Pramāṇa · Search · About · API

Viyahapannatti 759

Viyāhapannatti: ṭīkānusārī vivecana 759

Language
Gujarati

759

વિવેચન :–૫૦૯
લાઘવતા માટે અતિદેશ કરતાં કહે છે - એવમ્‌ - અનંતર દર્શાવેલ. આલાવાથી, જેમ ઉવવાઈમાં સિદ્ધોને આશ્રીને સંહનનાદિ કહ્યા, તે પ્રમાણે અહીં પણ કહેવા. તેમાં સંઘયણાદિ દ્વારોના સંગ્રહ માટે ગાથાનો પૂર્વાર્દ્ધ કહ્યો છે – સંઘયણ, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, પરિવસન. તેમાં સંઘયણ કહ્યું, સંસ્થાનાદિ આ પ્રમાણે - છમાંથી કોઈપણ સંસ્થાને સિદ્ધ થાય. ઉચ્ચત્વમાં જઘન્યથી સાત હાથ પ્રમાણ, ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્‌. આયુષ્ય-જઘન્યથી સાતિરેક આઠ વર્ષ, ઉત્કૃષ્ટે પૂર્વકોટિ પ્રમાણ. પરિવસન-રત્નપ્રભાદિ પૃથ્વી, સૌધર્માદિથી ઈષત્‌ પ્રાગ્ભાર સુધીના ક્ષેત્રવિશેષની નીચે સિદ્ધો ન વસે. પરંતુ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનની ઉપરિતન સ્તૂપિકાના અગ્ર ભાગથી ઊંચે ૧૨ યોજન ગયા પછી ઈષત્‌પ્રાગ્ભારા પૃથ્વી જે ૪૫ લાખ યોજન પ્રમાણ લંબાઈ-પહોળાઈથી છે, વર્ણથી શ્વેત, અત્યંત રમ્ય છે, તેના ઉપર યોજને લોકાંત છે, તે યોજનના ઉપરના ગવ્યૂતના ઉપરના છઠ્ઠા ભાગે સિદ્ધો વસે છે. એ પ્રમાણે સિદ્ધિ સ્વરૂપ પ્રતિપાદનપર વાક્ય પદ્ધતિ કહેવી.
અહીં પરિવસન દ્વાર યાવત્‌ અર્થથી કિંચિત્‌ દર્શાવ્યુ, તેના પછી આ પ્રમાણે છે - સિદ્ધો ક્યાં પ્રતિહત થાય છે? સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત છે? ઈત્યાદિ. અવ્યાબાધ સુખ૦ આદિ આ, ગાથાનો ઉત્તરાર્ધ જાણવો. ગાથા આ પ્રમાણે
સર્વદુઃખ જેના નષ્ટ થયા છે તેવા, જાતિ-જરા-મરણ-બંધનથી મુક્ત, અવ્યાબાધ-શાશ્વત સુખને અનુભવે.

Linked texts (1)