૃદ્ધિ પામી રહ્યો છું. તો શું હું પૂર્વ પુણ્યોના ફળ સ્વરૂપ યાવત્‌ એકાંતસુખનો ઉપયોગ કરતો વિચરું?
હવે મારા માટે એ શ્રેયસ્કર છે કે જ્યાં સુધી હું હિરણ્યાદિથી વૃદ્ધિ પામી રહ્યો છું યાવત્‌ અભિવૃદ્ધિ પામી રહ્યો છું યાવત્‌ સામંતરાજાઓ પણ મને વશવર્તી રહ્યા છે, ત્યાં સુધીમાં કાલે પ્રભાત થતાં યાવત્‌ જાજ્વલ્યમાન સૂર્યોદય થતાં હું ઘણી લોઢી, લોહકડાઈ, કડછા, તાંબાના તાપસોચિત ભંડક ઘડાવીને, શિવભદ્રકુમારને રાજ્યમાં સ્થાપીને, તે ઘણાં લોઢી, લોહ કડાઈ, કડછાં, તાપસને ઉચિત તાંબાના ભંડક ગ્રહીને જે આ ગંગાફળે વાનપ્રસ્થ તાપસ છે –
– જેવા કે – અગ્નિહોત્રી, પોતિક, કોત્રિક, યાજ્ઞિક, શ્રાદ્ધિ, સ્થાલિક જે દંતપ્રક્ષાલક, ઉન્મજ્જક, સંમજ્જક, નિમજ્જક, સંપ્રક્ષાલક, ઉર્ધ્વકંડૂયક, અધોકંડૂયક, દક્ષિણકૂલક, ઉત્તરકૂલક, શંખધમક, કૂલધમક, મૃગલુબ્ધક, હસ્તિતાપસ, સ્નાન કર્યા વિના ભોજન ન કરનારા, પાણીમાં રહેનારા, વાયુમાં રહેનારા, જલવાસી, વસ્ત્ર (મંડપ)વાસી, અંબૂભક્ષી, વાયુભક્ષી, શેવાળભક્ષી, મૂલાહારી, કંદાહારી, પત્રાહારી, પુષ્પાહારી, ફલાહારી, બીજાહારી, પરિસડિત કંદ-મૂલ-છાલ-પાન-પુષ્પ-ફલાહારી, ઉદ્દંડી, વૃક્ષમૂળ નિવાસી, વાલવાસી, વક્રપાસી, દિશાપ્રોક્ષિક, આતાપનાથી પંચાગ્નિ તાપથી તપનારા, અંગારાથી તપાવી શરીરને કાષ્ઠ બનાવી દેનારા, કંડુ સોંલ્લિય જેવા, કાષ્ઠ સોલ્લિય જેવા પોતાના આત્માને યાવત્‌ કરાના વિચરે છે. જેમ ‘ઉવવાઈ’માં કહ્યું તેમ યાવત્‌ વિચરે છે.
તેમાં જે દિશાપ્રોક્ષિક તાપસ છે, તેમની પાસે મુંડ થઈને દિશાપ્રોક્ષિક તાપસપણે પ્રવ્રજિત થઈશ, પ્રવ્રજિત થઈશ, પ્રવ્રજિત થઈને આ આવા પ્રકારે અભિગ્રહને ગ્રહણ કરીશ. - યાવજ્જીવન નિરંતર છઠ્ઠ-છઠ્ઠની તપસ્યાથી દિક્‌ચક્રવાલ તપોકર્મથી ઉર્ધ્વ બાહુ રાખીને યાવત્‌ વિહરીશ એમ વિચારે છે, એ પ્રમાણે વિચારીને બીજે દિવસે યાવત્‌ સૂર્ય જાજ્વલ્યમાન થતાં, ઘણી લોઢી, લોહ કડાઈ યાવત્‌ ઘડાવીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે.
તેઓને આમ કહ્યું – ઓ દેવાનુપ્રિયો! હસ્તિનાગપુર નગરને અંદર અને બહારથી આસિક્ત યાવત્‌ સાફ કરાવીને જણાવો. ત્યારે તે શિવ રાજાએ બીજી વખત કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપ્રિયો! જલ્દીથી શિવભદ્રકુમારના મહાર્થ, મહાર્ધ, મહાર્હ, વિપુલ રાજ્યાભિષેકની સામગ્રી ઉપસ્થાપિત કરો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ તે પ્રમાણે ઉપસ્થાપિત કરી.
ત્યારે તે શિવ રાજાએ અનેક ગણનાયક, દંડનાયક યાવત્‌ સંધિપાલ સાથે પરીવરીને શિવભદ્રકુમારને ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેસાડે છે, બેસાડીને ૧૦૮ સુવર્ણના કળશોથી યાવત્‌ ૧૦૮ માટીના કળશો વડે સર્વઋદ્ધિ વડે યાવત્‌ નાદ વડે મહાન્‌-મહાન્‌ રાજાભિષ્ક વડે અભિસિંચિત કરો, કરીને પીંછા જેવા સુકુમાલ, સુરભિ ગંધ કાષાયિક વસ્ત્રથી શરીરને લુંછો, લુંછીને સરસ ગોશીર્ષ ચંદનથી લીંપો. એ પ્રમાણે જમાલીની માફક અલંકારિત કરો, યાવત્‌ કલ્પવૃક્ષની સમાન અલંકૃત્‌ અને વિભૂષિત કર્યો. કરીને, બે હાથ જોડી યાવત્‌ શિવભદ્રકુમારને જય અને વિજય વડે વધાવે છે.
જય-વિજય વડે વધાવીને, તેવી ઈષ્ટકાંત-પ્રિય (વાણી વડે) જેમ ઉવવાઈમાં કોણિકને કહ્યું તેમ અહીં કહેવું યાવત્‌ પરમાયુ પાળનાર થાઓ, ઈષ્ટજનોથી સંપરિવૃત્ત થઈને હસ્તિનાપુર નગરના તથા બીજા ઘણાં ગ્રામ-આકર-નગર યાવત્‌ વિચરો, એમ કહીને જય-જય શબ્દનો પ્રયોજે છે. ત્યારે તે શિવભદ્રકુમાર રાજા થયો, તે હિમવંત પર્વત જેવો મહાન્‌ થયો આદિ વર્ણન કરવું યાવત્‌ વિચરે છે.
ત્યારે તે શિવરાજા અન્ય કોઈ દિવસે શોભન તિથિ-કરણ-દિવસ-મુહૂર્ત્ત-નક્ષત્રમાં વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવ્યા. કરાવીને મિત્ર-જ્ઞાતિ-નિજક યાવત્‌ પરિજનને, રાજાઓ તથા ક્ષત્રિયોને આમંત્રે છે. આમંત્રીને પછી સ્નાન કર્યુ યાવત્‌ શરીરે વિલેપન કર્યુ, ભોજન વેળાએ, ભોજન મંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેઠો.
તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન યાવત્‌ પરિજન રાજા અને ક્ષત્રિયો સાથે વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ઈત્યાદિ તામલીની માફક કરીને યાવત્‌ સત્કાર, સન્માન કર્યા. સત્કારીને-સન્માનીને, તે મિત્ર, જ્ઞાતિ યાવત્‌ પરિજન, રાજા અને ક્ષત્રિયોને તથા શિવભદ્ર રાજાને પૂછે છે. પૂછીને ઘણાં લોઢી, લોહકડાઈ, કડછા યાવત્‌ ભાંડ લઈને જે આ ગંગાકૂલકે વાનપ્રસ્થ તાપસો છે, તે બધું યાવત્‌ તેમની પાસે મુંડ થઈને દિશાપ્રોક્ષિક તાપસપણાએ પ્રવ્રજિત થયો, પ્રવ્રજિત ગ્રહણ કરતાં જ આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે - મારે જાવજ્જીવ છઠ્ઠ કરવો ઈત્યાદિ પૂર્વવત્‌ કલ્પે યાવત્‌ અભિગ્રહ ગ્રહણ કરીને પહેલો છઠ્ઠતપ સ્વીકારીને વિચરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ પહેલા છઠ્ઠ તપના પારણામાં આતાપના ભૂમિથી ઉતરે છે, આતાપના ભૂમિથી ઉતરીને વલ્કલના વસ્ત્રો પહેરીને જ્યાં પોતાની કુટીર હતી, ત્યાં આવે છે. ત્યાં આવીને કિઢિણ અને કાવડ લે છે. લઈને પૂર્વ દિશાને પ્રોક્ષિત કરી, પૂર્વદિશાના સોમ લોકપાલ (ને સંબોધીને કહ્યું) પ્રસ્થાને પ્રસ્થિત એવા મને-શિવ રાજર્ષિની રક્ષા કરો - રક્ષા કરો.
ત્યાં જે કંદ, મૂળ, ત્વચા, પત્ર, પુષ્પ, ફળ, બીજ, હરિત છે, તે લેવાની મને અનુજ્ઞા આપો. એમ કરીને પૂર્વ દિશામાં અવલોકન કર્યુ, કરીને ત્યાં જે કંદ યાવત્‌ હરિત હતા, તેને ગ્રહણ કરે છે. કાવડની કિઢિણમાં ભરે છે. ભરીને દર્ભ, કુશ, સમિધા અને વૃક્ષની શાખાવાળીને પત્ર લીધા.
ત્યારપછી જ્યાં પોતાની કુટીર છે, ત્યાં આવે છે, આવીને કિઢિણ-કાવડને રાખે છે. રાખીને વેદિકાને પ્રમાર્જે છે. પ્રમાર્જીને લિંપણ-સંમાર્જન કરે છે. કરીને દર્ભ અને કળશને હાથમાં લઈને જ્યાં ગંગા મહાનદી છે, ત્યાં આવે છે. ગંગા મહાનદીમાં અવગાહન કર્યુ, કરીને જળથી દેહશુદ્ધિ કરી, કરીને જળ ક્રીડા કરી, કરીને જળથી (શરીરનો) અભિષેક કર્યો. કરીને આચમન આદિ કરી, સ્વચ્છ અને પરમ પવિત્ર થઈને દેવ અને પિતૃકાર્ય સંપન્ન કર્યુ, દર્ભ અને કળશ હાથમાં લઈને ગંગા મહાનદીથી બહાર નીકળ્યો. નીકળીને જ્યાં પોતાની કુટીર હતી ત્યાં આવ્યો, ત્યાં આવીને દર્ભ-કુશ-રેતી વડે વેદી બનાવી. વેદી બનાવીને શરક વડે અરણિને ઘસી, ઘસીને અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિ સળગતા અગ્નિને સંધુક્યો, તેમાં કાષ્ઠની સમિધા નાંખી, કાષ્ઠસમિધા નાંખીને અગ્નિને પ્રજ્વલિત કર્યો, કરીને અગ્નિની જમણી બાજુ આ સાત વસ્તુઓ રાખી.
[૫૦૭] સકથા, વલ્કલ, સ્થાન, શય્યા, ભાંડ, કમંડલ, દારુદંડ તથા પોતાનું શરીર. - - પછી મધુ, ઘી, ચોખાનો અગ્નિમાં હવન કર્યો અને ચરુમાં બલિદ્રવ્ય લઈને બલિ વૈશ્યદેવને અર્પણ કર્યા, અતિથિ પૂજા કરી. પૂજા કરીને પછી શિવ રાજર્ષિએ પોતે આહાર કર્યો.
