Viyahapannatti 757
Viyāhapannatti: ṭīkānusārī vivecana 757
- Language
- Gujarati
757
વિવેચન :–૫૦૬ થી ૫૦૮
મહયા હિમવંત - વર્ણન, દ્વારા હિમવંત પર્વત સમાન મહાન્, મલય-મંદર-મહેન્દ્ર સમાન ઈત્યાદિ રાજાનું વર્ણન કહેવું તેમ સૂચવ્યું છે. તેમાં મહાહિમવાન્ની જેમ બીજા રાજાની અપેક્ષાએ મહાન્, મલય, મેરુ એ બંને પર્વત વિશેષ છે. મહેન્દ્ર એટલે દેવરાજ શક્રાદિવત્. - X -
સુકુમાલ વર્ણન - એના દ્વારા - જેના હાથપગ સુકોમળ છે, ઈત્યાદિ રાણીનું વર્ણન કહેવું, એમ સૂચવેલ છે - - સૂર્યકાંતની માફક સુકુમાલ યાવત્ વિચરે છે, તેનો આ અર્થ છે - સુકુમાલ હાથ-પગવાળો, લક્ષણ-ગુણ-વ્યંજનથી યુક્ત ઈત્યાદિ તથા રાજપ્રશ્નીય માફક સૂર્યકાંત રાજકુમારના વર્ણન મુજબનું વર્ણન કરવું. તે પ્રમાણે અહીં આ સંબંધ જોડવો - તે શિવભદ્રકુમાર યુવરાજ હતો, શિવરાજાના રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કોષ, કોષ્ઠાગાર, પુર, અંતઃપુર, જનપદનું સ્વયં નિરીક્ષણ કરતો વિચરે છે.
વાનપ્રસ્થ એટલે વનમાં થાય તે વાન, તેમાં પ્રસ્થાન-રહેવું તે જેને છે તે વાનપ્રસ્થ અથવા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, યતિ એ ચાર લોકપ્રસિદ્ધ આશ્રમ, તેમાં ત્રીજા આશ્રમમાં વર્તતો તે વાનપ્રસ્થ.
તાપસો-અગ્નિહોત્રિક, વસ્ત્રધારી, ક્યાંક પોત્તિય ને બદલે સોત્તિય પાઠ છે, ત્યાં પણ આ જ અર્થ છે. જહા ઉવવાઈએ - આ અતિદેશ વડે આ પ્રમાણે જાણવું - કોત્રિક, યાજ્ઞિક, શ્રાદ્ધિ, સ્થાલકી, કંડીધારી, ફળ ભોજી, સ્નાન કરનાર, સંમાર્જન કરનાર, ડૂબકી લગાવનાર, માટી રગડીને નહાનારા, ગંગાના દક્ષિણ તટે રહેનાર, ઉત્તમ તટે રહેનાર, શંખ વગાડીને ભોજન કરનારા, કિનારે રહી શબ્દ કરનારા, હરણમાં લુબ્ધ, હાથી મારીને આજીવિકા કરનારા, દંડ ઊંચો કરીને ચાલનારા, દિશાની પૂજા કરનારા, વલ્કલ વસ્ત્રધારી, મંડપમાં રહેનારા, પાણીમાં રહેનારા, વૃક્ષમૂલે રહેનારા, પાણી ભક્ષણ કરનારા, વાયુભક્ષી, રોવાળભક્ષી, મૂલ-કંદ-છાલ-પાન-પુષ્પ-ફળ-બીજ આદિ ખાનારા, જળમાં સ્નાન કરવાથી કઠોર ગાત્રવાળા, આતાપના વડે પંચાગ્નિ તપ કરનારા, અંગારા કે ભાડભુંજાથી શરીરને પકાવનારા - X - X - X - ચેલવાસીને બદલે ક્યાંક વેલવાસી એવો પાઠ છે, તેનો અર્થ છે સમુદ્રની વેળાની નજીક વસનારા, જળવાસી-પાણીમાં ડૂબીને રહેનારા ઈત્યાદિ. અહીં જલાભિસેય-કિઢિણગાય નો અર્થ છે, જેઓ સ્નાન કર્યા વિના ભોજન કરતા નથી, સ્નાન કરીને કઠોર શરીરી થાય છે. એમ વૃદ્ધ વ્યાખ્યા છે. ક્યાંક જલાભિસેયકઢિણ ગાયભૂય એવો પાઠ પણ જોવા મળે છે, તેનો અર્થ ઉપર મુજબ થાય છે.