[૫૦૮] ત્યારપછી તે શિવરાજર્ષિએ બીજી વખત છઠ્ઠ તપ સ્વીકાર્યો, વિચરી રહ્યા છે. ત્યારે તે શિવરાજર્ષિ બીજા છઠ્ઠ તપના પારણે આતાપના ભૂમિથી નીચે ઉતર્યા, ઉતરીને પહેલા પારણા માફક બધું કહેવું. વિશેષ એ કે દક્ષિણદિશાને પ્રોક્ષે છે. પ્રોક્ષિત કરીને (કહ્યું) હે દક્ષિણ દિશાના યમ લોકપાલ! પ્રસ્થાને પ્રસ્થિત આદિ પૂર્વવત્‌, એ રીતે આહાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ ત્રીજા છઠ્ઠ તપને સ્વીકારીને વિચરે છે, ત્યારે તે શિવરાજર્ષિ, આદિ પૂર્વવત્‌. વિશેષ આ – હે પશ્ચિમ દિશાના વરુણ લોકપાલ! પ્રસ્થાને પ્રસ્થિત આદિ પૂર્વવત્‌ યાવત્‌ આહાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ ચોથા છઠ્ઠ તપને સ્વીકારીને વિચરે છે. ત્યારે તે શિવરાજર્ષિ, ચોથા છઠ્ઠ તપને આદિ પૂર્વવત્‌. વિશેષ આ - ઉત્તર દિશા પ્રોક્ષિત કરે છે, હે ઉત્તર દિશાના વૈશ્રમણ લોકપાલ! પ્રસ્થાને પ્રસ્થિત શિવની રક્ષા કરો, બાકી પૂર્વવત્‌ યાવત્‌ પછી આહાર કરે છે.
ત્યારે તે શિવરાજર્ષિ છઠ્ઠ છઠ્ઠના નિરંતર તપથી દિશાચક્રવાલ વડે યાવત્‌ આતાપના લેતા, પ્રકૃતિભદ્રતા યાવત્‌ વિનીતતાથી અન્ય કોઈ દિવસે તદ્‌ આવરક કર્મના ક્ષયોપશમથી ઈહા-અપોહ-માર્ગણા-ગવેષણા કરતા વિભંગ નામક અજ્ઞાન ઉત્પન્ન થયું. તેઓ તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી આ લોકમાં સાત દ્વીપ, સાત સમુદ્રને જોવા લાગ્યા. તેનાથી આગળ તે જાણતા અને દેખતા ન હતા.
ત્યારે તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્‌ સંકલ્પ ઉત્પન્ન થયો - મને અતિશય જ્ઞાન-દર્શન સમુત્પન્ન થયા છે, એ રીતે નિશ્ચયથી આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્રો છે, ત્યારપછી દ્વીપ, સમુદ્રનો વિચ્છેદ છે. એવો વિચાર કર્યો, કરીને આતાપના ભૂમિથી ઉતર્યા, ઉતરીને વલ્કલ, વસ્ત્ર ધારણ કરી પોતાની કુટીરે આવ્યા. આવીને ઘણાં જ લોઢી, લોહકડાઈ, કડછાં યાવત્‌ ભાંડ કિઢિણ-કાવડમાં લીધા. લઈને જ્યાં હસ્તિનાપુર નગર, જ્યાં તાપસોનો આશ્રમ હતો, ત્યાં આવ્યા. આવીને ઉપકરણાદિ મૂક્યા, હસ્તિનાપુર નગરમાં શૃંગાટક, ત્રિક યાવત્‌ પથોમાં ઘણાં લોકોને આ પ્રમાણે કહે છે યાવત્‌ પ્રરૂપે છે –
હે દેવાનુપ્રિયો! મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા છે. નિશ્ચયથી આ લોકમાં યાવત્‌ સાત-સાત દ્વીપ અને સમુદ્રો છે.
ત્યારે તે શિવરાજર્ષિની પાસે આ વૃત્તાંત સાંભળીને, અવધારીને હસ્તિનાપુર નગરે શૃંગાટક, ત્રિક યાવત્‌ માર્ગમાં ઘણાં લોકો પરસ્પર એ પ્રમાણે કહે છે યાવત્‌ પ્રરૂપે છે. ખરેખર, હે દેવાનુપ્રિયો! શિવરાજર્ષિ આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે - હે દેવાનુપ્રિયો! મને અતિશય જ્ઞાન-દર્શન યાવત્‌ પછી દ્વીપ, સમુદ્રોનો વિચ્છેદ છે. તે કેમ માનવું?
તે કાળે, તે સમયે સ્વામી પધાર્યા યાવત્‌ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે, ભગવંત મહાવીરના જ્યેષ્ઠ શિષ્ય જેમ બીજા શતકમાં નિર્ગ્રન્થ ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવત્‌ ભ્રમણ કરતાં ઘણાં લોકોના શબ્દો સાંભળ્યા, ઘણાં લોકો પરસ્પર આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે –
ખરેખર, હે દેવાનુપ્રિયો! શિવરાજર્ષિ આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે - હે દેવાનુપ્રિયો! યાવત્‌ પછી દ્વીપ, સમુદ્રનો વિચ્છેદ થાય છે, તે કેવી રીતે બને? ત્યારે ગૌતમસ્વામીએ ઘણાં લોકો પાસે આ વૃત્તાંત સાંભળીને, સમજીને યાવત્‌ શ્રદ્ધાવાળા થઈને નિર્ગ્રન્થ ઉદ્દેશક માફક (પૂછ્યું) યાવત્‌ પછી દ્વીપ-સમુદ્રનો વિચ્છેદ થાય છે, ભગવન્‌! એ કેવી રીતે માનવું?
ગૌતમાદિને આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું – હે ગૌતમ! જે ઘણાં લોકો પરસ્પર આ પ્રમાણે કહે છે, ઈત્યાદિ બધું કહેવું - X - યાવત્‌ દ્વીપ-સમુદ્રનો વિચ્છેદ થાય છે - X - યાવત્‌ શિવરાજર્ષિ કહે છે તે - X - મિથ્યા છે.
હે ગૌતમ! હું એમ કહું છું યાવત્‌ પ્રરૂપું છું - એ પ્રમાણે, જંબૂદ્વીપ આદિ દ્વીપો, લવણ આદિ સમુદ્રો એક સરખાવૃત્ત સંસ્થાનવાળા, વિસ્તારમાં અનેક પ્રકારના છે, એમ જે રીતે જીવાભિગમમાં યાવત્‌ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત હે શ્રમણાયુષો! આ તિર્છાલોકમાં અસંખ્ય દ્વીપસમુદ્રો છે.
જંબૂદ્વીપ દ્વીપમાં હે ભગવન્‌! વર્ણસહિત-વર્ણરહિત, ગંધસહિત-ગંધરહિત, રસસહિત-રસરહિત, સ્પર્શ સહિત-સ્પર્શરહિત દ્રવ્યો પરસ્પર બદ્ધ, પરસ્પર સ્પૃષ્ટ યાવત્‌ પરસ્પર સંબદ્ધ છે? હા, છે.
ભગવન્‌ ! લવણસમુદ્રમાં વર્ણસહિત-વર્ણરહિત, ગંધસહિત-ગંધરહિત યાવત્‌ પરસ્પરસંબદ્ધ દ્રવ્યો છે?
હા, છે.
ભગવન્‌! ધાતકીખંડ દ્વીપમાં વર્ણસહિત આદિ પૂર્વવત્‌ દ્રવ્યો યાવત્‌ સ્વયંભૂરમણ સમુદ્રમાં દ્રવ્યો છે?
હા, છે.
ત્યારે તે મોટી-મહાન્‌-મહત્‌ પર્ષદા, શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભળીને અવધારીને હર્ષિત, સંતુષ્ટ થઈને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમીને, જે દિશામાંથી આવી હતી. ત્યાં પાછી ગઈ.