દિસા ચક્કવાલએણં તવોકમ્મેણં - એક પારણામાં પૂર્વ દિશામાં જે ફળાદિ છે, તેને લઈને ખાનારા, બીજા પારણામાં દક્ષિણ દિશામાં, એ પ્રમાણે દિશાચક્રવાલથી જેમાં તપઃકર્મ અને પારણું કરવું, અર્થ થાય છે, તે તપઃકર્મ દિક્ચક્રવાલ તપોકર્મ છે, એમ કહેવાય છે - X -
તાહિં ઈટ્ઠાહિં૦ આદિ, અહીં ‘જેમ ઉવવાઈમાં કહ્યું તેમ’ એમ લખેલ છે, તેનાથી આ પ્રમાણે જાણવું - મનોજ્ઞ, મણામ યાવત્ વલ્ગુથી અનવરત અભિનંદાતા, અભિસ્તવાતા આ પ્રમાણે કહ્યું – જય જય નંદા, જય જય ભદ્દા. તમારું કલ્યાણ થાઓ. હે પુત્ર! ન જીતેલાને જીતો, જિતેલાનું પાલન કરો, જિતની મધ્યે વસો, ન જીતેલા શત્રુપક્ષને જીતો, જિતેલા મિત્રપક્ષનું પાલન કરો, જિતેલ વિઘ્નો મધ્યે વસો. હે દેવ! સ્વજનો મધ્યે ઈન્દ્રની જેમ, તારા મધ્યે ચંદ્રની જેમ, નાગ મધ્યે ધરણની જેમ મનુષ્યો મધ્યે ભરતની જેમ, ઘણાં વર્ષો, ઘણાં સો વર્ષો, ઘણાં હજાર વર્ષો, ઈત્યાદિ (આશિર્વચન) કહે છે.
વાગલવત્થ - વલ્કલમાંથી બનેલ તે વાલ્કલ. તે વસ્ત્ર ધારણ કર્યા છે જેણે તે વાલ્કલવસ્ત્રનિવસિત. ઉડહ - કુટીર, તાપસગૃહ. કિઢિણ-સંકાઈયગ - કિઢિણ એટલે વાંસનું બનેલ તાપસ માટેનું ભાજન વિશેષ. તેના ભારને વહેનાર યંત્ર તે કિઢિણસાંગાયિક. મહારાય - લોકપાલ. પત્થાણે પત્થિય - પરલોક સાધન માર્ગમાં પ્રવૃત્ત અથવા ફલાદિ લાવવાના ગમનમાં પ્રવૃત્ત શિવરાજર્ષિ. દબ્ભ - મૂળ સહિતનું ઘાસ, કુસ - મૂળ રહિત ઘાસ, સમિહા - લાકડા, સમિધ. પત્તામોડં - વૃક્ષની શાખાને વાળીને પત્રો લેવા તે. વેદિંવડ્ઢેઈ - વેદિકા એટલે દેવાર્ચન સ્થાન, વર્દ્ધનિ-બહુ-કારિકા, તેને પ્રમાર્જે છે. ઉવલેવણસંમજ્જણં કરેઈ - છાણ વગેરેથી ઉપલેપન, પાણી વડે સંમાર્જન કે શુદ્ધિ કરવી.