ત્યારે હસ્તિનાપુર નગરમાં શૃંગાટક યાવત્‌ માર્ગોમાં ઘણાં લોકો પરસ્પર એમ કહેવા યાવત્‌ પ્રરૂપવા લાગ્યા કે – હે દેવાનુપ્રિયો! જે શિવરાજર્ષિ એમ કહે છે - યાવત્‌ પ્રરૂપે છે કે - X - તેને અતિશય જ્ઞાન-દર્શન ઉપજ્યા છે યાવત્‌ તે અર્થ, સમર્થ નથી. ભગવંત મહાવીર આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે –
એ પ્રમાણે આ શિવરાજર્ષિને નિરંતર છઠ્ઠ-છઠ્ઠ તપ કરતા યાવત્‌ - X - X - સમુદ્રો, તે મિથ્યા છે. ભગવંત મહાવીર કહે છે – જંબૂદ્વીપાદિ દ્વીપો, લવણાદિ સમુદ્રો યાવત્‌ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો હે શ્રમણાયુષો! કહ્યા છે.
ત્યારે તે શિવરાજર્ષિ ઘણાં લોકો પાસેથી આ અર્થને સાંભળી, અવધારીને શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિક, ભેદસમાપન્ન, કલેશ સમાપન્નવાળો યાવત્‌ થયો. ત્યારે તે શિવરાજર્ષિ શંકિત, કાંક્ષિત યાવત્‌ ક્લેશવાળો થતાં, તેનું વિભંગ અજ્ઞાન જલ્દીથી નષ્ટ થઈ ગયું.
ત્યારે તે શિવરાજર્ષિને આ આવા પ્રકારનો અભ્યર્થિત યાવત્‌ સંકલ્પ ઉપજ્યો કે – આ પ્રમાણે આદિકર તિર્થકર શ્રમણ ભગવંત મહાવીર યાવત્‌ સર્વજ્ઞ, સર્વદર્શી, આકાશગત ચક્ર વડે યાવત્‌ સહસ્રામ્રવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈ યાવત્‌ વિચરે છે - તથારૂપ અરહંત ભગવંતોનું નામ-ગોત્ર શ્રવણ પણ મહા ફળદાયી છે આદિ જેમ ‘ઉવવાઈ’માં કહ્યું, હું જાઉં અને ભગવંત મહાવીરને વાંદુ યાવત્‌ પર્યુપાસના કરું. આ મને આ ભવ અને પરભવે પણ શ્રેયસ્કર થશે, આ પ્રમાણે વિચારે છે, વિચારીને જ્યાં તાપસાશ્રમ છે, ત્યાં આવે છે,
ત્યાં આવીને તાપસાશ્રમમાં પ્રવેશે છે. પ્રવેશીને ઘણાં લોઢી, લોહકડાઈ, યાવત્‌ કિઢિણ-કાવડ લે છે, લઈને તાપસાશ્રમથી નીકળે છે, નીકળીને વિભંગજ્ઞાન રહિત તે શિવરાજર્ષિ હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી નીકળે છે, નીકળીને સહસ્રામ્રવન ઉદ્યાનમાં શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમીને અતિનીકટ નહીં-અતિદૂર નહીં એવા સ્થાને યાવત્‌ અંજલિ જોડીને પર્યુપાસે છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર શિવરાજર્ષિને અને મોટી પર્ષદાને (ધર્મ કહે છે.) યાવત્‌ આજ્ઞાના આરાધક થાય છે. ત્યારે તે શિવરાજર્ષિ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, અવધારીને સ્કંદકની માફક ઈશાન ખૂણામાં જઈને, ઘણાં લોઢી, લોહકડાઈ યાવત્‌ કિઢિણ-કાવડને એકાંતમાં મૂકે છે, મૂકીને સ્વયં જ પંચમુષ્ટી લોચ કરે છે. ભગવંત મહાવીર પાસે ઋષભદત્તની માફક દીક્ષા લીધી. તેની જેમ જ અગિયાર અંગોને ભણ્યો. તેની જેમજ યાવત્‌ સર્વદુઃખથી મુક્ત થયો.

Linked texts (1)