દબ્ભકલસાહત્થગએ - જેના હાથમાં દર્ભ અને કળશ છે તે. તથા દબ્ભસગબ્ભકલસહત્થગએ - પાઠ ક્યાંક છે, તેનો અર્થ છે - દર્ભ વડે ભરેલો જે કળશ, તે જેના હાથમાં છે તે. જલમજ્જણ - પાણી વડે દેહ શુદ્ધિ માત્ર. જલકીડં - દેહશુદ્ધ થવા છતાં પાણી વડે ક્રિડારત. જલાભિસેય - પાણી રેડવું તે. આયંત - જળનો સ્પર્શ, ચોક્ખ - અશુચિ દ્રવ્યો દૂર કરવાથી. શું થાય? પરમશૂચિભૂત થઈને દેવોને અને પિતૃને જલ અંજલિ દેવારૂપ કૃત્ય જેણે કરેલ છે તે. તથા શરક વડે કાષ્ઠને ઘસીને - નિર્મન્થનીય કાષ્ઠને ઘસે છે, પછી ગાથા છે, તે આ પ્રમાણે –
સાત અંગોને સારી રીતે સ્થાપે છે – સકથા, વલ્કલ આદિ. તેમાં સકથા - તે સમયે પ્રસિદ્ધ ઉપકરણ વિશેષ, સ્થાન-જ્યોતિસ્થાન કે પાત્ર સ્થાન, શય્યા ઉપકરણ, લાકડાનો દંડ અને પોતાને.
ચરુ - ભાજન પાત્ર વિશેષ, તેમાં પકાવાતું દ્રવ્ય પણ ચરુ જ કહેવાય છે. તે ચરુ એટલે બલિ. સ્તધયતિ - રાંધે છે. બલિ વડે વૈશ્વાનરને પૂજે છે. અતિથિ-આગંતુકની પૂજા કરે છે.
તે કેમ માનવું? અહીં મન્યે શબ્દ વિતર્ક અર્થમાં છે. બીજા શતકનો પાંચમો ઉદ્દેશો, તે નિર્ગ્રન્થ ઉદ્દેશક. એક વિધિ-પ્રકાર વડે વિધાન-વ્યવસ્થાન જેમાં છે તે, કેમકે બધાં સમુદ્રવૃત્ત છે. વિસ્તારમાં બધાં એક એકથી આગળના ક્રમે બમણાં થતાં જાય છે. આ પ્રમાણે જેમ જીવાભિગમમાં કહ્યું છે તે - તેના વડે આમ કહે છે –
બમણાં બમણાં વિસ્તરતા એવા અવભાસમાન થતા એવા અર્થાત્ શોભતા તરંગવાળા, સમુદ્રની અપેક્ષાએ આ વિશેષણ છે. ઘણાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્રપત્ર, લક્ષપત્ર, પ્રફૂલ્લ કેશરાયુક્ત - એટલે - જેની કેશરા વિકસિત થયેલી છે, તેનાથી સંયુક્ત. તેમાં ઉત્પલ એટલે નીલોત્પલાદિ. કુમુદ - ચંદ્ર વિકાસી, પુંડરીક - શ્વેત, બાકીના પદો રૂઢિથી જાણવા.
સવર્ણાદિ-પુદ્ગલ દ્રવ્યો, અવર્ણાદિ - ધર્માસ્તિકાયાદિ. અન્નમન્નબદ્ધ - પરસ્પરથી ગાઢ આશ્લેષવાળા. અન્નમન્નપુટ્ઠાઈં-પરસ્પરથી ગાઢ સ્પૃષ્ટ. અહીં યાવત્ શબ્દથી આ પ્રમાણે જાણવું - અન્યોન્ય બદ્ધ-સ્પૃષ્ટ, અન્યોન્ય સંબદ્ધતાથી રહેલ છે. તાવસામહ - તાપસનો મઠ. - અહીં શિવરાજર્ષિની સિદ્ધિ કહી, તેને સંહનનાદિ વડે નિરૂપતા હવે આમ કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit